Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં ફૂડ સેફ્ટી શાખાનું સરપ્રાઇઝ ચેકિંગ:જાણીતા ઘ-5 ચોપાટી બજાર સહિતની હોટેલોમાંથી નમૂના લેવાયા, 39 કિલો વાસી ખોરાકનો નાશ

    9 hours ago

    ગાંધીનગર મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી શાખાએ રાત-દિવસ ઝુંબેશ હાથ ધરી છે. કોર્પોરેશનની ટીમે પ્રખ્યાત ઘ-5 રાત્રિ ખાણીપીણી બજાર, કરાઇ ચાર રસ્તા, ઝુંડાલ અને સેક્ટર-6 સ્થિત ઇસ્કોન ગાંઠિયા સહિતના વિવિધ સ્થળોએ દરોડા પાડીને ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતાની આકસ્મિક ચકાસણી કરી હતી. આ કામગીરી દરમિયાન આરોગ્ય માટે હાનિકારક 39 કિલો બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોના જથ્થાનો સ્થળ પર જ નાશ કર્યો હતો, જ્યારે સેનિટરી નિયમોના ભંગ બદલ 3 વેપારીને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારવામાં આવી છે. A1 ચાઇનીઝ, ચસ્કો ફાસ્ટ ફૂડને નોટિસ સેક્ટર-16ના ઘ-5 રાત્રિ ખાણીપીણી બજારમાં મોડી રાત સુધી કુલ 8 પેઢીઓમાં તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન શિડ્યુલ-4 મુજબની સેનિટેશન અને હાઇજીનની જોગવાઇઓમાં ગંભીર ક્ષતિઓ જણાતા A1 ચાઇનીઝ, ભાવનાબેન રાવલ (ચસ્કો ફાસ્ટ ફૂડ) ને કારણદર્શક સુધારા નોટિસ પાઠવવામાં આવી હતી. 6 સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા, 4 કિલો વાસી ખોરાક ફેંકી દેવાયો આ ઉપરાંત અમરશક્તિ, ચારભુજા, મિલન ભાજીપાઉં, ચાયવાલે અને રામદેવ ફાસ્ટ ફૂડ જેવી વિવિધ પેઢીઓમાંથી મિક્ષ હાંડી, હક્કા નૂડલ્સ, પનીર ટીક્કા, સેવ ટામેટાનું શાક અને પનીરના વિવિધ 6 સેમ્પલ લેબોરેટરી પૃથ્થકરણ માટે એકત્ર કરવામાં આવ્યા હતા. આજે પણ કરાઇ ચાર રસ્તા પાસે આવેલી પ્રખ્યાત મારુતિનંદન રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરવામાં આવતા ત્યાં પણ હાઇજીનની ભારે ખામીઓ સામે આવી હતી જેને પગલે પેઢીને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપી 4 કિલો બિનઆરોગ્યપ્રદ ખોરાક ફેંકી દેવાયો હતો. ઇસ્કોન ગાંઠિયામાંથી સેમ્પલ લેવાયા જ્યારે ટી પોઇન્ટ અને કેરાલા કિચનમાંથી થટ્ટે ઘી પુડી ઇડલી તથા રવા ઓનિયન મસાલા ઢોસાના નમૂના લેવાયા હતા. તદુપરાંત સેક્ટર-6ના ઇસ્કોન ગાંઠિયા અને ઝુંડાલ સ્થિત સર્વોત્તમ હોટેલમાંથી મિક્ષ વેજ અને દાલ ફ્રાયના સેમ્પલ લઈને સરકારી પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે. જેનો લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ કાયદાકીય કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવશે. વેપારીઓ નિયમોનું ઉલ્લંઘન કરશે તો કાર્યવાહ થશે મહાનગરપાલિકાના ડેઝિગ્નેટેડ ઓફિસર એસ.એ. ઓડના જણાવ્યા અનુસાર, શહેરમાં ખાદ્યપદાર્થોનો વેપાર કરતા તમામ હોટેલ, રેસ્ટોરન્ટ અને લારી-ગલ્લાના સંચાલકોએ રસોડામાં કામ કરતા સ્ટાફ માટે કેપ, એપ્રન અને ગ્લોવ્ઝ ફરજિયાત બનાવવાની રહેશે. ખોરાકમાં કૃત્રિમ રંગો અને પેકિંગ માટે ન્યૂઝપેપરનો ઉપયોગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. જો વેપારીઓ નિયમોનું ઉલ્લંઘન કરશે તો લાઇસન્સ અને રજિસ્ટ્રેશન કાયમી ધોરણે સસ્પેન્ડ કે રદ કરવા સુધીના કડક પગલાં લેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં 16 વિદ્યાર્થીઓને ટેબ્લેટ અપાયા:ગુજકોસ્ટ પ્રેરિત STEM ક્વિઝના વિજેતાઓને ગુરુકુળ ખાતે સન્માનિત કરાયા
    Next Article
    અમદાવાદીઓને સવારની કડક ચા હવે મોંઘી પડશે:ખાંડના ભાવ આસમાને પહોચતા કટીંગ ચાના ભાવ વધ્યા, દુકાનકારોએ કહ્યું- 10 રૂપિયામાં ચા આપવી પોસાય તેમ નથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment