Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં વધુ ડામરથી રોડ લીસો, ST બસ સ્લીપ થઈ:મોટી દુર્ઘટના ટળી, ડ્રાઈવરની સમયસૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ

    2 days ago

    મહીસાગર જિલ્લામાં અમદાવાદથી ફતેપુરા જઈ રહેલી એક એસ.ટી. બસને અકસ્માત નડ્યો હતો. આ ઘટના માળિયા બસ સ્ટેન્ડ નજીક બની હતી. બસ રોડ પર વધુ ડામર પાથરવામાં આવતા લીસા બનેલા માર્ગ પર સ્લીપ થઈને સાઈડમાં ઉતરી ગઈ હતી. જોકે, બસ ચાલકની સમયસૂચકતા અને સાવચેતીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો અને કોઈને ઈજા થઈ નહોતી. બસના ડ્રાઈવરે જણાવ્યું કે, આ રોડ પર એટલો ડામર પાથરવામાં આવ્યો છે કે વાહનચાલક બ્રેક લગાવે ત્યારે વાહન યોગ્ય રીતે અટકતું નથી. તેના બદલે વાહન એક તરફ ખેંચાઈ જવાની સ્થિતિ સર્જાય છે. ડ્રાઈવરે પોતાની રીતે બસને કાબૂમાં લેવાનો ઘણો પ્રયાસ કર્યો હતો. તેમના પ્રયાસને કારણે બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ, પરંતુ મુસાફરો સુરક્ષિત રહ્યા. ડ્રાઈવરના જણાવ્યા મુજબ, માળિયા ગામના બસ સ્ટેન્ડથી આશરે એક કિલોમીટરના વિસ્તારમાં આર.એન.બી. વિભાગ દ્વારા ડામર પાથરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં અગાઉ પણ વાહનો સ્લીપ થવાની ઘટનાઓ બની હોવાનું કહેવાય છે. રસ્તા પર વાહનો બ્રેક મારતા સ્લીપ થવાની સ્થિતિ સર્જાતા વાહનચાલકો અને મુસાફરોની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે. સ્થાનિક લોકોની માંગ છે કે માર્ગની સ્થિતિની તાત્કાલિક તપાસ કરવામાં આવે. જરૂરી કામગીરી કરીને રોડને સલામત બનાવવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય.
    Click here to Read More
    Previous Article
    સરકારી જમીન પર દબાણનો માત્ર રૂ. 8,045નો દંડ!:લોધીકાના રાવકીમાં સરકારી જમીન પર કમ્પાઉન્ડ વોલ અને કેબિનનું બનાવનારાઓને 7 દિવસમાં દબાણ ખુલ્લું કરવા આદેશ
    Next Article
    'સમુદ્રી સંસાધનો અને ટકાઉપણું' પર વર્ચ્યુઅલ ટેકનિકલ સત્રનું આયોજન:દરિયાઈ પાણીમાંથી ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન અને દરિયાઈ શેવાળમાંથી બાયોસ્ટિમ્યુલન્ટ્સ વિષય પર નિષ્ણાતોની ચર્ચા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment