Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં 16 વિદ્યાર્થીઓને ટેબ્લેટ અપાયા:ગુજકોસ્ટ પ્રેરિત STEM ક્વિઝના વિજેતાઓને ગુરુકુળ ખાતે સન્માનિત કરાયા

    10 hours ago

    બોટાદ, 23 ઓગસ્ટ, 2026: ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળની ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ), ગાંધીનગર પ્રેરિત સ્વામિનારાયણ શિક્ષણ સેવા સમિતિ લોક વિજ્ઞાન કેન્દ્ર, બોટાદ દ્વારા STEM ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્વિઝના ગ્રાન્ડ ફિનાલેમાં પસંદ થયેલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કાર્યક્રમ સ્વામિનારાયણ ગુરુકુળ, ગઢડા રોડ, બોટાદ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લાના કુલ 16 વિજેતા વિદ્યાર્થીઓને ટેબ્લેટ એનાયત કરવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓ જિલ્લાના ચાર તાલુકાઓમાંથી સિનિયર અને જૂનિયર એમ બે કેટેગરીમાં પસંદ કરવામાં આવ્યા હતા. ગુજકોસ્ટ દ્વારા દરેક વિજેતા વિદ્યાર્થીને ટેબ્લેટ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે બોટાદ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના આચાર્ય દીપકભાઈ ચૌહાણ, માધવસ્વરૂપદાસજી સ્વામી અને સેક્રેટરી મુકેશભાઈ કાનેટીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિજેતા વિદ્યાર્થીઓને તેમની સફળતા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. ગુજકોસ્ટ દ્વારા રાજ્યકક્ષાએ પહોંચેલા આ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપી તેમની વૈજ્ઞાનિક અભિરુચિ અને પ્રતિભાને પ્રોત્સાહિત કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    950 જગ્યાઓ માટે પોલીસ ભરતીની પરીક્ષા:18000 ઉમેદવારોએ આપી કસોટી, 110 કેન્દ્રો પર CCTV અને બાયોમેટ્રિકથી નજર, દરેક વર્ગખંડનું થશે ફરી ચેકિંગ
    Next Article
    ગાંધીનગરમાં ફૂડ સેફ્ટી શાખાનું સરપ્રાઇઝ ચેકિંગ:જાણીતા ઘ-5 ચોપાટી બજાર સહિતની હોટેલોમાંથી નમૂના લેવાયા, 39 કિલો વાસી ખોરાકનો નાશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment