Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં રાજ્યકક્ષાની સ્પોર્ટ ક્લાઈમ્બિંગ ચેમ્પિયનશિપ સંપન્ન:16 જિલ્લાના 153 ખેલાડીઓએ ભાગ લઈ બોલ્ડરિંગ-સ્પીડ ક્લાઈમ્બિંગમાં કૌશલ્ય બતાવ્યું

    6 hours ago

    'ફિટનેસ ફોર ઓલ'ના મંત્ર સાથે કાર્યરત ગ્રો ફિટ ફાઉન્ડેશન (Grow Fit Foundation) દ્વારા ઈન્ડિયન માઉન્ટેનિયરિંગ ફાઉન્ડેશન (IMF) વેસ્ટ ઝોનના નેજા હેઠળ '2જી યુવરાજસિંહ સિસોદિયા સ્પોર્ટ ક્લાઈમ્બિંગ ચેમ્પિયનશિપ - 2026' (2nd YSSCC-2026) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 9 થી 11 ઓક્ટોબર 2026 દરમિયાન અમદાવાદના નિકોલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતના 16 જિલ્લાઓમાંથી 153 ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 4 વયજૂથોમાં બોલ્ડરિંગ અને સ્પીડ ક્લાઈમ્બિંગ આ ચેમ્પિયનશિપમાં અંડર-10, અંડર-14, અંડર-17 અને ઓપન એમ ચાર કેટેગરીમાં સ્પર્ધાઓ યોજાઈ હતી. અંડર-10 વયજૂથ માટે માત્ર 'બોલ્ડરિંગ' (Bouldering) સ્પર્ધા રાખવામાં આવી હતી, જ્યારે અંડર-14, અંડર-17 અને ઓપન કેટેગરીના ખેલાડીઓ માટે 'બોલ્ડરિંગ' અને 'સ્પીડ ક્લાઈમ્બિંગ' (Speed Climbing) એમ બંને પ્રકારની સ્પર્ધાઓનું આયોજન થયું હતું. કુલ 153 ખેલાડીઓમાં 50 મહિલા (લગભગ 32.7%) અને 103 પુરુષ ખેલાડીઓ સામેલ હતા. જેમાં ઓપન કેટેગરીમાં 54 (16 મહિલા, 38 પુરુષ), અંડર-17માં 38 (19 મહિલા, 19 પુરુષ), અંડર-14માં 51 (40 મહિલા, 11 પુરુષ) અને અંડર-10માં 10 (4 મહિલા, 6 પુરુષ) સ્પર્ધકોએ પોતાનું કૌશલ્ય દર્શાવ્યું હતું નિષ્ણાત નિર્ણાયકો અને પારદર્શક સંચાલન સ્પર્ધાના નિષ્પક્ષ અને ટેકનિકલ સંચાલન માટે IMF વેસ્ટ ઝોનના પ્રતિનિધિઓ આર. કે. શર્મા (ચીફ જ્યુરી), રોહિતાશ્વ મગન બિસ્સા (જજ), સ્વાતિ આચાર્ય (જજ) અને પ્રકાશ કેલશેકર (કોઓર્ડિનેટર) ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ગુજરાતના જજ તરીકે ધ્રુવ ઓઝા, વજુ સેફતરા, સંકેત પરમાર, મગન જાંબુચા, કાર્તિકી તેજાણી, વૈશાલી પટેલ અને સુરેન્દ્રસિંહ સિસોદિયાએ સેવા આપી હતી. રૂટ-સેટિંગ ટીમમાં ચીફ રૂટ સેટર યોગી રાદડિયાના માર્ગદર્શન હેઠળ મિલાપ સોની, શૈલેષ બલાસા, દેવરાજ ગોહિલ, દિવ્યરાજ ગોહિલ, હર્ષ ભગત અને ચિરાગ સોલંકીએ કામગીરી બજાવી હતી. ગ્રો ફિટ ફાઉન્ડેશનના સ્થાપક અને પ્રમુખ એસ. એમ. સિસોદિયાના નેતૃત્વમાં સ્વયંસેવકોની ટીમે સમગ્ર વ્યવસ્થા સંભાળી હતી. પરિણામોની ચકાસણી અને પારદર્શિતા માટે સ્પર્ધાના તમામ તબક્કાઓનું વીડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું વિનામૂલ્યે સુવિધાઓ અને મેડિકલ સુરક્ષા આ સ્પર્ધાની સૌથી મોટી વિશેષતા એ હતી કે કોઈપણ ખેલાડી પાસેથી રજિસ્ટ્રેશન ફી લેવામાં આવી ન હતી. બહારગામથી આવતા તમામ ખેલાડીઓ માટે રહેવા, જમવા (સવારનો નાસ્તો, બપોરનું અને રાત્રિનું ભોજન) તેમજ હાઈડ્રેશનની વિનામૂલ્યે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ખેલાડીઓની સુરક્ષા માટે શેલ્બી હોસ્પિટલ (Shalby Hospital) ના સહયોગથી ડોક્ટરોની ટીમ, ફિઝિયોથેરાપી ડોક્ટરો અને ઈમરજન્સી એમ્બ્યુલન્સ સ્થળ પર તૈનાત રાખવામાં આવી હતી. તમામ સહભાગીઓને પ્રમાણપત્ર, ટી-શર્ટ અને ભેટ આપવામાં આવી હતી, જ્યારે વિજેતાઓને મેરિટ સર્ટિફિકેટ, મેડલ, ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરાયા હતા. મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ ચેમ્પિયનશિપના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે અમદાવાદના એવરેસ્ટ વિજેતા નિશા કુમારી ઉપસ્થિત રહ્યા હતા. સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ગાંધીનગરના મેરેથોન ફિનિશર જયંત (જગત) કરાણી તથા અતિથિ વિશેષ તરીકે IIT ગાંધીનગરના સ્પોર્ટ્સ હેડ ડો. દિનેશ પરમારે હાજરી આપી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. રમતગમત સત્તામંડળો સમક્ષ વિશેષ રજૂઆત ગ્રો ફિટ ફાઉન્ડેશન દ્વારા રિપોર્ટ IMF, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI), સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) તથા રાજ્ય અને કેન્દ્ર સરકારના રમતગમત વિભાગોને સુપરત કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતમાં સ્પોર્ટ ક્લાઈમ્બિંગના વિકાસ માટે ટેકનિકલ માર્ગદર્શન, આધુનિક તાલીમ સુવિધાઓ, સાધનો અને સરકારી યોજનાઓનો લાભ આપવા અંગે હકારાત્મક રજૂઆત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વિધાનસભા ચૂંટણીના એક વર્ષ પહેલા CMનું સૂચક નિવેદન:પાર્ટીના સ્નેહમિલન કાર્યક્રમમાં નેતા-કાર્યકર્તાઓને કહ્યું-‘અસંતુષ્ટોને સંતુષ્ટ કરી સૌનો પ્રેમ જીતવાનો સંકલ્પ લઈએ’
    Next Article
    યુસુફ પઠાણને પ્લોટ આપવા મુદ્દે આવેદનપત્ર:મનપાની સામાન્ય સભામાં મંજૂરી મળે તે પહેલા વિરોધ, નિયમનું ખોટું અર્થઘટન કરી પ્લોટ અપાતો હોવાની રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment