Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં ખેડૂત આગેવાનના કારખાને સરકારી તપાસ:વિવિધ વિભાગોની ટીમો પહોંચી, કાર્યવાહી શરૂ

    1 day ago

    મોરબીમાં ખેડૂત આંદોલન સાથે સંકળાયેલા યુવા આગેવાન વૈભવ અમૃતિયાના કારખાને સોમવારે સાંજે જુદા જુદા સરકારી વિભાગો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સોખડા ગામના પાટિયા પાસે આવેલા તેમના ફેરોલી પાર્ટીકલ બોર્ડના કારખાના પર ખાણ ખનીજ, મહિલા-બાળ વિકાસ સહિતના વિભાગોની ટીમો પહોંચી હતી. મોરબી તાલુકાના જેતપર ગામે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. આ આંદોલન સાથે જોડાયેલા સભ્યો અને આગેવાનોને દબાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આંદોલનને વિખેરવાના પ્રયાસોના ભાગરૂપે અગાઉ પણ કાર્યવાહી કરવામાં આવી હતી. થોડા દિવસો પહેલા આંદોલનને આડકતરી રીતે મદદ કરનાર મનોજ પનારા જે ગૌશાળાના પ્રમુખ હતા, તે ગૌશાળાને દબાણ હટાવવા માટેની નોટિસ અપાઈ હતી. ત્યારબાદ, 19 દિવસ સુધી આમરણાંત ઉપવાસ કરનાર રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના ભાઈ રાકેશ અમૃતિયાના ટિંબડી ગામ પાસેના ભરડિયા પર ખાણ ખનીજ અને વીજ કંપનીની ટીમ પહોંચી હતી. આ ઘટનાક્રમમાં હવે ખેડૂત આંદોલન સમિતિના સભ્ય વૈભવ અમૃતિયાના કારખાના પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જે આંદોલનકારીઓમાં ચર્ચાનો વિષય બન્યું છે.
    Click here to Read More
    Previous Article
    Pimpri Chinchwad ward committee chairpersons elected unopposed
    Next Article
    ટંકારા-હળવદમાં જુગારની બે રેડ:16 શખ્સો 2.24 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment