Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બ્રાન્ડેડ કંપનીના એન્જીન ઓઈલના નામે લુઝ ઓઈલ પધરાવી દેવાનો ગોરખધંધો:મશીન સહિત રૂ.1.68 લાખનો મુદામાલ જપ્ત, કુંભારવાડા બાનુબેનની વાડી વિસ્તારમાં LCBનો દરોડો

    2 days ago

    ભાવનગરમાં શહેરના કુંભારવાડા વિસ્તારમાં એલસીબી ટીમે બાતમીના આધારે દરોડો પાડી ખુલ્લા પ્લોટમાં ચાલતા બ્રાન્ડેડ કંપનીના એન્જીન ઓઈલના નામે લુઝ ઓઈલ પધરાવી દેવાના ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો જેમાં જુદી જુદી કંપનીના ઓઈલ, સ્ટીકર, ઢાંકણા અને ઓઈલ ભરવાના મશીન સહિત 1.68.920નો મુદામાલ જપ્ત કર્યો હતો. જ્યારે એલસીબીની રેડ દરમિયાન બે શખ્સ સ્થળ પર હાજર મળી આવ્યા હતાં. લૂઝ ઓઈલમાંથી બ્રાન્ડેડ કંપનીના ઓઈલ બનાવી વેચાણનો ગોરખધંધો આ અંગે એલસીબી કચેરીથી મળતી વિગતો અનુસાર ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન બાતમી મળેલી કે, અમિત બચુભાઈ દવે તથા નિકુંજ શાંતિભાઈ બારૈયા ભાવનગરમાં આવેલી પોતાના કબજા ભોગવટાના પ્લોટમાં ગેરકાયદેસર રીતે લુઝ ઓઈલમાંથી બ્રાન્ડેડ કંપનીના ઓઈલ બનાવી વેચાણ કરતા હોવાની અને હાલ તેની પ્રવૃત્તિ ચાલુ છે. જે બાતમીવાળી જગ્યાએ પોલીસે તપાસ કરતાં અમીતભાઈ દવે, નિકુંજભાઈ શાંતિલાલ બારૈયા હાજર મળી આવ્યા હતા. મશીન વડે મોટા ટીપણાંમાથી 900 ML લુઝ ઓઈલ બોટલમાં ભરતા એલસીબીની તપાસ દરમિયાન બન્ને શખસો બહારથી લુઝ ઓઈલ મંગાવીને ઈલેક્ટ્રીક મશીન વડે મોટા ટીપણાંમાથી 900 ML લુઝ ઓઈલ બોટલમાં ભરી, કાઉન્ટર ટેબલ ઉપર ઢાંકણા ઉપર સીલ મારવાના મશીનથી સીલ મારી, બ્રાન્ડેડ કંપનીના એન્જીન ઓઈલના સ્ટીકર ચોંટાડી બ્રાન્ડેડ કંપનીના એન્જીન ઓઈલ તરીકે વેચાણ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. FSLનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે જ્યારે બનાવ અંગે દિવ્યભાસ્કર સાથે ટેલિફોનિક વાતચીતમાં LCB પીઆઈ વાળાએ જણાવ્યુ હતું કે, હાલ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ દાખલ કરાવામાં આવી છે. તમામ સેમ્પલ લેવામાં આવ્યા છે, જ્યારે એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે તેમ જણાવ્યુ હતું.
    Click here to Read More
    Previous Article
    સ્કૂલની 100 મીટરમાં પ્રતિબંધિત તમાકુ વેચાણ કરનારા 135 એકમોને દંડ:શૈક્ષણિક સંસ્થાઓ પાસે તમાકુ વેચનારા સામે SMCની કાર્યવાહી
    Next Article
    વલસાડમાં ઇનોવા કારમાંથી ₹2.50 લાખનો દારૂ ઝડપાયો:એક મહિલાની ધરપકડ, ચાલક ફરાર; ખોટી નંબર પ્લેટનો ઉપયોગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment