Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટંકારા-હળવદમાં જુગારની બે રેડ:16 શખ્સો 2.24 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

    1 day ago

    મોરબી જિલ્લામાં ટંકારા અને હળવદ પોલીસે જુગાર સામે કાર્યવાહી કરતાં બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી કુલ 16 શખ્સોને ઝડપી પાડ્યા છે. બંને રેડ દરમિયાન પોલીસે કુલ રૂ. 2.24 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. ટંકારાના નસીતપર ગામની સીમમાંથી 6 અને હળવદ શહેરમાંથી 10 શખ્સો ઝડપાયા હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. ટંકારા પોલીસે નસીતપર ગામની સીમમાં દરોડો પાડ્યો ટંકારા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે નસીતપર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. આ માહિતીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા ભરતભાઈ છગનભાઈ કડીવાર, કાંતિલાલ કરસનભાઈ આદ્રોજા, બલવીરભાઈ ધીરજલાલ બરાસરા, ભરતભાઈ પ્રભુભાઈ વીરસોડિયા, હિતેશભાઈ ઓધવજીભાઈ હોથી અને દિનેશભાઈ કાંતિલાલ વીઠલાપરા જુગાર રમતા ઝડપાયા હતા. રૂ. 1.21 લાખનો મુદ્દામાલ કબજે પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. 91,700 તથા રૂ. 30,000ની કિંમતના 6 મોબાઇલ ફોન મળી કુલ રૂ. 1,21,700નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી પીઆઈ જે.ડી. ઝાલાની સૂચના મુજબ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. હળવદમાં વાડીની ઓરડીમાં જુગાર રમાતો પકડાયો બીજી ઘટનામાં હળવદ શહેરના ધરતીનગર વિસ્તારમાં આવેલ જીતેન્દ્રસિંહ પરમારની વાડીની ઓરડીમાં જુગાર રમાતો હોવાની ચોક્કસ માહિતી હળવદ પોલીસને મળી હતી. પોલીસે દરોડો પાડતા જીતેન્દ્રસિંહ હિંમતસિંહ પરમાર, પ્રકાશભાઈ દિનેશભાઈ અદગામા, કાળુભાઈ રત્નાભાઈ કંઝારીયા, મહેશભાઈ ટીનાભાઈ થરેશા, અનિલભાઈ જયંતીભાઈ સનુરા, સુરેશભાઈ સિંધાભાઈ ભદ્રેશિયા, રાજુભાઈ સમરથભાઈ કાંકરેચા, જેસીંગભાઈ કરણાભાઈ કુંભારીયા અને ઝાલાભાઈ હિન્દુભાઈ જાદવ સહિત કુલ 10 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા. હળવદમાંથી રૂ. 1.03 લાખની રોકડ જપ્ત હળવદ પોલીસે સ્થળ પરથી રૂ. 1,03,300ની રોકડ કબજે કરી હતી. તમામ આરોપીઓ સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં ખેડૂત આગેવાનના કારખાને સરકારી તપાસ:વિવિધ વિભાગોની ટીમો પહોંચી, કાર્યવાહી શરૂ
    Next Article
    SMC હુમલા કેસમાં નિર્દોષોને ફસાવ્યાનો ધારાસભ્ય વિમલ ચુડાસમાનો આક્ષેપ:SPને રજૂઆત કરી તટસ્થ તપાસ અને કલમો હટાવવાની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment