Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SMC હુમલા કેસમાં નિર્દોષોને ફસાવ્યાનો ધારાસભ્ય વિમલ ચુડાસમાનો આક્ષેપ:SPને રજૂઆત કરી તટસ્થ તપાસ અને કલમો હટાવવાની માંગ

    1 day ago

    ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના કોળીવાડા વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ની ટીમ પર થયેલા હુમલા બાદ નોંધાયેલા ગુનામાં નિર્દોષ લોકોને આરોપી બનાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કર્યો છે. તેમણે કોળી સમાજના આગેવાનો સાથે જિલ્લા પોલીસ અધિક્ષકને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરી છે. ધારાસભ્યએ રજૂઆતમાં જણાવ્યું છે કે, વેરાવળ શહેરમાં નોંધાયેલા ગુનામાં અંદાજે ૨૦૦ લોકોના ટોળા સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો છે. આ ઉપરાંત, અનેક મહિલા-પુરુષોની ખોટી અટકાયત કરવામાં આવી હોવાનો પણ તેમણે દાવો કર્યો છે. તેમણે સમગ્ર ઘટનાની તટસ્થ અને ન્યાયિક તપાસ કરાવવા તેમજ BNS કલમ ૧૦૯(૧) (જૂની IPC કલમ ૩૦૭ને અનુરૂપ) સહિતની ગંભીર કલમો દૂર કરવાની માંગ કરી છે. લેખિત રજૂઆત મુજબ, ૮ જુલાઈની રાત્રે SMCના અધિકારીઓ કથિત રીતે સિવિલ ડ્રેસમાં અને મહિલા પોલીસ વિના રહેણાંક મકાનમાં પ્રવેશ્યા હતા. ત્યારબાદ ઘરમાં રહેલા સભ્યો સાથે મારપીટ કરવામાં આવી અને બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાના અવાજથી આસપાસના લોકો ભેગા થયા હતા, પરંતુ બાદમાં તેમને હુમલાખોર ટોળા તરીકે દર્શાવી ગંભીર ગુનો નોંધવામાં આવ્યો હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. ધારાસભ્યએ વધુમાં આક્ષેપ કર્યો છે કે, રેઇડ દરમિયાન કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું નહોતું. જેમાં ફરજિયાત વિડિયો રેકોર્ડિંગ તથા મહિલા પોલીસની હાજરી જેવી જોગવાઈઓનો ભંગ થયો હતો. તેમણે જણાવ્યું કે, સમગ્ર કાર્યવાહી પોલીસની ભૂલો છુપાવવા માટે કરવામાં આવી હોવાનું સ્થાનિક લોકોમાં માનવામાં આવે છે. રજૂઆતમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, અનેક આરોપીઓ દૈનિક મજૂરી કરીને જીવન ગુજારતા સામાન્ય નાગરિકો છે, જેમનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. કેટલાક વૃદ્ધો, મહિલાઓ તથા યુવાનોને પણ આરોપી બનાવવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. ઘટનાસ્થળે હાજર ન હોવા છતાં કેટલાક લોકોને જેલમાં મોકલવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરી તેમની અન્યત્ર હાજરીના CCTV ફૂટેજ ચકાસી નિર્દોષોને મુક્ત કરવાની માંગ કરવામાં આવી છે. ધારાસભ્યએ આ રજૂઆતની નકલ રાજ્યના ગૃહમંત્રી, ગૃહ સચિવ, રાજ્ય પોલીસ વડા તથા રેન્જ આઈજીને પણ મોકલી હોવાનું જણાવ્યું છે. સમગ્ર મામલે હવે જિલ્લા પોલીસ તંત્ર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર મંડાઈ છે.
    Click here to Read More
    Previous Article
    ટંકારા-હળવદમાં જુગારની બે રેડ:16 શખ્સો 2.24 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
    Next Article
    Abhishek Sharma The Target Of Social Media Users Using AI To Spread Rumours, Delhi High Court Says This

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment