Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપીના તાડકુવામાંથી 16 લાખથી વધુનો દારૂ ઝડપાયો:SMCએ દરોડો પાડી 3 આરોપીને ઝડપી લીધા, ત્રણ વોન્ટેડ જાહેર, રૂ. 49.57 લાખનો મુદ્દામાલ જપ્ત

    8 hours ago

    તાપી જિલ્લાના વ્યારા તાલુકાના તાડકુવા ગામના કાટગઢ ફળિયા નજીક સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી 16 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીથી સ્થાનિક પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. ગુપ્ત બાતમીના આધારે SMC ટીમે કાટગઢ ફળિયા પાસેની ખુલ્લી જગ્યામાં ચાલી રહેલા વિદેશી દારૂના ગેરકાયદેસર કાર્ટિંગ પર દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી રૂ. 16 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ, પાંચ વાહનો અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 49,57,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ દરોડા દરમિયાન SMC એ ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે વિદેશી દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર સહિત અન્ય ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ગૃહ વિભાગની સીધી દેખરેખ હેઠળ કાર્યરત સ્ટેટ મોનીટરીંગ સેલની આ કાર્યવાહીને કારણે સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે. બૂટલેગરોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. SMC એ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલી LCBએ 2 મહિનાથી ફરાર તડીપાર આરોપીને પકડ્યો:અમરેલી, જૂનાગઢ સહિત 6 જિલ્લામાં તડીપાર, હદપારના હુકમની અમલની કાર્યવાહી કરી
    Next Article
    6 મહિનાથી ફરાર આરોપી ઝડપાયો:ભરણપોષણની રકમ ન ભરતા કોર્ટે સજા વોરંટ જારી કર્યુ, અમરેલી પેરોલ -ફર્લો સ્ક્વોડે સજા વોરંટનો અમલ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment