Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખોટા દસ્તાવેજ રજૂ કરનાર સામે કાર્યવાહી:હવે નેશનલ હાઇ-વે 48 પર આવેલ ટોલ પ્લાઝા પર રોકડ ચૂકવણી બંધ, 1 એપ્રિલથી નિયમ લાગૂ થશે

    1 day ago

    અમદાવાદ વડોદરા નેશનલ હાઈ-વે નંબર 48 પર આવેલ વાસદ તેમજ ખેડા ટોલના લાયઝન મેનેજર તેમજ ટોલ મનેજર દ્વારા જણાવવામાં આવ્યું છે કે હાલમાં કેટલીક ગાડીવાળા ટોલમાંથી પસાર થવા માટે જરૂરી પુરાવા ડુપ્લિકેટ બતાવવાનો પ્રયાસ કરે છે પરંતુ, ટોલમાં જે સરકારી હોદ્દેદારો અથવા સબંધિત વાહનોને મુક્તિ આપવામાં આવી છે, તે પણ NHAIના પરિપત્ર મુજબ આપવામાં આવી છે તે મુક્તિ પણ ફાસ્ટેગના માધ્યમથી જ ઉપલબ્ધ છે. જો ગાડી ચાલક ખોટા દસ્તાવેજ રજૂ કરશે તો કડક કાર્યવાહી કરાશે ભારત સરકારની ટોલ વસૂલીમાં નુકસાન ન થાય તે હેતુથી જો ગાડી ચાલક ખોટા દસ્તાવેજ, જેવાં કે ગાડીની RC બુક, બીજી વ્યક્તિનું આધાર કાર્ડ અથવા કોઈ રહેઠાણ પ્રૂફ ટોલ પ્લાઝા પર રજૂ કરે છે અને તે ડોક્યુમેન્ટ ફર્ઝી સાબિત થશે તો તુરંત તેની માહિતી પોલીસમાં આપી તેની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને જૂના રેકોર્ડ મુજબ ટોલને થયેલું નુકસાનની પણ ભરપાઈ/વસૂલાત કરાવવામાં આવશે. (જે તે વાહનના વર્ગ વાર અને દર મુજબ ) જેથી ભારત સરકારને થતું નુકસાન અટકાવી શકાય. ટોલ પ્લાઝા પર રોકડમાં ચુકવણી કરવાનું બંધ કરી દેવામાં આવશે વધુમા ભારત સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગને આદેશ આપવામાં આવ્યો છે કે, આગામી તારીખ 1 એપ્રિલ, 2026થી ટોલ પ્લાઝા પર રોકડમાં ચુકવણી કરવાનું બંધ કરી દેવામાં આવશે. જો તમારે ટોલ પ્લાઝા પરથી પસાર થવું હોય તો તમારી ગાડીમાં ફાસ્ટટેગથી અથવા UPI જેમકે ગૂગલ પે, ફોન પે તેમજ અન્ય કોઈ UPI એપ્લિકેશનથી જ પેમેન્ટ વસૂલવામાં આવશે. ઉપરોક્ત બાબતના અનુસંધાનમાં ટોલ પ્લાઝા અધિકારો દ્વારા પોલિસ સ્ટેશનમાં પત્ર પણ રજુ કરવામાં આવેલ છે તેમજ પોલીસનો સહયોગ હંમેશા સકારાત્મક રહયો છે.
    Click here to Read More
    Previous Article
    Nakuul Mehta shares 5 toxic things parents should ‘never ever’ say to their children: From ‘nangu-pangu’ to ‘be a good girl’
    Next Article
    165 રૂપિયા માટે ગ્રાહકની 10 વર્ષ કાનૂની લડત:5 KG તુવેર દાળની કિંમત કરતાં વેપારીએ વધુ પૈસા લેતાં મામલો ગ્રાહક કોર્ટમાં પહોંચ્યો, 50 હજારનો દંડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment