Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિંધી સમાજના ઉષાબેન તલરેજા ભાવનગરના નવા મેયર:પહેલીવાર જીત્યા ને કિશન મહેતાને સ્ટે.કમિટીનું ચેરમેનપદ મળ્યું, જુઓ નવનિયુક્ત પદાધિકારીઓનું ફોટો સાથેનું લિસ્ટ

    4 days ago

    ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ કુલ ૫૨ બેઠકોમાંથી 44 બેઠકો પર ભવ્ય વિજય મેળવીને સત્તા જાળવી રાખી હતી, જ્યારે કોંગ્રેસના ફાળે 8 બેઠકો આવી હતી. આ બહુમતી સાથે ભાજપ હાઈકમાન્ડ દ્વારા આગામી અઢી વર્ષ માટે શહેરના વિકાસકાર્યો અને નગરવ્યવસ્થાની કમાન ઉષાબેન તલરેજા અને તેમની ટીમને સોંપવામાં આવી છે. મહાનગરપાલિકાના મેયર, ડે. મેયર, ચેરમેન, શાસક પક્ષના નેતા તથા દંડક ની નિમુણક કરવામાં આવી છે ત્યારે આજરોજ મેયર અને ચેરમેન તથા દંડક આ વખતે પૂર્વ માંથી લેવામાં આવ્યા છે. જ્યારે પશ્ચિમમાંથી ડે.મેયર તથા શાશક પક્ષના નેતા બનાવવામાં આવ્યા છે, ત્યારે આ વખતે પૂર્વનું પલડું ભારે જોવા મળી રહ્યું છે. સિંધી, કોળી અને બ્રહ્મ સમાજનું કોમ્બિનેશન ભાવનગરના મેયર ઉષાબેન તલરેજા સિંધી સમાજમાંથી આવે છે. જ્યારે ડે. મેયર અશોક બારૈયાએ કોળી સમાજ માંથી આવે છે. સ્ટેન્ડિંગ ચેરમેન કિશન મહેતા બ્રાહ્મણ સમાજમાંથી આવે છે, શાસક પક્ષના નેતા લાલભા મનુભા વાળા ક્ષત્રિય સમાજમાંથી આવે છે.દંડક રીંકુબેન માંગુકિયા પાટીદાર છે.આમ, ભાજપ મોવડી મંડળે તમામ જ્ઞાતિ ને સાથે રાખી તમામ જ્ઞાતિના સમીકરણોનું બેલેન્સ જાળવવાનો પ્રયાસ કર્યો હતો. કિશન મહેતા પહેલીવાર ચૂંટાયા ને સીધા સ્ટે.કમિટીના ચેરમેન બન્યા જ્યારે સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે કિશન મહેતા ભાજપમાં સતત 13 વર્ષથી સક્રિય છે અને વોર્ડ નંબર 12માંથી આ વખતે ઉત્તર સરદારનગરમાંથી જીત્યા હતા. તેઓ પહેલીવાર જ કોર્પોરેટર બન્યા અને સીધું સ્ટેન્ડિગ કમિટીના ચેરમેનનું પદ મળી ગયું છે. તેમણે BAનો બીજા વર્ષ સુધીતથા આઈટીઆઈ ઈલેક્ટ્રિશિયનનો અભ્યાસ કર્યો છે. રિગ રોડનું કામ સૌથી પહેલા પૂર્ણ કરાવવું છે: સ્ટે.કમિટીના ચેરમેન નગરસેવક તરીકે પેહલી વાર ચૂંટણી લડ્યો અને ડાયરેક્ટ મને ભાવનગરની અંદર સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન બનાવ્યો છે એટલે એમનો સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું, ​આવનારા સમયની અંદર જે અમારા વિકાસ કાર્યની ગાથા ચાલુ છે, એ વિકાસ કાર્યની ગાથા અમે ચાલુ, આગળ વધારીશું, સૌપ્રથમ અમારે અત્યારે રીંગ રોડ જેનું કામ ચાલુ છે એ ઝડપી પૂર્ણ કરાવવું છે, ત્યારબાદ નવો બીજો બ્રિજ બનાવવાનો છે, એ બ્રિજનું અમારે ખાતમુહૂર્ત કરાવવું છે, ​સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવી રહ્યા છીએ, ઓડિટોરીયમ બનાવી રહ્યા છીએ, પીએચસી સેન્ટર બનાવી રહ્યા છીએ, પાર્ટી પ્લોટ બનાવી રહ્યા છીએ, અને સ્ટુડન્ટો માટે ભણવા માટે લાઈબ્રેરીઓ પણ બનાવી રહ્યા છીએ, સૌ વિકાસ કાર્યોને આગળ ચલાવશું અને યુવાનો અને મહિલાઓને પ્રાધાન્ય મળે અને યુવાનો જે Gen Z તરીકે ઓળખાય છે એને પ્રાધાન્ય મળે અને એ સૌની વિચારશૈલીને અમે અમલમાં લઇ અને ભાવનગરને 'સ્માર્ટ ભાવનગર', 'સુંદર ભાવનગર' અને 'સુરક્ષિત ભાવનગર' બનાવશું.. ભાજપના ​ઉષાબેન તલરેજાને 44 મત મળ્યા આ પ્રથમ સભામાં મનપાના નવા પદાધિકારીઓની વરણી પ્રક્રિયા લોકશાહી ઢબે પૂર્ણ કરવામાં આવી હતી. ​સભાની શરૂઆત થતાં જ મેયર પદ માટે બે સભ્યોના નામની દરખાસ્ત સામે આવી હતી, જેમાં ભાજપ તરફથી ઉષાબેન તલરેજા અને કોંગ્રેસ તરફથી જશુબેન બારૈયા મેદાનમાં હતા. જેમાં સર્વાનુમતી ન સધાતા બંને દાવેદારો વચ્ચે સભ્યો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. ત્યારે ભાજપના ​ઉષાબેન તલરેજા 44 મત અને કોંગ્રેસના ​જશુબેન બારૈયા 8 મત મળ્યા હતા, ​ભારે બહુમતી સાથે વિજેતા બનતા મ્યુનિસિપલ કમિશનર દ્વારા ઉષાબેન તલરેજાની ભાવનગરના નવા મેયર તરીકે સત્તાવાર નિમણૂંક કરવામાં આવી હતી. અશોક બારૈયા ડેપ્યુટી મેયર બન્યા નિમણૂંક બાદ તુરંત જ મેયર ઉષાબેન તલરેજાએ સભાનું અધ્યક્ષ સ્થાન સંભાળ્યું હતું. નવા મહિલા મેયરના અધ્યક્ષ સ્થાને ડેપ્યુટી મેયર પદ માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ભાજપના અશોક બારૈયા અને કોંગ્રેસના કિશન મેર વચ્ચે દાવેદારી થઈ હતી. ભાજપના સભ્યની 43 મતોની સ્પષ્ટ બહુમતી સાથે અશોક બારૈયાની ડેપ્યુટી મેયર તરીકે વરણી કરવામાં આવી હતી. ​આ ઉપરાંત મહાનગરપાલિકાની અન્ય મહત્વની કમિટીઓ અને પદો પર પણ નિમણૂંક જાહેર કરાઈ હતી. શાસક પક્ષના નેતા તરીકે લાલભા વાળા તથા દંડક રીંકુબેન માંગુકિયા વરણી કરવામાં આવી હતી. તમામ નવા ચૂંટાયેલા હોદ્દેદારોની મેયર ઉષાબેન તલરેજાના અધ્યક્ષ સ્થાનેથી વિધિવત નિમણૂંક કરાયા બાદ ભાવનગર મનપાની પ્રથમ સાધારણ સભાને પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. નવા પદાધિકારીઓને સભ્યો અને શુભેચ્છકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    Twisha Sharma’s mother-in-law Giribala Singh arrested by CBI after hours of grilling
    Next Article
    અમદાવાદમાં પાટીદાર સમાજના યુવાનો માટે મોટી ભેટ:સોલા ઉમિયાધામ કેમ્પસમાં અત્યાધુનિક હોસ્ટેલનું કેન્દ્રીય ગૃહમંત્રીએ કર્યું ઉદ્ઘાટન, 1600 વિદ્યાર્થીઓ માટે ફાઇવ સ્ટાર જેવી સુવિધાઓ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment