Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં કાળઝાળ ગરમી યથાવત્, બાકીના રાજ્યોમાં પ્રી-મોન્સૂનની અસર:16 જૂનથી વરસાદનું જોર વધશે; MPમાં વાવાઝોડાથી 4નાં મોત; UPમાં રસ્તાઓ ડૂબ્યાં, લખનઉમાં દિવસે અંધારું

    1 week ago

    ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમીનું જોર સતત પ્રકોપ વર્તાવી રહ્યું છે. હાલમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં સૌથી ગરમ શહેર સાથે અમદાવાદમાં મહત્તમ તાપમાન 42.7°C નોંધાયું હતું, જે સામાન્ય તાપમાન કરતાં +3°C વધુ છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન દ્વારકામાં 33.6°C નોંધાયુંં. છેલ્લા 24 કલાક દરમિયાન સમગ્ર ગુજરાત ક્ષેત્ર, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહ્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી. રાજ્યમાં આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની કોઈ ચેતવણી નથી. જોકે, ભેજવાળા પવનોને કારણે વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ કે ગાજવીજ સાથે ઝાપટાં પડી શકે છે. મધ્ય પ્રદેશના શ્યોપુર જિલ્લામાં શુક્રવારે વાવાઝોડા-વરસાદને કારણે થયેલા અકસ્માતોમાં 4 લોકોના મોત થયા. તેમાંથી 3 એક જ પરિવારના હતા. તો યુપીના હાથરસમાં કોતવાલી સદરમાં પાણી ભરાઈ ગયું. રસ્તાઓ ડૂબી ગયા. શનિવારે સવારે લખનઉમાં ભારે વાવાઝોડું આવ્યું, દિવસ દરમિયાન અંધારું છવાઈ ગયું. ગુજરાત સિવાયના બાકીના તમામ રાજ્યોમાં પ્રી-મોન્સૂનની અસર છે. રાજસ્થાનમાં શુક્રવારે અલવર, કોટપુતલી-બહરોડ, શ્રીગંગાનગરમાં વરસાદ સાથે કરા પડ્યા. અમદાવાદનું વાતાવરણ કેવું રહેશે? અમદાવાદ શહેરની વાત કરીએ તો, આગામી દિવસોમાં આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેવાની સંભાવના છે. મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે. આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કિનારાના વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા ગરમીથી થોડી રાહત મળી શકે છે. આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી ચોમાસાની હાલની સ્થિતિ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું દેશના અન્ય ભાગોમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ચોમાસું સમગ્ર ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી, પશ્ચિમ બંગાળ અને બિહારના કેટલાક વધુ ભાગો તેમજ ઓડિશા અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં પ્રવેશી ચૂક્યું છે. આગામી 2થી 3 દિવસ દરમિયાન ચોમાસું મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના વધુ વિસ્તારોમાં આગળ વધે તે માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. હાલમાં ગુજરાતના વાતાવરણમાં નીચલા સ્તરે મુખ્યત્વે દક્ષિણ-પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે. આ પણ વાંચો… MPમાં વાવાઝોડા-વરસાદથી 4નાં મોત; UPના હાથરસમાં રસ્તાઓ ડૂબી ગયા, લખનઉમાં દિવસે અંધારું છવાયું દિલ્હીમાં શનિવારે સવારે વરસાદને કારણે ઘણી ફ્લાઇટ્સ મોડી પડી. ઇન્ડિગો એરલાઇન્સે X પર પોસ્ટ કરીને જણાવ્યું કે- ખરાબ હવામાનને કારણે ફ્લાઇટ્સના સમય પર અસર પડી છે. અમે હવામાન પર સતત નજર રાખી રહ્યા છીએ. મધ્ય પ્રદેશના શ્યોપુર જિલ્લામાં શુક્રવારે વાવાઝોડા-વરસાદને કારણે થયેલા અકસ્માતોમાં 4 લોકોના મોત થયા. તેમાંથી 3 એક જ પરિવારના હતા. તો યુપીના હાથરસમાં કોતવાલી સદરમાં પાણી ભરાઈ ગયું. રસ્તાઓ ડૂબી ગયા. શનિવારે સવારે લખનઉમાં ભારે વાવાઝોડું આવ્યું, દિવસ દરમિયાન અંધારું છવાઈ ગયું. આજે 54 જિલ્લાઓમાં વાવાઝોડા-વરસાદનું એલર્ટ છે. 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ શકે છે. ગુજરાત સિવાયના બાકીના તમામ રાજ્યોમાં પ્રી-મોન્સૂનની અસર છે. રાજસ્થાનમાં શુક્રવારે અલવર, કોટપુતલી-બહરોડ, શ્રીગંગાનગરમાં વરસાદ સાથે કરા પડ્યા. મોન્સૂનની ઝારખંડ અને ઓડિશાના કેટલાક ભાગોમાં એન્ટ્રી થઈ ગઈ છે. આગામી 3 દિવસમાં મોન્સૂન છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશ પહોંચવાની સંભાવના છે. 4 જૂને કેરળમાં દસ્તક આપ્યા બાદ મોન્સૂન 9 દિવસમાં 19 રાજ્યો સુધી પહોંચી ચૂક્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    શાણાવાંકિયામાં ગૂંજી વનરાજની ગર્જના:બેબસીયા રોગમાંથી સાજા થયા બાદ ફરી અસલી મિજાજમાં દેખાયા ગીરના સિંહ
    Next Article
    BMWમાં બેઠેલા બે મિત્રોને સ્કોર્પિયોની ત્રિપુટીએ આંતરીને બેફામ માર માર્યો:પથ્થરમારો કરી ગાડીમાં તોડફોડ, ગાંધીનગરમાં નાણાંની ઉઘરાણી મામલે ફિલ્મી સ્ટાઈલે હુમલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment