Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    BMWમાં બેઠેલા બે મિત્રોને સ્કોર્પિયોની ત્રિપુટીએ આંતરીને બેફામ માર માર્યો:પથ્થરમારો કરી ગાડીમાં તોડફોડ, ગાંધીનગરમાં નાણાંની ઉઘરાણી મામલે ફિલ્મી સ્ટાઈલે હુમલો

    1 week ago

    ગાંધીનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકાર ફેંકતો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સેક્ટર-16માં આવેલી બેંક ઓફ બરોડાની સામે રોડ પર પોતાની મોંઘીદાટ BMW ગાડીમાં બેઠેલા બે મિત્રો પર પૈસાની ઉઘરાણી બાબતે કાળી સ્કોર્પિયો કારમાં આવેલા શખ્સોએ હિચકારો હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી પથ્થરમારો કર્યો હોવાની ફરિયાદ સેક્ટર-21 પોલીસ મથકે નોંધાઈ છે. ગોવામાં હોટેલ ચલાવતાં શખસે ફરિયાદ નોંધાવી પોલીસ સૂત્રો મુજબ ગાંધીનગરના વાવોલ વિસ્તારમાં આવેલી શુભમ રેસીડેન્સીમાં રહેતા અને ગોવા ખાતે હોટેલ ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા 40 વર્ષીય તુષારસિંહ રાજનસિંહ પરમારે આ અંગે ફરિયાદ નોંધાવી છે. ગત 11 જૂનના રોજ બપોરના તુષારસિંહના ઘરે તેમની સાથે જ કામ કરતો નિતેષ હીરાભાઈ ચૌહાણ (રહે. અંબોડ) આવ્યો હતો. બે મિત્રો BMWમાં અંદર બેઠા હતા, સ્કોર્પિયો આવી બાદમાં તુષારસિંહને સેક્ટર- 16માં કામ હોવાથી તેઓ બંને પોતાની સુરત પાસિંગની BMW ગાડી લઈને નીકળ્યા હતા. અને સેક્ટર-16 ના પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ પુરાવી ચા-પાણી પીધા બાદ આશરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં તેઓ બેંક ઓફ બરોડાની સામે રોડ પર ગાડી ઉભી રાખીને અંદર બેઠા હતા. સ્કોર્પિયોમાંથી ત્રણ શખસ ઉતરીને ગાળો બોલવા લાગ્યા આ દરમિયાન અચાનક ત્યાં એક બ્લેક કલરની સ્કોર્પિયો ગાડી ધસી આવી હતી અને તુષારસિંહની BMW ગાડીની નજીક ઉભી રહી ગઈ હતી. સ્કોર્પિયોમાંથી ત્રણ માણસો નીચે ઉતર્યા હતા. જેમાં સેક્ટર-17નો નિમેષભાઈ સોલંકી અને આદિવાડાનો પાર્થ દેસાઈ હતાં. ગાડીમાંથી ઉતરતાની સાથે જ પાર્થ દેસાઈએ નિતેષ ચૌહાણ પાસે જઈને તેને બેફામ ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. ગાળો આપી માથાના ભાગે બે-ત્રણ ફેટ મારી દીધી બીજી તરફ નિમેષ સોલંકીએ ગાડીની બીજી બાજુ આવીને તુષારસિંહને જેમ ફાવે તેમ ગાળો આપી માથાના ભાગે બે-ત્રણ ફેટ મારી દીધી હતી. અચાનક થયેલા આ હુમલાથી ગભરાઈ ગયેલા તુષારસિંહે તુરંત જ પોતાની ગાડી અંદરથી લોક કરી દીધી હતી. જેથી પાર્થ દેસાઈ નિતેષને ગાડીના કાચમાંથી બહાર ખેંચવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્રીજા શખસે BMW પર જોરથી પથ્થર માર્યો આ જોઈ તુષારસિંહે પોતાની ગાડી ચાલુ કરી આગળ ભગાડવાનો પ્રયત્ન કર્યો ત્યારે સ્કોર્પિયો સાથે આવેલા ત્રીજા અજાણ્યા શખ્સે BMW ગાડી પર જોરથી પથ્થર માર્યો હતો.જેના કારણે ગાડીના પાછળના ભાગે ડાબી બાજુ મોટા સ્ક્રેચ પડી ગયા હતા ગાડીને નુકસાન થયું હતું. નાણાંની ઉઘરાણી મામલે ફિલ્મી સ્ટાઈલે હુમલો આ હુમલાખોરોએ એટલેથી ન અટકતા સ્કોર્પિયો ગાડી લઈને તેમનો પીછો પણ કર્યો હતો. જોકે હુમલાખોરોથી બચીને બંને મિત્રો છુપાઈને સીધા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ પ્રાથમિક સારવાર લીધી હતી. દરમિયાન તુષારસિંહે હુમલાના કારણ અંગે નિતેષ ચૌહાણને પૂછતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો. નિતેષે જણાવ્યું હતું કે, તેણે નિમેષભાઈ સોલંકી પાસેથી પૈસા લીધેલા હોવાથી નિમેષ સોલંકી અને પાર્થ દેસાઈ તેની પાસે અવારનવાર નાણાંની કડક ઉઘરાણી કરતા હતા. નિતેષ પૈસા ચૂકવી શકતો ન હોવાના કારણે આ બંને શખ્સોએ ઘાતક પ્લાન બનાવીને આ હુમલો કર્યો હતો. આ અંગે સેકટર 21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં કાળઝાળ ગરમી યથાવત્, બાકીના રાજ્યોમાં પ્રી-મોન્સૂનની અસર:16 જૂનથી વરસાદનું જોર વધશે; MPમાં વાવાઝોડાથી 4નાં મોત; UPમાં રસ્તાઓ ડૂબ્યાં, લખનઉમાં દિવસે અંધારું
    Next Article
    FIFA WC Day 2 Highlights: USA Achieve Biggest Win, Canada End Goal Drought

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment