Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્કૂલની 100 મીટરમાં પ્રતિબંધિત તમાકુ વેચાણ કરનારા 135 એકમોને દંડ:શૈક્ષણિક સંસ્થાઓ પાસે તમાકુ વેચનારા સામે SMCની કાર્યવાહી

    2 days ago

    સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમા કાયદાનું ચુસ્ત પાલન કરાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓની 100 મીટરની ત્રિજ્યામાં પ્રતિબંધિત તમાકુ કે તમાકુમાંથી બનાવેલ વસ્તુઓનું વેચાણ કરતા એકમો સામે સપાટો બોલાવવામાં આવ્યો છે. તમાકુ નિયંત્રણ અધિનિયમ-2003ની કલમ 6 અને બ હેઠળ કરવામાં આવેલી આ કાર્યવાહીમાં આજે શહેરના વિવિધ ઝોનમાંથી કુલ 135 એકમો પાસેથી 27,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. અનધિકૃત પ્રવૃત્તિ કરનારાઓ સામે પાલિકાના આકરા પગલાં કાયદાકીય જોગવાઈ મુજબ કોઈપણ શાળા કે કોલેજની 100 મીટરની ત્રિજ્યામાં તમાકુ કે અન્ય પ્રતિબંધિત નશીલા પદાર્થોનું વેચાણ કરવું એ ગંભીર ગુનો છે. આ ઉપરાંત જાહેર માર્ગો પર પ્રતિબંધિત રીતે વેચાણ કે અનધિકૃત પ્રવૃત્તિ કરનારાઓ સામે પણ પાલિકાએ આકરા પગલાં લીધા છે. પાલિકાની ટીમોએ ઓચિંતી તપાસ હાથ ધરીને નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ સામે દંડ વસૂલવાની કામગીરી કરી હતી. આ ઝુંબેશનો હેતુ વિદ્યાર્થીઓને વ્યસનમુક્ત રાખવાનો અને શૈક્ષણિક સંસ્થાઓની આસપાસના વિસ્તારમાં કાયદાનું પાલન કરાવવાનો છે. 135 એકમોને દંડ કરીને રૂ. 27,000નો દંડ વસૂલ્યો વિવિધ ઝોનમાં થયેલી કામગીરીની વાત કરીએ તો, સેન્ટ્રલ ઝોનમાં 19 કેસ કરીને 3,200 રૂપિયાનો દંડ વસૂલાયો હતો. રાંદેર ઝોનમાં પણ 19 એકમો સામે કાર્યવાહી કરી 3,800 રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. કતારગામ ઝોનમાં 17 એકમો પાસેથી 3,400 રૂપિયાનો દંડ લેવાયો હતો. વરાછા-A અને વરાછા-B ઝોનમાં 14-14 એકમો સામે કાર્યવાહી કરીને કુલ 5,700 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. દક્ષિણ સુરતના વિસ્તારોમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઉધના-A ઝોનમાં 16 એકમો પાસેથી 3,200 રૂપિયા અને ઉધના-B ઝોનમાં 10 એકમો પાસેથી 2,000 રૂપિયાનો વહીવટી ચાર્જ લેવાયો હતો. અઠવા ઝોનમાં 14 એકમો સામે 2,900 રૂપિયા અને લિમ્બાયત ઝોનમાં 15 એકમો પાસેથી 3,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો. આમ સમગ્ર શહેરમાં કુલ 135 એકમો સામે કાર્યવાહી કરી 27,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    Editor's View: યુદ્ધની ચપેટમાં દુબઈ:પર્યટન ઠપ થઈ જતાં સન્નાટો, જાયન્ટ કંપનીઓએ ઉચાળા ભર્યા, રિયલ એસ્ટેટમાં પણ ઊથલપાથલ, 20 લાખ ભારતીયોના જીવ અદ્ધર
    Next Article
    બ્રાન્ડેડ કંપનીના એન્જીન ઓઈલના નામે લુઝ ઓઈલ પધરાવી દેવાનો ગોરખધંધો:મશીન સહિત રૂ.1.68 લાખનો મુદામાલ જપ્ત, કુંભારવાડા બાનુબેનની વાડી વિસ્તારમાં LCBનો દરોડો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment