Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor's View: મોદી-ટ્રમ્પની 20 મિનિટની મીટિંગનું સિક્રેટ:યુદ્ધ પૂરું-હવે પેટ્રોલ-ડીઝલ ક્યારે સસ્તાં થશે? ટ્રમ્પે મોદીને કિલર કેમ કહ્યા? ચીનને શું છૂપો મેસેજ? જાણો અંદરની વાતો

    14 hours ago

    અંતે મોદી અને ટ્રમ્પ ફ્રાન્સમાં મળ્યા. પહેલાં મોદીએ ભારત- અમેરિકાના સંબંધની વાત કરી. પછી ટ્રમ્પના વખાણ કર્યા ને ભારતીય નાવિકોની સલામતીની વાતનો મમરો પણ મૂકી દીધો. મોદીએ મિડલ ઈસ્ટમાં શાંતિની વાતને આવકારી... સારું સારું સાંભળીને ટ્રમ્પ રાજી થયા. હવે વારો આવ્યો ટ્રમ્પનો. તેણે સટાયરમાં જે કહેવાનું હતું તે કહી દીધું. મોદી દેખાવમાં રૂડારૂપાળા છે, એન્જલ જેવા છે પણ અંદરથી તે કિલર છે. ટફ નેગોશિયેટર છે. પણ હું મોદી જેવો નથી. ટ્રમ્પે બીટવીન ધ લાઈન્સ એક વાક્ય એવું કહ્યું કે, આ એક વાક્યનું એનાલિસીસ કરીએ તો પણ ઘણા અર્થ નીકળે. ટ્રમ્પે કહ્યું- જ્યાં સુધી મોદી લીડર છે ને એ દરમિયાન ભારત પર હુમલો થાય છે તો અમેરિકા ભારતની મદદ કરશે. અહીં સમજવા જેવી વાત એ છે કે ભારત પર કોણ હુમલો કરી શકે? બે પાડોશી દેશ. ચીન અને પાકિસ્તાન. આ બંને દેશ સાથે અમેરિકાના સંબંધો અત્યારે ભારત કરતાં વધારે સારા છે. એટલે ટ્રમ્પે ઈશારામાં એવું કહી દીધું કે, કાંઈ થશે તો હું જ બચાવી શકીશ. ટ્રમ્પે મોદી સામે પોતાનો હાથ ઉપર રાખ્યો. નમસ્કાર... ફ્રાન્સના એવિયન-લેસ-બેન્સમાં 52મી G7 સમિટ યોજાઈ ગઈ. ભારત જી સેવનનો ભાગ નથી પણ મહેમાન તરીકે મોદીને ફ્રાન્સના રાષ્ટ્રપતિએ બોલાવ્યા હતા. તમને બધાને ખ્યાલ જ હશે કે છેલ્લા કેટલાક સમયથી ભારત અને અમેરિકાના સંબંધોમાં થોડી ખટાશ આવી ગઈ હતી. અમેરિકાએ આપણા પર 50 ટકા જેટલા આકરા ટેરિફ ઝીંકી દીધા હતા. બીજી બાજુ, ઓમાનના અખાતમાં અમેરિકન હુમલામાં આપણા ત્રણ નિર્દોષ ભારતીય ખલાસીઓએ કમનસીબે જીવ ગુમાવ્યો હતો. આ બધા જબરદસ્ત ટેન્શન વચ્ચે મીડિયા સામે આ બંને નેતાઓની લગભગ 20 મિનિટની વાતચીત થઈ. બહારથી જોતા બધું એકદમ નોર્મલ લાગતું હતું, પણ જિયોપોલિટિક્સમાં જે દેખાતું હોય છે તે અસલમાં હોતું નથી. બંને નેતાઓએ એકબીજાને ન કહીને પણ પાંચ કઈ મોટી વાત કહી દીધી તેને બિટવિન્સ ધ લાઈનસ સમજવી છે. ટ્રમ્પે મોદીને કિલર કેમ કહ્યા? ટ્રમ્પે મીડિયા સામે પીએમ મોદીના બહુ જ ખુલ્લા મને વખાણ કર્યા છે. હવે આની અંદરની વાત સમજો. ટ્રમ્પની ભાષામાં કિલર એટલે કોઈ ગુંડો કે ખરાબ માણસ નહીં. કિલર એટલે એવો નેતા જે પોતાના હિત માટે કોઈની પણ સામે ઝુકે નહીં. અમેરિકાના આટલા મોટા દબાણ છતાં ભારતે રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઇલ ખરીદવાનું ચાલુ જ રાખ્યું હતું. ટ્રમ્પ આ વાત બહુ સારી રીતે જાણે છે. આ વખાણ કરીને ટ્રમ્પ આડકતરી રીતે લગભગ એવું પણ કહી રહ્યા હતા કે તમે તમારી દુનિયાના મનસ્વી રાજા હશો પણ અસલી કિંગ તો અમે છીએ. ત્રીજો મતલબ એવો પણ નીકળી શકે કે અમેરિકા જાણે છે કે એશિયામાં ભારત વગર ચીન સામે અમેરિકાનો મેળ પડી શકે એમ નથી. યુદ્ધ થશે તો અમેરિકા ભારતની સાથે ટ્રમ્પે સુરક્ષાને લઈને એક બહુ જ મોટું અને સીધું નિવેદન આપ્યું. આ નિવેદનનો છુપો મેસેજ એવો હોઈ શકે છે કે ચીન અને પાકિસ્તાન તમારી સામે યુદ્ધ કરવાનો કારસો રચી શકે છે, તમે ગમે તેટલું મનમાની કરો પણ ત્યારે તમને અમેરિકાની જરૂર પડશે જ. બીજો મતલબ એવો પણ નીકળી શકે કે ભલે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર બાબતે હજાર વાંધા હોય, પણ જ્યારે સુરક્ષાની અને યુદ્ધની વાત આવશે ત્યારે અમેરિકન આર્મી ભારતની પડખે અડીખમ ઊભી રહેશે. ક્વાડ અને ઈન્ડો-પેસિફિક વિસ્તારમાં અમેરિકા ભારતને પોતાનો ભરોસાપાત્ર સાથી માને છે એવું કહી શકાય. ત્રીજો બીટવીન ધ લાઈન આને એવી રીતે સમજી શકાય કે 2014માં નરેન્દ્ર મોદી સરકારમાં આવ્યા ત્યારથી પાકિસ્તાની મોટા હુમલા ભારતમાં વધ્યા છે. તેના પહેલા તો છેલ્લે 1999માં અટલજી વડાપ્રધાન હતા ત્યારે કારગિલ યુદ્ધ થયું હતું, અને તેના પહેલા 1965માં લાલ બહાદુર શાસ્ત્રી પ્રધાનમંત્રી હતા ત્યારે મોટી સૈન્ય કાર્યવાહી થઈ હતી. તો મોદી સરકાર પોતાની આક્રામક નીતિના કારણે કોઈ એવું પગલું ઉઠાવે કે જેનાથી મોટી અને ગંભીર યુદ્ધ જેવી પરિસ્થિતિ ઉભી થાય તો ત્યારે તમને અમેરિકાની મદદ પડશે. કારણ કે ચીન અને પાકિસ્તાન નામના દુશ્મનો ભારત સામે ફેણ ચઢાવીને જ બેઠા છે. ઉપરથી આપણે સૌ જાણીએ છીએ કે પાકિસ્તાને પોતાના ડિફેન્સ બજેટમાં 18 ટકાનો વધારો કર્યો છે. આ ચીન સામે મોરચો માંડવા તો નહીં જ કર્યો હોય. જ્યારે પીએમ મોદીએ ટ્રમ્પની સામે જ આકરો સવાલ કર્યો, ત્યારે એનો ચોખ્ખો મતલબ એ હતો કે ભારત હવે દુનિયાની સામે સીધો જવાબ માંગતા શીખી ગયું છે. અમેરિકા જેવી સુપરપાવરને પણ પોતાની ભૂલનો અહેસાસ કરાવવો એ ભારતને આવડે છે. ઈસ્લામિક દેશોમાં શાંતિની નવી આશા મોદીએ ઈરાન યુદ્ધ રોકવા માટેના શાંતિ કરાર માટે અમેરિકાના પ્રયાસોના વખાણ કર્યા હતા. આ કહેવાથી ભારત અમેરિકાને પાણીની જેમ ક્લિયર મેસેજ આપવા માગે છે કે લાંબા ગાળાની જિયોપોલિટિક્સમાં અમેરિકાને પાકિસ્તાન નહીં પણ ભારતની સાઈડ જ કામ લાગશે. પાકિસ્તાનને પૈસાની ગરજ છે જ્યારે ભારતને કંઈ ગરજ નથી પણ અમે તમારા સાથે ખભેથી ખભો મિલાવીને વિકાસના કામ કરીશું. છેલ્લે, વેપાર કરારની વાત પરથી એ પણ નક્કી થઈ ગયું કે બંને દેશો જૂના વિવાદોને કોરાણે મૂકીને આગળ વધવા માંગે છે. અમેરિકા અને ઈરાન યુદ્ધમાં કોણ જીત્યું કોણ હાર્યું? હવે આખી વાતનો ટ્રેક બદલીએ. કારણ કે આ જ મીટિંગ પછી તરત અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક બહુ મોટી જાહેરાત કરી દીધી. ઈસ્લામિક દેશોમાં જે 110 દિવસથી ભયંકર યુદ્ધ ચાલતું હતું તેને રોકવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે એક 14-પોઈન્ટનો શાંતિ કરાર થયો છે. આ કરાર પર ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને ડીજીટલ સાઈન પણ કરી દીધી છે. આ કરાર કોઈ સામાન્ય કાગળ નથી, તેણે આખી દુનિયાના રાજકારણને એક નવો વળાંક આપ્યો છે. પણ કોની જીદ કોના પર ભારે પડી તે આપણે 14 પોઈન્ટથી સમજવું પડશે. ઈરાન અને અમેરિકાએ કઈ મુખ્ય શરતો સ્વીકારી છે? આ કરારમાં 300 અબજ ડોલરના પુનર્નિર્માણ ફંડની પણ મોટી વાત છે. ઉપરથી ચીને પણ ઈરાન અને લેબનોનને ફરી ઊભું કરવા મદદની જાહેરતા કરી છે. હવે તમે વિચારતા હશો કે આમાં આખરે જીત્યું કોણ? અમેરિકા કે પછી ઈરાન? તો ચાલો આપણે એ પણ સમજીએ. યુદ્ધ બાદ કોણ મોટું થયું? ઈરાન કે અમેરિકા? સીધી અને સાદી રીતે આ બધા જ મુદ્દાઓને જોઈએ તો એ વાત ક્રિસ્ટલ ક્લિયર દેખાય છે કે કરાર મુજબ ઈરાનની જીદ જીતી ગઈ છે. અમેરિકાને પોતાની મજબૂરીઓના કારણે નમતું જોખવું પડ્યું છે. પણ એવું કઈ રીતે? એ પણ સમજીએ… સૌથી પહેલી વાત તો એ છે કે ઈરાને લેબનોનનો મુદ્દો કરારમાં બળજબરીથી રખાવ્યો. આનાથી ઈરાને પોતાના સૌથી ખાસ અને પ્રોક્સી સંગઠન હિઝબુલ્લાહને ખતમ થતું બચાવી લીધું. ઈઝરાયેલ આનો સખત વિરોધ કરતું હતું, એને જરાય પોસાય એમ નહોતું છતાં ઈરાની જીદના કારણે અમેરિકાએ ઝૂકવું પડ્યું અને લેબનોનમાં પણ યુદ્ધવિરામ માનવો પડ્યો. હિઝબુલ્લાહના નેતાઓએ પણ આને પોતાનો મહાન વિજય ગણાવ્યો છે. બીજી બાજુ, જે ઈરાન પર અત્યાર સુધી ખૂબ જ કડક આર્થિક પ્રતિબંધો હતા, તેને હવે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ વેચવાની સીધી છૂટ મળી ગઈ છે. તેના વિદેશોમાં ફ્રીઝ થયેલા અબજો ડોલર હવે તેને પાછા મળશે અને દેશના વિકાસ અને પુનર્નિર્માણ માટે ઓછામાં ઓછું 300 અબજ ડોલરનું બીજું મોટું ફંડ પણ મળી શકે એમ છે. એટલું જ નહીં, અમેરિકાએ તો એવી જીદ પકડી હતી કે ઈરાનનો પરમાણુ અને મિસાઈલ કાર્યક્રમ સાવ બંધ જ કરાવવો છે. પણ નવાઈની વાત એ છે કે આ શાંતિ કરારમાં ઈરાનના મિસાઈલ પ્રોગ્રામને લઈને કોઈ જ રોકટોક નથી. ઈરાન ન્યૂક્લિયર અખતરા તો ચાલુ જ રાખશે બસ હથિયારો નહીં બનાવી શકે. ઈરાને શરત મનાવી લીધી કે યુરેનિયમ એ દેશની બહાર નહિ મોકલે પણ દેશમાં જ ડાઉન-બ્લેન્ડ કરશે. અમેરિકાએ કેમ હથિયાર હેઠા મૂક્યા? હવે સવાલ એ થાય કે આટલી મોટી મહાસત્તા અમેરિકાએ ઈરાન સામે કેમ શરણાગતિ સ્વીકારી લીધી? ટ્રમ્પે ફેબ્રુઆરીમાં યુદ્ધ ચાલુ કર્યું ત્યારે તો ઈરાનની સરકાર પાડી દેવાની મોટી મોટી વાતો કરી હતી. આની પાછળનું સૌથી મોટું કારણ અમેરિકાનું પોતાનું અર્થતંત્ર છે. ટ્રમ્પે પોતે મીડિયા સામે કબૂલાત કરી છે કે જો તેમણે આ કરાર ન કર્યો હોત, તો દુનિયામાં એક ભયંકર વૈશ્વિક આર્થિક મંદી એટલે કે વર્લ્ડવાઇડ ડિપ્રેશન આવી ગયું હોત. યુદ્ધના કારણે હોર્મુઝ સામુદ્રધુનું જલડમરું સાવ બંધ થઈ ગયું હતું. આ એ જળમાર્ગ છે જેમાંથી આખી દુનિયાનું 20-22 ટકા ક્રૂડ તેલ અને ગેસ પસાર થાય છે. જહાજો અટવાઈ પડ્યા એટલે ક્રૂડ ઓઇલના ભાવ 100 ડોલરની ઉપર પહોંચી ગયા હતા અને 130 ડોલર સુધી જવાની બીક હતી. અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી આવી રહી છે. જો પેટ્રોલના ભાવ આસમાને પહોંચી જાય અને સ્થાનિક મોંઘવારી બેકાબુ વધે, તો ટ્રમ્પને સીધો ચૂંટણીમાં ફટકો પડે. ટ્રમ્પ માટે આ રાજકીય આપઘાત કરવા સમાન હતું. એટલે દુનિયાને અને ખાસ કરીને પોતાના દેશને આર્થિક મંદીથી બચાવવા માટે અમેરિકાએ ઈરાનની લગભગ બધી જ મોટી શરતો સ્વીકારી લીધી. અમેરિકાએ આર્થિક તબાહી તો ટાળી દીધી, પણ આ ગેમમાં ઈરાન મોટો ખેલાડી બનીને બહાર આવ્યું. ઈરાને દુનિયાની સપ્લાય ચેઈનને બાનમાં લઈને અમેરિકા પાસે શરણાગતિ સ્વીકારાવી છે. આ રીતે પશ્ચિમ એશિયામાં એક નવો ઈતિહાસ લખાયો છે. પણ સવાલ થાય કે ટ્રમ્પ મોદી જોડે વાતો કરે અને યુદ્ધ રોકે તો તેનાથી આપણે શું? આપણને શું ક્યારે અને કેટલો ફાયદો થાય? આપણા ખિસ્સા પર શું અસર પડે? તો જવાબ છે કે યુદ્ધ રોકાવાથી ક્રૂડ ઓઇલના 98-88 ડોલર પ્રતિબેરલથી ઘટીને 77 ડોલર પ્રતિ બેરલ સુધી ઘટ્યા છે. ક્રુડ ઓઈલના ભાવ ઓછા હતા ત્યારે ચાર વર્ષ દમ મારીને નફો કમાવ્યા પછી ભારત સરકારે હજુ પણ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડ્યા નથી. ઉપરથી રોજ 1600 કરોડનું નુકસાન થાય છે તેવા રોદણા રોયા, તેના પહેલા નફો થતો હતો તે વાત તો છૂપી જ રાખી. તો હવે સવાલ થાય કે યુદ્ધ પૂરું થઈ ગયું છે, ક્રુડના ભાવ પણ ઘટ્યા છે તો આપણા દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ક્યારે ઘટશે? ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો કડાકો જ્યારે ઈસ્લામિક દેશોમાં યુદ્ધ એકદમ ચરમસીમા પર હતું અને હોર્મુઝની સામુદ્રધુનું જલડમરું એકદમ બંધ હતું, ત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ 98-99 ડોલર પ્રતિ બેરલની આસપાસ ભડકે બળતું હતું. પણ 17 જૂને જેવી શાંતિ કરારની જાહેરાત થઈ, કે તરત જ બજારમાં 15 થી 16 ટકાનો મોટો કડાકો બોલી ગયો. ક્રૂડ સીધું 77 ડોલરે આવીને ઊભું રહી ગયું. અત્યારના લેટેસ્ટ રિપોર્ટ એવું કહે છે કે જુલાઈના અંત સુધીમાં દુનિયામાં આખો તેલનો સપ્લાય એકદમ નોર્મલ થઈ જશે. ભારતમાં પેટ્રોલ-ડીઝલ ક્યારે સસ્તું થશે? તમને યાદ હોય તો મે મહિનામાં જ્યારે ક્રૂડ મોંઘું હતું, ત્યારે સરકારે પેટ્રોલ અને ડીઝલમાં લગભગ સાડા સાત રૂપિયાનો જંગી વધારો ઝીંકી દીધો હતો. નૈતિક રીતે જોઈએ તો ક્રૂડ 77 ડોલરે આવ્યું એટલે સરકારે તાત્કાલિક ભાવ ઘટાડવા જોઈએ. પણ ત્યારે નહોતા ઘટાડ્યા. ઉપરથી જનતા પાસેથી સસ્તા ક્રુડથી મોંઘુ પેટ્રોલ વેચીને બેફામ લૂંટ ચલાવી હતી. માની લોક કે યુદ્ધ દરમિયાન સરકારી તેલ કંપનીઓને નુકસાન સહન કરવાનો વારો આવ્યો તો તે તો ખાલી ને ખાલી ત્રણથી સાડા ત્રણ મહિના જ. તેના પહેલા તો મોજથી નફો થઈ રહ્યો હતો, થોડા મહિનામાં નુકસાન સહન કર્યું તો તેની અંડર રિકવરી કેટલો સમય હજુ કરાશે? કે હજુ પણ સસ્તા ક્રુડમાં નફો કમાવીને ગ્રાહકના ખિસ્સાને કાપી જ લેવો છે? જનતાની માગ છે કે અંડર રિકવરીના રોદણા બંધ કરીને થોડી નૈતિકતા દાખવીને જનતાને સસ્તા ક્રુડમાં સસ્તા ભાવે પેટ્રોલ ડીઝલ વેચો. ભાવ ઘટાડવા માટે હવે નવા રાજ્યમાં ઈલેક્શન અને બાય ઈલેક્શનની રાહ જોવી પડશે? સોના-ચાંદીના બજારનો ગજબ વિરોધાભાસ હવે સોના-ચાંદીના બજારની એક બહુ જ ઈન્ટ્રેસ્ટિંગ વાત સમજો. બજારનો સામાન્ય નિયમ એવો છે કે જ્યારે દુનિયામાં યુદ્ધ ફાટી નીકળે ત્યારે ડરના માર્યા લોકો સોનું ખરીદે અને ભાવ વધે. અને જ્યારે શાંતિ થાય ત્યારે સોનું ઘટે. પણ જૂન 2026માં સાવ ઊલટું જ જોવા મળ્યું. શાંતિ કરાર થયો છતાં ભારતમાં 10 ગ્રામ સોનું દોઢ લાખ રૂપિયાને પાર કરી ગયું છે. ચાંદી પણ 2.65 લાખે પહોંચી ગઈ. આવું કેમ થયું? એક્સપર્ટ્સ આને ધ પીસ ડિવિડન્ડ પેરાડોક્સ કહે છે. વાત એમ છે કે ક્રૂડ સસ્તું થયું એટલે દુનિયાને અને ખાસ કરીને અમેરિકાને લાગ્યું કે હવે તેમની મોંઘવારી ફટાફટ ઘટશે. જો મોંઘવારી ઘટે તો અમેરિકાની મધ્યસ્થ બેંક વ્યાજદર ઘટાડશે. અને બજારનો નિયમ છે કે વ્યાજ ઘટે એટલે ડોલર નબળો પડે અને રોકાણકારો સોના તરફ દોડે. 17 જૂનનો મોટો ધબડકો પણ બજારની આ ઊલટી ખુશી બહુ લાંબી ના ટકી. 17 જૂને અમેરિકાની ફેડરલ રિઝર્વની મીટિંગ મળી અને તેના ચેરમેને બહુ કડક શબ્દોમાં કહી દીધું કે હજુ મોંઘવારી કાબુમાં નથી આવી એટલે વ્યાજદર ઘટશે નહિ, ઊલટાના કદાચ વધશે. આ હોકિશ નિવેદન આવતાની સાથે જ રોકાણકારોના જીવ તાળવે ચોંટી ગયા. લોકોએ ડરના માર્યા ફટાફટ નફો બાંધવાનું શરૂ કરી દીધું. જેના લીધે એક જ દિવસમાં 10 ગ્રામ સોનામાં 4,800 રૂપિયા અને 1 કિલો ચાંદીમાં 5,300 રૂપિયાનો તોતિંગ ઘટાડો જોવા મળ્યો અને બજાર સીધું નીચે પટકાયું. હવે આપણે એ સમજવાનું છે કે આ બધી જીઓગ્રાફિકલ અને પોલિટિકલ ગેમ્સનું ફાઇનલ પરિણામ શું આવશે? ભવિષ્યમાં દુનિયાનો નકશો કેવો દેખાશે? અને સૌથી મોટી વાત, આપણા ભારત દેશને અને સામાન્ય માણસને આમાંથી લાંબા ગાળે કેટલો મોટો ફાયદો કે નુકસાન થશે. વિશ્વના બદલાતા સમીકરણો અને ભારત આ 52મી G7 સમિટ અને અમેરિકા-ઈરાન વચ્ચે થયેલા કરાર પરથી એક વાત તો દીવા જેવી સાફ થઈ ગઈ છે કે હવે દુનિયામાં કોઈ એક દેશની એટલે કે અમેરિકાની દાદાગીરી બહુ લાંબો સમય ચાલવાની નથી. અત્યાર સુધી દુનિયા યુનિપોલર સિસ્ટમમાં ચાલતી હતી, એટલે કે માત્ર અમેરિકાના ઈશારે જ બધું થતું હતું. પણ હવે દુનિયા મલ્ટી પોલર સિસ્ટમમાં ફેરવાઈ ગઈ છે. અમેરિકાની તાકાત અને સત્તા હવે તેની પોતાની અંદરની ઈકોનોમિક મજબૂરીઓના કારણે સાવ લિમિટેડ થઈ ગઈ છે. ઈરાન જેવા એક નાનકડા દેશ સામે મહાસત્તા અમેરિકાએ ઝૂકવું પડ્યું, તે આ વાતનો સૌથી મોટો અને નક્કર પુરાવો છે. બીજી બાજુ, આપણા ભારત દેશ માટે આ બદલાતી દુનિયા એક બહુ જ મોટી અને સોનેરી તક લઈને આવી છે. ભારત હવે અમેરિકા કે રશિયા કોઈની પણ છાવણીમાં ગયા વિના, દુનિયામાં બેલેન્સ જાળવવાનું કામ કરી શકે છે. દુનિયાને ખબર પડી ગઈ છે કે ભારત હવે વૈશ્વિક વ્યવસ્થામાં બેલેન્સર બની ચૂક્યું છે. દેશની તિજોરીને સીધો અને મોટો ફાયદો હવે વાત કરીએ સીધી અર્થતંત્રની અને પૈસાની બચતની. હોર્મુઝની સ્ટ્રેટ ખુલવાથી દુનિયાભરના જહાજો ફરીથી દરિયો ચીરતા થયા છે. આનાથી ગ્લોબલ સપ્લાય ચેઇનને જાણે એક નવો ઓક્સિજન મળી ગયો છે. ભારત માટે આ એક ખૂબ જ સારા સમાચાર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનો ભાવ 77 ડોલરની આસપાસ સ્થિર રહેવાથી ભારતનું ઈમ્પોર્ટ બિલ સીધું જ ઘટી જશે. આપણે દર વર્ષે બહારથી પેટ્રોલિયમ પેદાશો મંગાવવા પાછળ જે અબજો ડોલર ખર્ચવા પડે છે, તેમાં દેશને બહુ મોટી બચત થવાની છે. વિદેશી હૂંડિયામણ એટલે કે ડોલર બચશે એટલે આપણો રૂપિયો ડોલર સામે આપોઆપ મજબૂત થશે. તમને જાણીને ખુશી થશે કે આ શાંતિ કરાર પછી હમણા જ આપણો રૂપિયો મજબૂત થઈને 94.22 પ્રતિ ડોલરની આસપાસ આવી ગયો છે. અગાઉ રૂપિયા ડોલર સામે ભયાનક રીતે તૂટી પડ્યો હતો. એટલે આપણે વિદેશથી આવતી કોઈ પણ વસ્તુ, પછી તે મોબાઈલ હોય, ઈલેક્ટ્રોનિક્સ હોય કે ખેડૂતો માટેનું ખાતર હોય, બધું જ દેશમાં સસ્તું પડે અને સરવાળે મોંઘવારીમાં મોટો ઘટાડો થાય. એક લીટીમાં આખી કવિતાનો સાર કાઢીએ તો, સાત સમંદર પાર પર્શિયન ગલ્ફમાં જો કોઈ એક બોમ્બ પડે કે એક જહાજ રોકાય, તો તેની સીધી અસર ભારતના રિટેલ ફુગાવા પર અને તમારા ઘરના કરિયાણા પર પડે છે. એક જમાનો હતો જ્યારે આપણને એમ થતું કે ભલેને અમેરિકા કે ઈરાન બાખડતા, આપણને શું ફેર પડે? પણ હવે એવું જરાય નથી રહ્યું. ભવિષ્યમાં પણ આ બધા જટિલ વૈશ્વિક સમીકરણો પર ચાંપતી નજર રાખવી ખૂબ જ જરૂરી બની જાય છે. અને છેલ્લે.... અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ કરાર ફ્રાન્સના પેલેસ ઓફ વર્સેલ્સમાં થયો. આ પેલેસમાં જ 107 વર્ષ પહેલાં 1919માં થયેલી વર્સેલ્સની સંધિએ બીજા વિશ્વ યુદ્ધનાં બીજ રોપ્યાં હતાં. કારણ કે હાર બાદ જર્મનીને બહુ નુકસાન વેઠવું પડ્યું અને અન્યાયનો બદલો લેવા હિટલરે જર્મનીને ઉશ્કેર્યું હતું. એટલે વર્સેલ્સનો પેલેસ એકવાર બુંધિયાળ સાબિત થઈ ચૂક્યો છે. હવે આ પીસ ડીલથી દુનિયામાં શાંતિ આવશે કે ઈતિહાસનું ફરી પુનરાવર્ત થશે એ જોવાનું રહેશે. સોમવારથી શુક્રવાર, રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ અને એનાલિસિસ: સમીર પરમાર | Samir Parmar)
    Click here to Read More
    Previous Article
    ફિફા વર્લ્ડ કપ- મેક્સિકો સામે ક્યારેય નથી જીત્યું સાઉથ કોરિયા:ટુર્નામેન્ટમાં ત્રીજી વાર ટક્કર થશે; આજે રાતે ચેકિયા અને સાઉથ આફ્રિકાની ટક્કર
    Next Article
    Editor's View: મોદી-ટ્રમ્પની 20 મિનિટની મીટિંગની સિક્રેટ વાત:યુદ્ધ કોણ જીત્યું? પેટ્રોલ-ડીઝલના ભાવ ક્યારે ઘટશે? ટ્રમ્પે મોદીને કિલર કેમ કહ્યા? ચીનને શું છૂપો મેસેજ? જાણો અંદરની વાતો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment