Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહાત્મા મંદિર મેટ્રોથી ગાંધીનગર રેલવે સ્ટેશન જવા 16 મિનિટ બચશે:હાઈટેક ટ્રાવેલેટરથી 1.3 કિમી લોકોને ચાલવુ નહી પડે, ફક્ત માત્ર 4 મિનિટમાં પહોંચી શકશો

    15 hours ago

    ગુજરાતના પાટનગરને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વનું કદમ ઉઠાવવામાં આવ્યું છે. મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન અને ગાંધીનગર રેલવે સ્ટેશન વચ્ચેના અંતરને ઘટાડવા માટે નિર્મિત હાઈટેક ટ્રાવેલેટરને આખરે મુસાફરો માટે ખુલ્લું મુકી દેવાયું છે. મલ્ટી મોડેલ ઇન્ટિગ્રેશનના ભાગરૂપે આશરે 30 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું આ 400 મીટર લાંબુ ટ્રાવેલેટર મેટ્રો અને રેલવે બંનેના મુસાફરો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. શરૂઆતી તબક્કે થયેલા વિલંબ બાદ ઉચ્ચ કક્ષાએથી મળેલી કડક સૂચનાઓને પગલે પ્રોજેક્ટને તરતો મૂકી દેવાયો છે. ગાંધીનગરમાં મુકાયેલું ટ્રાવેલેટર ગુજરાતમાં આ પ્રકારનો પ્રથમ પ્રયોગ છે. ટ્રાવેલેટર શરૂ થતાં હવે 1.3 કિમી ચાલવું નહીં પડે અત્યાર સુધી ગાંધીનગર રેલવે સ્ટેશનથી મેટ્રો પકડવા માટે મુસાફરોએ નીચે રસ્તા પર ઉતરીને ખ-રોડ પરથી અંદાજે 1.3 કિલોમીટર જેટલું ચાલીને જવું પડતું હતું. આ મુસાફરીમાં અંદાજે 15થી 20 મિનિટનો સમય વેડફાતો હતો. 4 મિનિટમાં રેલવે સ્ટેશન સંકુલ પહોંચી શકશો જોકે હવે આ આધુનિક સુવિધા શરૂ થતા મુસાફરોએ નીચે રસ્તા પર આવવાની જરૂર જ પડતી નથી. મેટ્રો સ્ટેશનથી ઉતરીને સીધા જ ટ્રાવેલેટર પર ચઢીને માત્ર 4 મિનિટમાં રેલવે સ્ટેશનના સંકુલમાં પહોંચી શકાય છે. રસ્તો ઓળંગ્યા વિના ત્રણ ભાગમાં 400 મીટર મુસાફરી હાઈટેક ટ્રાવેલેટરની વિશેષતા એ છે કે તેને મુખ્ય ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે. પ્રથમ તબક્કો મુસાફરોને ઐતિહાસિક દાંડી કુટીર સુધી લઈ જાય છે. ત્યાંથી થોડા ડગલાંના અંતરે બીજો વિભાગ અને ત્યારબાદ ત્રીજો વિભાગ શરૂ થાય છે. જે છેક મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનની અંદર ઉતારે છે. આ 350થી 400 મીટરની મુસાફરી દરમિયાન મુસાફરોએ ક્યાંય પણ રસ્તો ઓળંગવો પડતો નથી, જે સુરક્ષા અને સુવિધાની દ્રષ્ટિએ મહત્વનો છે. આરામથી એક સ્ટેશનથી બીજા સ્ટેશન પર જઈ શકાશે આ પ્રોજેક્ટનો સૌથી મોટો ફાયદો વૃદ્ધો, અશક્ત વ્યક્તિઓ અને દિવ્યાંગ મુસાફરોને મળશે. અગાઉ ભારે સામાન સાથે ટ્રાફિક વચ્ચે રસ્તો ક્રોસ કરવો તેમના માટે જોખમી અને થકવી દેનારો હતો. હવે ટ્રાવેલેટરની મદદથી કોઈપણ શારીરિક શ્રમ વગર તેઓ આરામથી એક સ્ટેશનથી બીજા સ્ટેશન પર જઈ શકે છે. મેટ્રો અને રેલવે સ્ટેશન જતાં મુસાફરોનો ફાયદો ગાંધીનગરના આધુનિકીકરણ અને પરિવહન સેવાઓને પેસેન્જર ફ્રેન્ડલી બનાવવાની દિશામાં આ પ્રોજેક્ટ ગેમચેન્જર સાબિત થવાનો છે. આગામી સમયમાં જ્યારે મેટ્રો અને રેલવેમાં મુસાફરોનો ધસારો વધશે ત્યારે આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર શહેરની ગતિશીલતા જાળવી રાખવામાં પાયાની ભૂમિકા ભજવશે.
    Click here to Read More
    Previous Article
    લખનઉમાં રાહુલ બોલ્યા- મોદી સાયકોલોજિકલી ખતમ:અમેરિકા સામે નરેન્દરે સરેન્ડર કરી દીધું, તેઓ હવે ભારતના વડાપ્રધાન નથી
    Next Article
    હે માતાજી ! પૂજારીએ જ મંદિરમાં ચોરી કરી, CCTV:ગિરનાર પર અંબાજી મંદિરની દાનપેટીમાંથી રૂપિયાની થેલી ભરી, દારૂ-નોનવેજ પાર્ટી પછી કોંગ્રેસે શુદ્ધિકરણ કર્યું, ભાજપ ચૂપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment