Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલી LCBએ 2 મહિનાથી ફરાર તડીપાર આરોપીને પકડ્યો:અમરેલી, જૂનાગઢ સહિત 6 જિલ્લામાં તડીપાર, હદપારના હુકમની અમલની કાર્યવાહી કરી

    9 hours ago

    અમરેલી જિલ્લા LCB પોલીસે છેલ્લા બે મહિનાથી ફરાર તડીપાર (હદપાર)ના આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી હરસુખભાઈ ઉર્ફે હસમુખભાઈ રવજીભાઈ સોલંકી (ઉંમર 48), રહે. નવા વાઘણીયા, તા. બગસરા, સામે તડીપારનો હુકમ હતો, જેનો અમલ ટાળવા તે ફરાર હતો. અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ જાણીતા ગુનેગારો, અસામાજિક તત્વો તેમજ પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા ઇસમો સામે પાસા અને તડીપાર કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે એલસીબીએ આ કાર્યવાહી કરી છે. બગસરા પોલીસ સ્ટેશનના પીઆઈ વી.કે. ગોલવેલકરની દરખાસ્તના આધારે બગસરાના સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટે હરસુખભાઈ સોલંકી સામે તડીપારનો હુકમ કર્યો હતો. જોકે, આરોપી આ હુકમની અમલવારી ટાળવા છેલ્લા બે મહિનાથી ફરાર હતો. અમરેલી LCBના પીઆઈ સી.પી. વાઘેલાની રાહબરી હેઠળ LCB ટીમે આરોપીને ઝડપી પાડી તડીપારના હુકમનો અમલ કરાવ્યો. સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, બગસરાના હુકમ નં. 01/26 તા. 20/05/2026 મુજબ, આરોપીને છ માસ માટે અમરેલી, જુનાગઢ, ભાવનગર, બોટાદ, રાજકોટ અને ગીર સોમનાથ જિલ્લાના શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી તડીપાર કરવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરીમાં પીએસઆઈ એમ.ડી. ગોહિલ, પીએસઆઈ જે.ડી. વાઘેલા, એએસઆઈ હરેશસિંહ પરમાર, આદિત્યભાઈ બાબરિયા અને તુષારભાઈ પાંચાણીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
    Click here to Read More
    Previous Article
    વ્યારામાં નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા રોજગાર મેળો:તાપી જિલ્લા પંચાયત પ્રમુખે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા પર ભાર મૂક્યો
    Next Article
    તાપીના તાડકુવામાંથી 16 લાખથી વધુનો દારૂ ઝડપાયો:SMCએ દરોડો પાડી 3 આરોપીને ઝડપી લીધા, ત્રણ વોન્ટેડ જાહેર, રૂ. 49.57 લાખનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment