Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અનોખી પહેલ‎:કડીયાદરામાં 167 મહિલાઓએ મેમોગ્રાફી સહિત સર્વાઇકલ કેન્સર માટે તપાસ કરાવી

    1 day ago

    ગુજરાતમાં પ્રતિ દિવસ સરેરાશ 719 જિંદગીઓ વિવિધ પ્રકારના કેન્સરના મુખમાં હોમાઈ જાય છે. જ્યારે વ્યક્તિ આ બીમારીની ઝપટમાં આવે છે, ત્યારે શારીરિક પીડાની સાથે સારવારનો અસહ્ય આર્થિક બોજ આખા પરિવારને પાયમાલ કરી દે છે. લાચારી અને ભયના આ અંધકાર સામે લડવા માટે 42 ગોળ આંજણા પાટીદાર સમાજ દ્વારા ગુજરાત રાજ્ય કેન્સર નિદાન સિવિલ હોસ્પિટલના સહયોગથી કડિયાદરા ખાતે સઘન તપાસ શિબિર યોજવામાં આવી હતી. સામાન્ય રીતે સર્વાઇકલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર (મેમોગ્રાફી) અને મોઢાના કેન્સરના નિદાન પાછળ અંદાજે ₹6,000 જેટલો મોટો ખર્ચ થાય છે, જે મધ્યમ વર્ગના પરિવાર માટે મુશ્કેલ હોય છે. પરિણામે સમયસર તપાસ ન થતાં રોગ જીવલેણ તબક્કે પહોંચી જાય છે. આ ગંભીરતા સમજી સમાજે પોતાની નૈતિક જવાબદારી સ્વીકારી માત્ર ₹1,000ના નજીવા ટોકન દરે આ તપાસ શરૂ કરાવી છે. પ્રથમ દિવસે 167 મહિલાઓની તપાસ કરાઈ હતી, જેમાં 136 સર્વાઇકલ કેન્સર, 17 મેમોગ્રાફી અને 14 મોઢાના કેન્સરની તપાસનો સમાવેશ થાય છે. આ રિપોર્ટના કારણે આગામી ત્રણ વર્ષ સુધી તેમના સ્વાસ્થ્યની સુરક્ષા અને દેખરેખ સુનિશ્ચિત બનશે.
    Click here to Read More
    Previous Article
    SQAAF માળખા અંતર્ગત મામ શાળાઓમાં સ્વ-મૂલ્યાંકન પ્રક્રિયા શરૂ કરાઈ:શાળાના સર્વાંગી વિકાસ માટે દૈનિક લેસન પ્લાનથી લઈને CCE રજિસ્ટર સુધીના પુરાવાઓ અનિવાર્ય
    Next Article
    ભાસ્કર ખાસ:45 દિવસના આંદોલન બાદ પંચાયત અને મહેસૂલ તલાટીઓનો જોબચાર્ટ જાહેર, કામની સીમા સ્પષ્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment