Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી મનપાને રેલો આવ્યો:વીજ જોડાણ કટ થાય તે પહેલાં 16.33 કરોડ ચૂકવી દીધાં

    3 days ago

    મોરબીમાં હમણાં જ વીજતંત્રએ લાંબા સમયથી વીજ બિલ ભરવામાં નાદારી કરતા બાકીદારોને વીજ જોડાણ કટની નોટિસ ફટકારી વીજબીલની આકરી વસુલાત કરી હતી અને ઘણાના વીજ જોડાણ કટ પણ કરી નાખ્યા હતા. તેવી રીતે નગરપાલિકા વખતથી મનપા સુધી મોટી રકમનું વીજ બિલ બાકી હોવાથી મનપાને પણ વીજતંત્રએ નોટિસ ફટકારી હતી. પણ તંત્રએ વીજ જોડાણ કટ ન કરતા કોંગ્રેસે ભારે કાગારોળ મચાવી વીજતંત્રની કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યા હતા. આથી શરમમાં મુકાતા જવાબદારીનું ભાન થતા મનપાએ રાતોરાત લાંબા સમયથી રૂ.16.33 કરોડના બાકી બિલ ભરીને સિંહ માર્યો હોય તેવું જાહેર કર્યું છે. મોરબી મહાનગરપાલિકાની ઇલેક્ટ્રિકલ શાખા દ્વારા મોરબી શહેરને વધુ પ્રકાશિત અને સુવિધાસભર બનાવવા માટે સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ, નગરપાલિકા સમયના પીજીવીસીએલના બાકી વીજ બિલની અંદાજે રૂપિયા 16.33 કરોડની સંપૂર્ણ ચૂકવણી કરવામાં આવી છે. જેમાં સ્ટ્રીટ લાઈટના મીટર, ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનો તેમજ વોટર સપ્લાય પમ્પિંગ સ્ટેશનોનો સમાવેશ થાય છે. આ કામગીરીથી શહેરની આધારીક સુવિધાઓ વધુ મજબૂત બનશે અને નાગરિકોને રાત્રિ દરમિયાન વધુ સુરક્ષા તથા સુવિધા મળશે. આગામી સમયમાં મોરબી શહેરમાં લાઈટોને લગતી તમામ સમસ્યાઓનું ઝડપી નિવારણ કરવામાં આવશે. શહેરની લાઇટિંગ સંબંધિત તમામ જરૂરિયાતો પૂર્ણ થાય તે માટે સતત પ્રયાસો કરાઈ રહ્યાનો દાવો કરવામાં આવ્યો છે ત્યારે સવાલ એ થાય કે મનપા બન્યાને પણ એક વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો અને પાલિકા વખતના બીલ બાકી હતા તો અત્યાર સુધી તંત્રએ ચલાવી કેમ લીધુંં?! આ મામલે શહેરમાં ચર્ચા ઉઠી છે કે સામાન્ય ગ્રાહકો સામે કડક કાર્યવાહી કરતી વીજ કંપનીએ મનપા સામે લાંબા સમય સુધી શા માટે નરમ વલણ દાખવ્યું તેની પણ તપાસ થવી જોઈએ.
    Click here to Read More
    Previous Article
    બબાલ થઈ:વાંકાનેર જમાતખાનામાં જમવા મુદ્દે માથાકૂટ, યુવક પર હુમલો
    Next Article
    હીટવેવના લીધે નાગરિકોના હિતમાં નિર્ણય:જનસેવા, આધાર કેન્દ્રો હવે 2 સત્રમાં, બપોરે 1થી 4 કામગીરી બંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment