Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિક્ષક દિન:સરકારી શાળાના શિક્ષકો 16 વર્ષમાં 800થી વધુ દિવ્યાંગ બાળકોને શિક્ષણની મુખ્યધારામાં લાવ્યાં

    7 hours ago

    શિક્ષણ સમિતિમાં નોકરીની શરૂઆત સાથે જ દિવ્યાંગ બાળકોને વિશેષ શિક્ષણ પૂરું પાડવાની શરૂઆત કરનાર શિક્ષક 16 વર્ષમાં 800થી વધુ દિવ્યાંગ બાળકોને શિક્ષણની મુખ્યધારામાં લાવ્યાં છે. દરેક બાળકની જરૂરિયાત મુજબ અલગ ભણતરનો પ્લાન તૈયાર કરી વ્યક્તિગત ધ્યાન અપાયું છે. શિક્ષણ સમિતિમાં સ્પેશિયલ એજ્યુકેટર તરીકે ફરજ બજાવતા નીતાબેન ગાંધી 2010માં સમિતિની શાળામાં જોડાયા હતા. સૌ-પ્રથમ નિતાબેને ઘર-ઘર જઈ જાગૃતિ અને શાળા પ્રવેશની પ્રક્રિયા માટે લોકોને સમજાવ્યા હતા. દિવ્યાંગ બાળકોના વાલીઓ અને સમાજમાં વ્યાપક જાગૃતિ લાવી, તેમની મનોવૃત્તિ બદલીને બાળકોને શિક્ષણની મુખ્યધારામાં લાવવા શાળા પ્રવેશ અપાવ્યો હતો. બાલવાટિકાથી ધો. 12 સુધી બાળકોનું શિક્ષણ સતત ચાલુ રહે અને તેઓ અભ્યાસ પૂર્ણ કરે તે માટે સતત સહયોગ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ધો.12 બાદ પણ બાળકો પોતે પગભર થઈ શકે તે માટે પ્રી-વોકેશનલ અને વોકેશનલ તાલીમ અપાવી રોજગાર કે વ્યવસાય મેળવવામાં મદદરૂપ બન્યા. ઓક્યુપેશનલ થેરાપીના પણ પ્રયત્નો કરાયા. તેમજ શારીરિક તકલીફો ધરાવતા બાળકો માટે જરૂરી નાના-મોટા ઓપરેશન કરાવવામાં પણ સહાય કરવામાં આવી છે. સેન્સરી લર્નિંગ તેમજ ભવિષ્યમાં રોજગાર મેળવી શકે તેની ટ્રેનીંગ અપાઇ શિક્ષક રામચંદ્ર શિતોળે 2010થી દિવ્યાંગ બાળકો સાથે કામ કરે છે. તેમનો ઉદ્દેશ્ય તમામ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા બાળકોને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવાનો અને તેમને સ્વનિર્ભર બનાવવાનો છે. તેઓ બાળકોની શારીરિક અને માનસિક ક્ષમતાઓ ખીલવવા માટે વિવિધ થેરાપી પૂરી પાડે છે. જેમ કે ફિઝિયોથેરાપી, બ્રશ કરવું કે જમવા જેવા રોજિંદા કાર્યો જાતે શીખવવા, ઓક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી અને બિહેવિયરલ થેરાપી અપાય છે.
    Click here to Read More
    Previous Article
    રસોયા માટે એપ્રન અને ટોપી ફરજિયાત:વિદ્યાર્થીઓને પોષણ આહાર આપતાં પહેલાં વાલીઓ તરફથી ટેસ્ટ કરાશે!
    Next Article
    સિટી એન્કર:મુંબઈ યુનિવર્સિટી સહિત 3 યુનિવર્સિટીઓમાં ‘ચાન્સેલર મેડલ’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment