Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીના મંદિરના નામે લકી ડ્રોની લોભામણી જાહેરાત:મોટી છેરમાં 17 વર્ષના કિશોર સાથે 1.85 લાખની સાયબર ઠગાઈ

    6 hours ago

    લખપત તાલુકાના છેર મોટી ગામે સોશિયલ મીડિયા પર લકી ડ્રોની લાલચ આપી 17 વર્ષના કિશોરને જાળમાં ફસાવી રૂપિયા 1.85 લાખની ઓનલાઇન છેતરપિંડી આચરવામાં આવી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ અંગે કિશોરની માતાએ દયાપર પોલીસ મથકે ફરિયાદ નોધાવી છે. પ્રાપ્ત વિગતો મુજબ, છેર મોટી ગામે રહેતા ક્રિષ્નાબા ભુરજી સોઢાના 17 વર્ષીય પુત્ર યુવરાજસિંહે ગત 12 સપ્ટેમ્બરના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર શ્રી સ્વામીનારાયણ મંદિર - અમરેલીના નામે ચાલતા લકી ડ્રોની એક લોભામણી જાહેરાત જોઈ હતી. જેમાં માત્ર 199ની કુપન ખરીદીને વિવિધ આકર્ષક ઇનામો જીતવાની ઓફર કરવામાં આવી હતી. યુવરાજસિંહે જાહેરાત પર આપેલી લિંક દ્વારા વોટ્સએપ પર સંપર્ક કરી 199 ચૂકવીને 51551 નંબરની કુપન ખરીદી હતી.તેને 'સ્પ્લેન્ડર પ્લસ' બાઈક લાગ્યું છે. કિશોરને શંકા જતાં તેણે ફ્રોડ અંગે પૂછપરછ કરી હતી. પરંતુ સાયબર ઠગોએ વિશ્વાસ સંપાદિત કરવા માટે એક આધાર કાર્ડનો ફોટો, ગેરેજ (ઉમીયા હીરો વર્કશોપ, મહેસાણા)નો ફોટો તેમજ કિશોરના નામે બનાવેલું બનાવટી બાઈકનું બિલ વોટ્સએપ પર મોકલી આપ્યું હતું, જે બાદ રૂપિયા પડાવી લીધા હતા. જે મામલે દયાપર પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે પ્રક્રિયા ફી બાદ નાણાં પરત મેળવવાની લાલચ વિશ્વાસમાં આવ્યા બાદ ગઠિયાઓએ જીએસટી વેરીફિકેશન, ચાર્જ અને પ્રોસેસિંગ ફીના નામે યુવરાજસિંહ પાસેથી અલગ-અલગ યુપીઆઈ આઈડી પર નાણાં મગાવવાનું શરૂ કર્યું હતું.શરૂઆતમાં 13 હજાર ટ્રાન્સફર કર્યા બાદ, “તમારા અગાઉના નાણાં અટકી ગયા છે, જો તે પરત મેળવવા હોય તો બીજા રૂપિયા ટ્રાન્સફર કરવા પડશે” તેમ કહીને તબક્કાવાર હરિલાલ કુમાર, રામધીર કુમાર, પેરીકા વેંકટ રમણા, વિકાસ કુમાર, ગૌરવ કુમાર, શાહજહાં અંસારી, દિલિપ સિંહ અને નુરા બાનું વગેરેના નામે બનાવેલા અલગ-અલગ ક્યુઆર કોડ અને યુપીઆઈ આઈડી પર 13 થી 15 સપ્ટેમ્બર દરમિયાન રૂપિયા 1,85,500 ટ્રાન્સફર કરાવી લીધા હતા.
    Click here to Read More
    Previous Article
    રૂમમાં ગાદલા નીચે અને કબાટમાંથી 90 ગ્રામના દાગીના ઉઠાવ્યા હતા:શિરવા ગામમાં 9 લાખના મંગળસૂત્ર ચોરી કરનાર 2 મહિલા પકડાઈ
    Next Article
    દેવળિયા ગામે સફાઈ કામગીરી કરાઈ:DDOએ અંજારના ગામડાઓમાં કામગીરીની સમીક્ષા હાથ ધરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment