Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુસુફ પઠાણને પ્લોટ આપવા મુદ્દે આવેદનપત્ર:મનપાની સામાન્ય સભામાં મંજૂરી મળે તે પહેલા વિરોધ, નિયમનું ખોટું અર્થઘટન કરી પ્લોટ અપાતો હોવાની રજૂઆત

    6 घंटे पहले

    વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા ટી.પી. યોજનાના કિંમતી પ્લોટને પૂર્વ ક્રિકેટર અને રાજકારણી યુસુફખાન પઠાણને નજીવી કિંમતે અને વગર હરાજીએ ફાળવવાની દરખાસ્ત સામે જાહેરહિતમાં ભારે વિરોધ ઉઠ્યો છે. વિશામિત્રી બચાવો સમિતિના અગ્રણીઓ દ્વારા અગ્ર સચિવ અને વડોદરા મ્યુનિસિપલ કમિશનરને લેખિત વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ડિસ્પોઝલ ઓફ લેન્ડ એન્ડ અધર પ્રોપર્ટીઝ રેગ્યુલેશનના નિયમોનું ઉલ્લંઘન કોર્પોરેશનની માલિકીનો અંદાજે 978 ચોરસ મીટરનો કોમર્શિયલ હેતુવાળો ફાઇનલ પ્લોટ નં. 90, જેની બજાર કિંમત આશરે 20 કરોડ જેટલી થાય છે, તે પ્લોટ માત્ર 5 કરોડ જેવી નજીવી કિંમતે અને તેમાં પણ 500 ચોરસ મીટર જમીન ભેટ સ્વરૂપે આપવાનો ગેરકાયદેસર નિર્ણય કરવામાં આવ્યો છે. આ સમગ્ર વિવાદ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાજ્ય સરકારના 'ડિસ્પોઝલ ઓફ લેન્ડ એન્ડ અધર પ્રોપર્ટીઝ રેગ્યુલેશન-2002' ના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરીને આ પ્લોટ ફાળવવામાં આવી રહ્યો છે. પ્રસ્થાપિત નિયમો અનુસાર આવી જમીનો માત્ર શૈક્ષણિક સંસ્થાઓ, ચેરિટેબલ ટ્રસ્ટ અથવા જાહેર જનતાના હિત માટેના કાર્યો માટે જ ફાળવી શકાય છે, જેમાં વ્યક્તિગત ધોરણે કોઈને આ રીતે મિલકત આપવાની કોઈ જોગવાઈ નથી. આશ્ચર્યની વાત એ છે કે વર્ષ 2014માં રાજ્ય સરકારે આ જ નિયમો હેઠળ યુસુફખાન પઠાણની આવી જ જમીન ફાળવણીની અરજી નામંજૂર કરી હતી, છતાં 12ઓગસ્ટ 2026ના રોજ મળેલી મંત્રીમંડળની બેઠકમાં તેને મંજૂરી આપવામાં આવી હતી. સ્થાયી સમિતિએ દરખાસ્તને મંજૂર કરી છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ પણ ગત 15 ઓક્ટોબર 2026ના રોજ આ દરખાસ્તને સર્વાનુમતે મંજૂર કરી દીધી છે અને આગામી 18 નવેમ્બર 2026ના રોજ મળનારી સામાન્ય સભામાં નીતિગત મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે. આ અંગે વિરોધ નોંધાવી રહેલા શૈલેષ અમીને એવા પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે કે યુસુફખાન પઠાણ દ્વારા છેલ્લા 14 વર્ષથી આ પ્લોટ પર ગેરકાયદેસર દબાણ કરીને કબજો જમાવવામાં આવ્યો હતો. આ મામલે નામદાર ગુજરાત હાઈકોર્ટે 21 ઓગસ્ટ 2028ના રોજ પોતાના હુકમમાં સ્પષ્ટપણે નોંધ્યું હતું કે ગેરકાયદેસર કબજો કરનાર વ્યક્તિને તે જમીન પર કબજો રાખવાની મંજૂરી આપી શકાય નહીં. હાઈકોર્ટના આદેશ બાદ પણ દંડ ન વસૂલાયો હાઈકોર્ટના સ્પષ્ટ આદેશ છતાં દબાણ દૂર કરવાના બદલે સત્તાધીશો દ્વારા કરોડો રૂપિયાની જમીન કોઈ પણ હરાજી વગર અને દંડનીય વસૂલાત કર્યા વિના ચોક્કસ વ્યક્તિને ભેટમાં આપી દેવાનું વલણ દાખવવામાં આવ્યું છે. આ દરખાસ્તમાં પૂર્વ દ્રષ્ટાંત ન ગણવાની શરત મૂકવામાં આવી છે, જે ભારતીય બંધારણના અનુચ્છેદ 15, 16 અને 17 હેઠળ નાગરિકોને મળેલા સમાનતાના અધિકારનો સીધો ભંગ કરે છે અને અન્ય ખેલાડીઓ સાથે પણ ભેદભાવ દર્શાવે છે. આમ, પ્રજાના વેરાના રૂપિયાથી બનેલી જાહેર મિલકતના ભોગે થયેલી આ મિલકત ફાળવણીની પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શિતા વિહોણી, પક્ષપાતી અને ગેરકાયદેસર હોવાથી સામાન્ય સભા મળે તે પહેલાં આ દરખાસ્તને રદ કરવા માટે ઉગ્ર માંગણી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં રાજ્યકક્ષાની સ્પોર્ટ ક્લાઈમ્બિંગ ચેમ્પિયનશિપ સંપન્ન:16 જિલ્લાના 153 ખેલાડીઓએ ભાગ લઈ બોલ્ડરિંગ-સ્પીડ ક્લાઈમ્બિંગમાં કૌશલ્ય બતાવ્યું
    Next Article
    हज़ारों करोड़ के ख़र्च के बाद भी यमुना का यह हाल? झाग-झाग हुई दिल्ली की छठ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment