Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રૂમમાં ગાદલા નીચે અને કબાટમાંથી 90 ગ્રામના દાગીના ઉઠાવ્યા હતા:શિરવા ગામમાં 9 લાખના મંગળસૂત્ર ચોરી કરનાર 2 મહિલા પકડાઈ

    6 hours ago

    માંડવી તાલુકાના શિરવા વાડી વિસ્તારમાં એક રહેણાંક મકાનને નિશાન બનાવી રૂપિયા 9 લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરનાર બે મહિલા આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, શીરવા વાડી વિસ્તારમાં રહેતા અને ખેતીકામ કરતા હીરજી લાલજી હાલાઇના ઘરે આ બનાવ બન્યો હતો.જે ગુનામાં પોલીસે માનકુવાની આરોપી કુસુમબેન નારણ વારસાણી અને ભુજની મુમતાઝ લિયાકતઅલી ઉન્નડને ઝડપી લીધી છે. આરોપી મહિલાઓ ખેડૂતના ઘરે ‘લગ્ન માટે છોકરો જોવા’ના બહાને આવી હતી. ઘરના સભ્યોને વાતોમાં પરોવી નજર ચૂકવીને આ મહિલાઓ રૂમમાં પ્રવેશી હતી. તસ્કરોએ ફરિયાદીની પત્નીના રૂમમાં ગાદલા નીચે રાખેલું એક સોનાનું મંગળસૂત્ર તથા તેમની વહુના રૂમમાં આવેલા લોખંડના કબાટમાંથી બીજું એક સોનાનું મંગળસૂત્ર મળી કુલ 90 ગ્રામ વજનના દાગીના તફડાવી લીધા હતા. બન્ને મહિલા આરોપી પોલીસ ચોપડે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી માંડવી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર સી.વાય. બારોટ અને તેમની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી પોલીસે ટૂંક સમયમાં જ બંને આરોપી મહિલાઓની ધરપકડ કરી લીધી છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે પકડાયેલી બંને મહિલાઓ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પોલીસ ચોપડે ચડી ચૂકેલી રીઢા ગુનેગાર છે. જેની સામે ભુજ શહેર એ,બી અને માનકુવા પોલીસ મથકે ગુના નોધાયેલા છે.
    Click here to Read More
    Previous Article
    शनि चालीसा | Shani Chalisa
    Next Article
    અમરેલીના મંદિરના નામે લકી ડ્રોની લોભામણી જાહેરાત:મોટી છેરમાં 17 વર્ષના કિશોર સાથે 1.85 લાખની સાયબર ઠગાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment