Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SQAAF માળખા અંતર્ગત મામ શાળાઓમાં સ્વ-મૂલ્યાંકન પ્રક્રિયા શરૂ કરાઈ:શાળાના સર્વાંગી વિકાસ માટે દૈનિક લેસન પ્લાનથી લઈને CCE રજિસ્ટર સુધીના પુરાવાઓ અનિવાર્ય

    एक दिन पहले

    સાબરકાંઠા સહિત રાજ્યની શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા વધારવા માટે SQAAF અંતર્ગત સ્વ-મૂલ્યાંકન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 31 ઓગસ્ટ સુધી ચાલનાર આ મૂલ્યાંકનમાં 6 ક્ષેત્રો અને 211 માપદંડો હેઠળ શાળાઓએ દૈનિક લેસન પ્લાન અને CCE રજિસ્ટર જેવા દસ્તાવેજી પુરાવા રજૂ કરી સર્વાંગી વિકાસની સાબિતી આપવી અનિવાર્ય છે. સાબરકાંઠા સહિત ​રાજ્યની સરકારી તેમજ અન્ય શાળાઓમાં શિક્ષણનું સ્તર, વહીવટી કાર્યક્ષમતા અને ભૌતિક સુવિધાઓની ગુણવત્તા વધારવાના ઉદ્દેશ્યથી શાળા ગુણવત્તા મૂલ્યાંકન અને આશ્વાસન માળખાં SQAAF અંતર્ગત તમામ શાળાઓમાં સ્વ-મૂલ્યાંકન ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લાની તમામ સરકારી, અનુદાનિત તેમજ ખાનગી શાળાઓને લાગુ કરવામાં આવેલ છે. પ્રાથમિક શાળાઓનું સ્વમૂલ્યાંકન તા. 17-8-2026થી તા. 31-08-2026 સુધીમાં પૂર્ણ કરવાનું રહેશે. આ સમગ્ર મૂલ્યાંકન પ્રક્રિયા 6 મુખ્ય ક્ષેત્રો અને 211 માપદંડોના આધારે કરવામાં આવશે. શાળાઓએ પોતાની કામગીરી અને ગુણવત્તા સાબિત કરવા માટે શૈક્ષણિક, વહીવટી અને ભૌતિક સુવિધાઓના દસ્તાવેજી પુરાવા રજૂ કરવાના રહેશે. સ્વ-મૂલ્યાંકન માટે પુરાવા રજૂ કરવાના રહેશે વહીવટી દસ્તાવેજોમાં શાળા વ્યવસ્થાપન સમિતિની મિનિટસ બુક, સ્કૂલ ડેવલપમેન્ટ પ્લાન અને સ્ટાફ પ્રોફાઈલ. ​ભૌતિક સુવિધાના પુરાવામાં વર્ગખંડો, પ્રયોગશાળા, પુસ્તકાલયના ઉપયોગના રજિસ્ટર તથા પીવાના પાણી અને સ્વચ્છતા સંબંધિત પ્રમાણપત્રો, ​સર્વાંગી પ્રવૃત્તિઓના પુરાવામાં રમતગમત, સાંસ્કૃતિક સ્પર્ધાઓના ફોટા-પ્રમાણપત્રો અને વિદ્યાર્થીઓના હેલ્થ ચેકઅપ રેકોર્ડ રજૂ કરવાના કરવાના રહેશે.
    Click here to Read More
    Previous Article
    ગણેશોત્સવ પૂર્વે જિલ્લામાં ડીજે વગાડવા અંગે જાહેરનામું:પંચ.માં 18 ઓગસ્ટથી 17 ઓકટોબર સુધી રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી DJ પર સંપૂર્ણ પ્રતિબંધ
    Next Article
    અનોખી પહેલ‎:કડીયાદરામાં 167 મહિલાઓએ મેમોગ્રાફી સહિત સર્વાઇકલ કેન્સર માટે તપાસ કરાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment