Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ પાલિકાની બેદરકારી:ભરૂચ પાલિકાનું રૂા.159 કરોડનું બિલ બાકી, વાર્ષિક‎1,100નો વેરો ભરવા છતાં દરેકના માથે 7000નું દેવું‎

    14 hours ago

    ભરૂચ શહેરની 2.25 લાખની વસતીને રોજ બે ટાઇમ મળીને 47 કરોડ લીટરથી વધારે પાણીનું વિતરણ કરવામાં આવે છે. નર્મદાની અમલેશ્વર બ્રાંચ કેનાલમાંથી દૈનિક 47 કરોડ લીટર પાણી મેળવવામાં આવે છે. નર્મદા નિગમ પાસેથી મેળવવામાં આવતાં પાણીના બિલના રૂા.159 કરોડ રૂપિયા હજી સુધી ચુકવવામાં આવ્યાં નથી. જુન- 2016 થી જાન્યુઆરી -2026 એટલે કે 10 વર્ષથી ભરૂચ નગરપાલિકાએ નર્મદા નિગમને પાણીનું બિલ જ ચુકવ્યું નથી. પાણીના પૈસાની વસુલાત માટે નર્મદા નિગમ તરફથી નગરપાલિકાને અવારનવાર પત્ર લખી જાણ કરવામાં આવી હોવા છતાં બિલ ભરવામાં પાલિકા નાદારી જાહેર કરી રહી છે. ભરૂચ નગરપાલિકા દર વર્ષે મિલકતધારકો પાસે રૂા.1110 થી લઇ 3000 સુધીનો વાર્ષિક પાણી વેરાનો ભરી રહયાં છે. પાલિકાએ દર વર્ષે રૂા. 10 કરોડથી વધુની આવક પાણી વેરા પેટે થઇ રહી છે તેમ છતાં પાલિકા નર્મદા નિગમનું બિલ ચૂકવી રહી નથી. નર્મદા નિગમ અને ભરૂચ નગર પાલિકા વચ્ચે પાણીના મામલે 24મી જાન્યુઆરી 2007ના રોજથી 10 વર્ષ સુધીનો કરાર કરવામાં આવ્યો હતો. 2017માં કરાર પૂર્ણ થયો હોવા છતાં કરાર રીન્યુ કરવામાં આવ્યો નથી. હાલમાં જ નર્મદા નિગમે ફરીથી ભરૂચ નગરપાલિકા પાસે રૂા.159 કરોડની વસુલાત માટેની કાર્યવાહી શરૂ કરી છે. શહેરની વસતી 2.25 લાખ, રોજ 47 કરોડ લિટરની જરૂરીયાત ભરૂચ શહેરની હાલની વસતી 2.25 લાખની છે. આ વસતીને રોજ સવાર અને સાંજ મળીને બે ટાઇમ પાણી આપવામાં આવે છે. નર્મદા નિગમની અમલેશ્વર બ્રાંચ કેનાલમાંથી દૈનિક 47 કરોડ લીટર પાણી મેળવવામાં આવે છે. આ પાણી શહેરીજનોને ટાંકીઓ મારફતે પહોંચાડાય છે. 10 વર્ષથી નગરપાલિકાએ નર્મદા નિગમને પાણીનું બિલ ચૂકવ્યું નથી. શહેરની 2.25 લાખની વસતી સામે રૂા.159 કરોડનું બિલ બાકી છે. સરકાર પાસેથી લોન લઇને ડીજીવીસીએલનું બિલ ભર્યું ભરૂચ નગરપાલિકા વીજબિલ તથા પાણીનું બિલ ભરવામાં નાદાર બની ગઇ હોય તેમ લાગી રહયું છે. એક વખતનો નગરપાલિકા કચેરીનું જ જોડાણ કાપી નાખવામાં આવ્યું હતું. વિપક્ષના સભ્યોએ પણ ખાલી તિજોરી લાવી પાલિકા કચેરી ખાતે વિરોધ કર્યો હતો. ડીજીવીસીએલની સખતાઇના પગલે પાલિકા સત્તાધીશોએ રાજય સરકારમાંથી રૂા. 9 કરોડની લોન લઇને ડીજીવીસીએલનું બિલ ભર્યું હતું. નિગમ કડક વલણ અપનાવે તો પાણીની સમસ્યા ગંભીર બનશે ભરૂચ નગરપાલિકાએ 10 વર્ષથી નર્મદા નિગમને પાણીનું બિલ ચૂકવ્યું નથી. અનેક વખત ઉઘરાણી કરવા છતાં પાલિકા બિલ ચૂકવતી નથી. નર્મદા નિગમ કડક વલણ અપનાવી અમલેશ્વર બ્રાંચ કેનાલમાંથી પાણીનો જથ્થો અટકાવી દે તો ગંભીર સમસ્યા ઉભી થઇ શકે છે. રૂા.10 કરોડનો પાણી વેરો ઉઘરાવતી હોવા છતાં પૈસા કયાં વાપરવામાં આવે છે તે સવાલ છે. > બિપિન જગદીશવાલા, આરટીઆઇ કાર્યકર્તા, ભરૂચ
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક ‎‎સ્વરાજ્યની ચૂંટણી:નવસારી જિલ્લામાં પંચાયત, પાલિકાઓમાં આજથી ઉમેદવારીપત્રક ભરવાનું શરૂ
    Next Article
    47 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે‎:નવસારી જિલ્લામાં આજથી પ્રા.શાળાની પરીક્ષાનો પ્રારંભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment