Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    950 જગ્યાઓ માટે પોલીસ ભરતીની પરીક્ષા:18000 ઉમેદવારોએ આપી કસોટી, 110 કેન્દ્રો પર CCTV અને બાયોમેટ્રિકથી નજર, દરેક વર્ગખંડનું થશે ફરી ચેકિંગ

    11 hours ago

    ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ટેકનિકલ વિભાગની વિવિધ જગ્યાઓ માટેની લેખિત પરીક્ષા આજે અમદાવાદ ખાતે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ), ટેકનિકલ ઓપરેટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર (મોટર ટ્રાન્સપોર્ટ) તથા હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક (ગ્રેડ-1)ની કુલ 950 જગ્યાઓ માટે યોજાયેલી પરીક્ષામાં આશરે 18000 ઉમેદવારો હાજર રહ્યા હતા. આ ભરતીમાં પ્રથમ વખત મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક (ગ્રેડ-1) કેડરની ભરતી કરવામાં આવી રહી છે. 110 પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત વ્યવસ્થા લેખિત પરીક્ષા માટે અમદાવાદમાં કુલ 110 પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા હતા. પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે તમામ કેન્દ્રો પર CCTV કેમેરા મારફતે સતત નજર રાખવામાં આવી હતી. પરીક્ષા આપનારા દરેક ઉમેદવારનું બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું. પરીક્ષાની વ્યવસ્થા માટે શિક્ષણ વિભાગના આશરે 1,500 જેટલા અધિકારી-કર્મચારીઓ અને પોલીસ વિભાગના આશરે 1,100 અધિકારી-કર્મચારીઓ ફરજ પર તૈનાત રહ્યા હતા. કયા વિભાગમાં કેટલા ઉમેદવાર હાજર રહ્યા? આમ ત્રણેય પરીક્ષામાં કુલ આશરે 18,000 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરીક્ષા બાદ પણ CCTVથી નજર ચાલુ રહેશે પરીક્ષા પૂર્ણ થયા બાદ પણ ગેરરીતિ અંગે કોઈ શક્યતા ન રહે તે માટે આગામી દિવસોમાં પોલીસ CCTV વિંગની ટીમો દ્વારા દરેક વર્ગખંડના CCTV ફૂટેજની પુનઃચકાસણી કરવામાં આવશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સીધી દેખરેખ હેઠળ શિક્ષણ વિભાગ અને પોલીસ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓની મદદથી સમગ્ર પરીક્ષા પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હોવાનું ભરતી બોર્ડે જણાવ્યું છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે અગાઉ પણ આ પરીક્ષા માટે AI, ફેસિયલ રેકગ્નિશન અને GPS જેવી ટેક્નોલોજીના ઉપયોગ અંગે માહિતી આપી હતી, જેથી ભરતી પ્રક્રિયા પારદર્શક અને ગેરરીતિમુક્ત રહે.
    Click here to Read More
    Previous Article
    હોસ્પિટલ બહાર દેખાયા ગોવિંદા:બીજા લગ્નના દાવા પર મેનેજરે રિએક્શન આપ્યું; ખોટા સમાચારને લઈને અભિનેતાએ નોટિસ જાહેર કરી
    Next Article
    બોટાદમાં 16 વિદ્યાર્થીઓને ટેબ્લેટ અપાયા:ગુજકોસ્ટ પ્રેરિત STEM ક્વિઝના વિજેતાઓને ગુરુકુળ ખાતે સન્માનિત કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment