Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બબાલ થઈ:વાંકાનેર જમાતખાનામાં જમવા મુદ્દે માથાકૂટ, યુવક પર હુમલો

    3 days ago

    વાંકાનેર શહેરમાં વોરા સમાજના જમાતખાનામાં જમવા બેસવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર બનતા એક યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનામાં બે શખ્સોએ યુવકની દાઢી ખેંચી, આંગળીમાં બચકું ભર્યું અને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ભોગ બનનાર યુવકે વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પવિત્ર રમઝાન મહિના દરમિયાન ગઈકાલે રાત્રિના સમયે હુસેનભાઈ મહંમદહુસેન વેદ જમાતખાનામાં જમવા ગયા હતા. તે સમયે જમવા બેસવાની બાબતે ત્યાં હાજર મુર્તુજા મુસ્તાકભાઈ હાથી અને અબ્બાસભાઈ અસગરઅલી હાથી સાથે બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ બંને આરોપીઓ ઉશ્કેરાઈ જતા હુસેનભાઈ સાથે મારામારી કરી હતી. આરોપીઓએ ફરિયાદીની દાઢી ખેંચી હતી તેમજ તેમની આંગળીમાં બચકું ભર્યું હતું. વધુમાં છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે હુસેનભાઈ વેદે વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મરતજા મુસ્તાકભાઈ હાથી અને અબ્બાસભાઈ અસગરઅલી હાથી વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    શ્રમિકોનું વતન તરફ પ્રયાણ:મોરબી, વાંકાનેર અને રાજકોટ રેલવે સ્ટેશને એડવાન્સ ટિકિટમાં વધારો, સિરામિક ઉદ્યોગના 400થી વધુ એકમ બંધ થયા
    Next Article
    મોરબી મનપાને રેલો આવ્યો:વીજ જોડાણ કટ થાય તે પહેલાં 16.33 કરોડ ચૂકવી દીધાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment