Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રસોયા માટે એપ્રન અને ટોપી ફરજિયાત:વિદ્યાર્થીઓને પોષણ આહાર આપતાં પહેલાં વાલીઓ તરફથી ટેસ્ટ કરાશે!

    7 hours ago

    વિદ્યાર્થીઓના પોષણ આહારમાં અનિયમિતતા જણાશે તો સંબંધિત સ્કૂલની ખેર નથી અને સ્કૂલમાં જ ભોજન તૈયાર થતું હોય તો લાયસંસ લો અથવા કાર્યવાહીનો સામનો કરો એવો ઈશારો અન્ન અને ઔષધ પ્રશાસનના કમિશનર તુકારામ મુંઢેએ આપ્યો હતો. એ પછી સ્કૂલ શિક્ષણ વિભાગે નિયમાવલી જ બનાવી છે. વિદ્યાર્થીઓને પોષણ આહાર આપવા પહેલાં વાલીઓ તરફથી જ ટેસ્ટ કરવામાં આવશે. ઉપરાંત રસોયા માટે એપ્રન અને ટોપી પહેરવી ફરજિયાત કરવામાં આવ્યું છે. આ નિયમોનું પાલન થાય છે કે નહીં એની તપાસ વિજિલન્સ ટીમ અચાનક મુલાકાત કરીને કરશે. વડાપ્રધાન પોષણ આહાર યોજના અંતર્ગત રાજ્યના પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક સ્કૂલોમાં વિદ્યાર્થીઓને પૌષ્ટિક આહાર આપવામાં આવે છે. પહેલાથી પાંચમા ધોરણના વિદ્યાર્થીઓને દરરોજ 450 કેલેરી અને 12 ગ્રામ પ્રોટીન તો છઠ્ઠાથી આઠમા ધોરણના વિદ્યાર્થીઓને 700 કેલેરી અને 20 ગ્રામ પ્રોટીનવાળો આહાર આપવામાં આવે છે. એના માટે કેન્દ્ર અન્ન મહામંડળ તરફથી સવલતના દરે ચોખા પૂરા પાડવામાં આવે છે. જો કે સ્કૂલો દ્વારા એમાંથી બનાવવામાં આવતા આહારમાં ગુણવત્તા જાળવવામાં આવતી નથી એમ અનેક ઘટનાઓમાંથી પ્રકાશમાં આવ્યું હતું. એફડીએએ આ આહાર સુરક્ષિત હોય એ માટે સ્કૂલોને સૂચના આપી હતી. એ અનુસાર શિક્ષણ સંચાલનાલયે નિયમાવલી ઘડી આપી છે. વિદ્યાર્થીઓને આહાર આપવા પહેલા દરરોજ વાલીઓને બોલાવી આહાર ચખાડવો અને એની પ્રતિક્રિયા રજિસ્ટરમાં નોંધવી. રસોડુ, વાસણ અને પીવાના પાણીની ટાંકી પૂર્ણપણે સ્વચ્છ હોવી જોઈએ. રસોયો અને મદદનીશે એપ્રન અને ટોપી પહેરવી. હાથ ધોવા ફરજિયાત છે. વિદ્યાર્થીઓને માટી કે મેદાનમાં ન બેસાડવા પણ પ્રાંગણ કે સ્વચ્છ જગ્યામાં બેસાડવા. આવેલા ચોખા અને બીજા અનાજનો દરજ્જો તપાસવો. આહાર ખાનાર વિદ્યાર્થીઓની એમડીએમ પોર્ટલ પર નોંધણી કરવી.
    Click here to Read More
    Previous Article
    All Options Against Iran "On Table", Including Covert Pressure: JD Vance
    Next Article
    શિક્ષક દિન:સરકારી શાળાના શિક્ષકો 16 વર્ષમાં 800થી વધુ દિવ્યાંગ બાળકોને શિક્ષણની મુખ્યધારામાં લાવ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment