Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં પાટીદાર સમાજના યુવાનો માટે મોટી ભેટ:સોલા ઉમિયાધામ કેમ્પસમાં અત્યાધુનિક હોસ્ટેલનું કેન્દ્રીય ગૃહમંત્રીએ કર્યું ઉદ્ઘાટન, 1600 વિદ્યાર્થીઓ માટે ફાઇવ સ્ટાર જેવી સુવિધાઓ

    4 दिन पहले

    કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદના એસ.જી. હાઇવે પર આવેલા સોલા ઉમિયાધામ કેમ્પસ ખાતે પાટીદાર સમાજના યુવક-યુવતીઓ માટે નવનિર્મિત જે.એસ. પટેલ કુમાર છાત્રાલય અને તપસ્વીકુમાર પટેલ કન્યા છાત્રાલયનું ભવ્ય લોકાર્પણ કર્યું છે. ઊંઝા કડવા પાટીદાર સમાજના ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા તૈયાર કરાયેલા આ મેગા પ્રોજેક્ટના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત પાટીદાર સમાજના વરિષ્ઠ નેતાઓ અને અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અંદાજે ₹4.33 લાખ ચોરસ ફૂટના ભવ્ય બાંધકામ સાથે તૈયાર થયેલી આ અત્યાધુનિક હોસ્ટેલથી ઉચ્ચ અભ્યાસ અર્થે આવતા 1600 જેટલા વિદ્યાર્થીઓને રહેવા-જમવા માટે ફાઇવ સ્ટાર જેવી સ્માર્ટ સવલતો અને UPSC-GPSCની તૈયારી માટે વૈશ્વિક સ્તરનું શૈક્ષણિક વાતાવરણ મળશે. ગાંધીનગરમાં ભાજપની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી ગાંધીનગર સ્થિત કમલમ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ભાજપની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર હાજર રહ્યા હતા. તે ઉપરાંત મહામંત્રી અનિરુદ્ધ દવે, પ્રશાંત કોરાટ, અજય બ્રહ્મભટ્ટ અને હિતેન્દ્ર ચૌહાણ પણ બેઠકમાં ઉપસ્થિત હતા. ભાજપના પીઢ નેતા સુરેન્દ્ર પટેલની પણ બેઠકમાં ખાસ હાજરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ 18 જૂને યોજાનાર રાજ્યસભા સાંસદની ચૂંટણીને લઈને ભાજપના ઉમેદવાર, રાજકીય પરિસ્થિતિ અને રાજ્યના સંગઠનાત્મક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને યોજાયેલી આ બેઠકને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને મળેલી ભવ્ય જીત બાદ હવે આગામી રાજકીય અને સંગઠનાત્મક આયોજન અંગે ચર્ચા થઈ રહી હોવાની શક્યતા છે. રાષ્ટ્રીય સુરક્ષા અને ઘૂસણખોરો સામે કડક વલણ આજે ગાંધીનગર સોનીપુરમાં સભાને સંબોધી પશ્ચિમ બંગાળ ચૂંટણીના પરિણામોનો ઉલ્લેખ કરતા અમિત શાહે જણાવ્યું કે, "નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે દેશના 80 ટકા ભૂભાગ પર ભાજપનું શાસન છે અને તાજેતરમાં જ બંગાળમાં પણ વિરોધીઓનું સૂપડું સાફ થઈ ગયું છે. અમે ચૂંટણીમાં વચન આપ્યું હતું તે મુજબ બાંગ્લાદેશ સીમા પર ફેન્સિંગ અને સુરક્ષા મજબૂત કરી રહ્યા છીએ. બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ માત્ર સાત જ દિવસમાં 600 હેક્ટર જમીન BSFને સોંપી દીધી છે. અમારી સરકારનો સ્પષ્ટ સંકલ્પ છે કે, દેશભરમાંથી એક-એક ઘૂસણખોરને વીણી-વીણીને બહાર કાઢવામાં આવશે. આ માટે કેન્દ્ર સરકાર 'ડેમોગ્રાફી ચેન્જ કમિશન' (જનસાંખ્યિકી બદલાવ સમિતિ)ની સ્થાપના કરી રહી છે, જે એક વર્ષમાં પોતાનો અહેવાલ આપશે અને ગેરકાયદેસર વસતિ સંતુલન રોકવા માટે નવો કાયદો બનાવવાની દિશામાં પણ કામ કરશે." અંતમાં, ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા વિસ્તારને દેશનો સૌથી મોડેલ અને વિકસિત મતક્ષેત્ર બનાવવાની નેમ સાથે ગુજરાતના વહીવટી તંત્ર અને સ્થાનિક જનતાનો આભાર માન્યો હતો. 2029 પહેલાં દરેક ગામમાં બગીચો, તળાવ અને લાયબ્રેરી અમિત શાહે આગામી લક્ષ્યાંક આપતા મોટી જાહેરાત કરી કે, "વડાપ્રધાન નરેન્દ્રભાઈએ દેશમાં વિકાસનો જે ચીલો ચાતર્યો છે તેનાથી આજે દરેક ગામ આત્મનિર્ભર બની રહ્યું છે. હું ખાતરી આપું છું કે 2029ની ચૂંટણી પહેલાં ગાંધીનગરના આ બંને મતક્ષેત્રોના દરેક ગામમાં અદ્યતન બગીચો અને તળાવ બનાવવાનું કામ પૂરું કરી દેવાશે. આ સાથે દરેક ગામની નાની લાયબ્રેરીને ગાંધીનગરની મેગા લાયબ્રેરી સાથે કમ્પ્યુટરથી જોડવામાં આવશે, જેથી ગ્રામ્ય વિસ્તારનો યુવાન ગમે તે પુસ્તક મંગાવશે તો તે એક અઠવાડિયામાં તેના ગામ સુધી પહોંચી જશે." રાષ્ટ્રભક્ત વીર સાવરકરને જન્મજયંતિ પર નમન ગૃહમંત્રીએ પોતાના વક્તવ્યમાં સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરને યાદ કરતા કહ્યું કે, “આજે વીર સાવરકરની જન્મતિથિ છે. તેઓ એવા પ્રખર રાષ્ટ્રભક્ત હતા જેમને કોઈ સરકારી સન્માનની જરૂર નહોતી, દેશનો બચ્ચો-બચ્ચો તેમને આદરથી વીર સાવરકર કહે છે. અંગ્રેજોએ જેમને એક જ જન્મમાં બે વખત આજીવન કેદ (કાળાપાણી)ની સજા ફટકારી હતી. જેલની દીવાલો પર પોતાના લોહીથી કાવ્યો લખનાર વીર સાવરકરે દેશની ભાષાઓ અને દલિત સમાજ માટે પતિત પાવન મંદિર બનાવી અસ્પૃશ્યતા વિરૂદ્ધ મોટું કામ કર્યું હતું.” ઓલમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓની સમીક્ષા આજે મોડી સાંજે અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે અમિત શાહ એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં ઓલમ્પિક, કોમનવેલ્થ ગેમ્સ તેમજ વિશ્વ પોલીસ અને ફાયર ગેમ્સના આયોજન સંદર્ભે ગુજરાત દ્વારા કરવામાં આવી રહેલી પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. આ બેઠકમાં રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તથા રમતગમત સત્તામંડળ સાથે જોડાયેલા ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહેશે.
    Click here to Read More
    Previous Article
    સિંધી સમાજના ઉષાબેન તલરેજા ભાવનગરના નવા મેયર:પહેલીવાર જીત્યા ને કિશન મહેતાને સ્ટે.કમિટીનું ચેરમેનપદ મળ્યું, જુઓ નવનિયુક્ત પદાધિકારીઓનું ફોટો સાથેનું લિસ્ટ
    Next Article
    સૂર્યનારાયણનું રૌદ્ર સ્વરૂપ આભમાંથી વરસ્યા અંગારા!:તાપમાનનો પારો 42.8 ડિગ્રીએ પહોંચતા બપોરે રસ્તાઓ સૂમસામ, અગનગોળા વરસ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment