Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કપરાડામાં 16 ઈંચ, ચીખલી-વાંસદા 10 ઇંચથી જળબંબાકાર, ઈકો તણાઈ:નવસારીની શાળા-કોલેજોમાં રજા જાહેર; દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી

    11 hours ago

    છેલ્લાં 24 કલાક દરમિયાન રાજયમાં 173 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં કપરાડામાં 16 ઈંચ તેમજ ચીખલી અને વાંસદામાં 10 ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાતાં ચારેતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખીને તંત્રે નવસારીની તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દીધી છે. જ્યારે વાંસદા તાલુકામાં બોપી-મોળા આંબા કોઝવે પરથી પસાર થતી ઈકો તણાઈ હતી, જેમાં એક વ્યક્તિનો આબાદ બચાવ થયો છે. હવામાન વિભાગ દ્વારા આજે પણ દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ત્યારબાદ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આજે નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે 22 જુલાઈએ નવસારી અને વલસાડમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ સાથે અત્યંત ભારે વરસાદની શક્યતા છે. સુરત, ડાંગ, તાપી અને દમણ, દાદરા-નગર હવેલીમાં અતિભારે વરસાદ પડી શકે છે. પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. દક્ષિણ ગુજરાત ભારે વરસાદની શકયતા 23 જુલાઈ દરમિયાન પણ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે. આ સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં અનેક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મોટાભાગના સ્થળોએ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 24 જુલાઈ દરમિયાન પણ આવી જ સ્થિતિ રહેવાની આગાહી છે. રાજ્યના વરસાદની તસવીરો… આજે નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ
    Click here to Read More
    Previous Article
    ઉચ્છલ હાઇવે પર ST બસ-કન્ટેનર કાદવમાં ફસાયા:એક જ દિવસમાં 8 અકસ્માત સર્જાયા, બાઈકનો કચ્ચરઘાણ
    Next Article
    હળવદ રેપ કેસનો આજીવન કેદનો આરોપી ઝડપાયો:9 દિવસના જામીન બાદ જેલમાં હાજર ન થતા ફરાર થયો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment