Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    165 રૂપિયા માટે ગ્રાહકની 10 વર્ષ કાનૂની લડત:5 KG તુવેર દાળની કિંમત કરતાં વેપારીએ વધુ પૈસા લેતાં મામલો ગ્રાહક કોર્ટમાં પહોંચ્યો, 50 હજારનો દંડ

    1 day ago

    ગ્રાહકોની વ્યાખ્યામાં નાના માણસથી માંડીને મોટા-મોટા ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ વગેરે આવી જાય છે, પરંતુ ગ્રાહકો સાથે થતી લૂંટ અટકાવવા માટે સરકારના પ્રયત્નો પણ ટૂંકા પડતાં હોય તેવું દેખાય છે. ઘણી વાર વસ્તુની કિંમત કરતા વેપારીઓ વધુ પૈસા લેતા હોય છે, જેમાં મહત્તમ ગ્રાહકો માથાકૂટ કરવાનું ટાળે છે, જેના કારણે જ ગ્રાહકો સાથે થતી લૂંટ સતત વધતી જાય છે. આ વચ્ચે અમદાવાદમાં કઈક અલગ જ કિસ્સો માસે આવ્યો છે. 5 કિલો તુવેર દાળની એમ.આર.પી. કરતાં વેપારીએ ગ્રાહક પાસેથી વધુ રકમ લેતા તે ગ્રાહકે કોર્ટમાં કેસ કર્યો હતો. 156 રૂપિયા રકમ બહુ નાની હતી, પરંતુ ગ્રાહક જાગૃત હોવાથી કાનૂની લડત આપી હતી. આ લડત એક-બે વર્ષ નહીં પરંતુ દસ વર્ષ સુધી ચલાવી હતી. છેવટે તાજેતરમાં જ ગ્રાહક કોર્ટે વેપારીને 50 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સાથે જ ગ્રાહકને 156 રૂપિયાના 7 ટકા વ્યાજ લેખે વળતર આપવા હુકમ કર્યો છે. વેપારીએ 5 કિલોના પેકિંગમાં રૂ.165 વધારાના વસૂલ કર્યા હતા આ કેસની વિગત એવી છે કે, ફરિયાદી ગ્રાહક શશીકાંત એ. રાવલે અમદાવાદના કાલુપુર વિસ્તારના કબૂતરખાનાના જથ્થાબંધ વેપારી મેઘરાજ નાનકરામ ઓમ પાસેથી પાંચ કિલો અંગુર તુવેર દાળ પેકિંગમાં ખરીદી હતી. પેકિંગ ઉપર છાપવામાં આવેલી M.R.P. રૂ.675 હોવા છતાં વેપારીએ શશીકાંત પાસેથી રૂ.840ની વસુલાત કરી હતી. વેપારીએ તુવેરની દાળમાં કિલોદીઠ રૂ.33 વધારે વસુલ કરી પાંચ કિલોના પેકિંગમાં રૂ.165 વધારાના વસુલ કર્યા હતા. આ મામલે શશીકાંતએ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખ મારફતે ગ્રાહક સુરક્ષા ધારા અન્વયે ઉત્પાદક અને વેપારી સામે ગ્રાહકની સાથે અનફેર ટ્રેડ પ્રેક્ટીસ આચરવા સબબ રૂ.1,50,000 કન્ઝયુમર વેલફેર ફંડમાં વેપારી જમા કરાવે અને ફરિયાદી ગ્રાહકને અલગથી વળતર આપે તેવી દાદ માગી હતી. વેપારીએ પ્રથમ ભૂલ હોવાનું અને ફરિયાદ રદ કરવા માગ કરી હતી આ કેસ ચાલી જતા વેપારીએ શરતચૂકથી વધારે રકમ વસુલ કરી હોવાનો જવાબ આપી પોતાનો બચાવ કર્યો હતો. એટલું જ નહીં બલ્કે પ્રથમ ભૂલ હોવાથી માફ કરવા અને ફરિયાદ રદ કરવા વિનંતી કરી હતી. તેની સામે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે ગ્રાહક કમિશન સમક્ષ દલીલો કરીને રજૂઆત કરી હતી કે, વેપારીઓ ગ્રાહકો સાથે અયોગ્ય, અનૈતિક અને પ્રતિબંધિત વેપારી ગેરરીતિ આચરી બેફામ નફાખોરી આચરે છે. ત્યારે સમાજમાં દાખલો બેસાડવા ન્યાયના હિતમાં ગેરકાયદેસર વેપાર નીતિ સામે યોગ્ય દંડ કરવો જરૂરી છે. ગ્રાહકની કાનૂની ખર્ચના 2000 ચૂકવવા પણ હુકમ જિલ્લા ગ્રાહક કમિશને નેશનલ કમિશનનો હોટેલ ન્યાય મંદિરના અપીલના કેસમાં ઠરાવ્યા મુજબ, જો કોઇ વેપારી M.R.P.થી વધારે રકમ વસુલ કરે તે સંજોગોમાં તે ગેરકાયદેસર વેપાર નીતિ આચરેલ હોવાનું કહી શકાય. આથી વેપારીને રૂ.50,000નો દંડ ફરમાવવાતો હુક્મ કર્યો હતો. સાથે સાથે ગ્રાહક પાસેથી વધારાની વસુલ કરેલ રકમ રૂ.165 ફરિયાદ દાખલ કર્યાની તારીખ 2016થી 7 ટકાના વ્યાજ સાથે ચુકવવા અને રૂ.2,000 કાનૂની ખર્ચના અલગથી ચુકવી આપવા હુકમ કર્યો છે. આવા વેપારીઓને ખુલ્લા પાડવા ગ્રાહકોને આગળ આવવા અપીલ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે 10-10 વર્ષની લાંબી કાનુની લડત બાદ નફાખોરી આચરનાર વેપારીને દંડ અને શિક્ષા ફરમાવવામાં આવી છે. સાથે ગ્રાહક જાગૃતિનો શાનદાર વિજય થયો હોવાનું જણાવીને ઉમેર્યું હતુ કે, વેપારીઓ નફાખોરી આચરવા ગ્રાહકો સાથે છેતરપિંડી આચરે છે. એમ.આર.પી. થી વધારે રકમ વસુલ કરે છે, જી.એસ,ટી. નંબરવાળા પાકા બીલ અને ગેરેંટી આપતા નથી, તોલમાપમાં ગ્રાહકોને ફટકો મારીને ભેળસેળ કરતા હોય છે, આવા તમામ ગ્રાહકોને છેતરનારા વેપારીઓને ગ્રાહક કમિશને લપડાક મારી આવકારદાયક અને પ્રશંસનીય ચુકાદો આપ્યો છે. ગ્રાહકોએ આવા વેપારીઓને ખુલ્લા પાડવા વધુને વધુ ફરિયાદો દાખલ કરવા આગળ આવવું જોઇએ.
    Click here to Read More
    Previous Article
    ખોટા દસ્તાવેજ રજૂ કરનાર સામે કાર્યવાહી:હવે નેશનલ હાઇ-વે 48 પર આવેલ ટોલ પ્લાઝા પર રોકડ ચૂકવણી બંધ, 1 એપ્રિલથી નિયમ લાગૂ થશે
    Next Article
    અમદાવાદમાં 325 જેટલી ઇમારતોમાં રેઇનવોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ:સોસાયટીઓમાં પરકોલેશન વેલ યોજનાઓ અમલમાં મુકાઈ, પાણી પુરવઠામાં વધારો કરવાની તૈયારીઓ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment