Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શાણાવાંકિયામાં ગૂંજી વનરાજની ગર્જના:બેબસીયા રોગમાંથી સાજા થયા બાદ ફરી અસલી મિજાજમાં દેખાયા ગીરના સિંહ

    1 week ago

    ગીર અને આસપાસના પંથકમાં થોડા સમય પહેલા સિંહોમાં બેબસીયા રોગના કેસો સામે આવતા સમગ્ર રાજ્યમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. ગીરના વનરાજની તબિયતને લઈને સરકાર, વન વિભાગ અને સિંહપ્રેમીઓ સતત ચિંતિત હતા. વન વિભાગે દિવસ-રાત મહેનત કરીને અસરગ્રસ્ત સિંહોની સારવાર અને દેખરેખ રાખી હતી, જેના પરિણામે હવે સિંહો ફરી સ્વસ્થ થઈ પોતાના અસલી અંદાજમાં જોવા મળી રહ્યા છે. સિંહની ગર્જનાએ સમગ્ર વાતાવરણને રોમાંચિત બનાવી દીધું તાજેતરમાં જસાધાર રેન્જ હેઠળ આવેલા શાણાવાંકિયા વિસ્તાર નજીક એક સિંહની ગર્જનાએ સમગ્ર વાતાવરણને રોમાંચિત બનાવી દીધું હતું. રાત્રિના શાંત માહોલમાં સંભળાયેલી વનરાજની ગર્જનાનો અનોખો રણકાર આસપાસના વિસ્તારમાં ગૂંજી ઉઠ્યો હતો. સામાન્ય રીતે સિંહની ગર્જના ત્રણ કિલોમીટર જેટલા અંતર સુધી સંભળાતી હોવાના કારણે સિંહપ્રેમીઓ પણ આ અવાજ સાંભળી સિંહદર્શન માટે ઉત્સુક બની જતા હોય છે. બીમારીમાંથી બહાર આવેલા સિંહો પોતાના વિસ્તારોમાં ફરી સક્રિય આ ઉપરાંત ખાપટના ખારા વિસ્તારમાં પણ ચારથી વધુ સિંહો અલગ-અલગ સ્થળોએ વિચરણ કરતા જોવા મળ્યા હતા. આ દૃશ્યો દર્શાવે છે કે બીમારીમાંથી બહાર આવેલા સિંહો હવે ફરી તેમના કુદરતી નિવાસસ્થાન અને નક્કી કરાયેલા વિસ્તારોમાં સક્રિય બની રહ્યા છે. વન વિભાગ માટે આ રાહતભર્યા સમાચાર વન વિભાગ માટે પણ આ એક રાહતભર્યા અને આનંદદાયક સમાચાર છે. છેલ્લા એક અઠવાડિયાથી શાણાવાંકિયા વિસ્તારમાં સિંહ પરિવાર નિયમિત રીતે જોવા મળી રહ્યો છે, જેને સિંહોના સ્વાસ્થ્ય અને તેમની સામાન્ય જીવનશૈલીમાં પરત ફરવાના સકારાત્મક સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે. ગીરનું જંગલ ફરી વનરાજની ગર્જનાથી ગૂંજી ઊઠ્યું ગીરના વનરાજ ફરી એકવાર પોતાની ગર્જના અને શાન સાથે જંગલમાં રાજ કરતા જોવા મળતા સિંહપ્રેમીઓમાં ખુશીનો માહોલ છે. સિંહોને તંદુરસ્ત અને સ્વાભાવિક વર્તન સાથે નિહાળી લોકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે, જ્યારે ગીરનું જંગલ ફરી વનરાજની ગર્જનાથી ગૂંજી ઊઠ્યું છે.
    Click here to Read More
    Previous Article
    દિવ્ય ભાસ્કરના સ્ટિંગ બાદ ‘ગુજરાત એજ્યુકેશન’ પર પોલીસ તપાસ શરૂ:‘પૈસા ફેંકો, પરીક્ષા પાસ કરો’ના અહેવાલ બાદ જૂનાગઢ પોલીસે સંચાલક દર્શન મેસવાણિયાની પૂછપરછ કરી, SOGની એન્ટ્રી
    Next Article
    ગુજરાતમાં કાળઝાળ ગરમી યથાવત્, બાકીના રાજ્યોમાં પ્રી-મોન્સૂનની અસર:16 જૂનથી વરસાદનું જોર વધશે; MPમાં વાવાઝોડાથી 4નાં મોત; UPમાં રસ્તાઓ ડૂબ્યાં, લખનઉમાં દિવસે અંધારું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment