Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક ‎‎સ્વરાજ્યની ચૂંટણી:નવસારી જિલ્લામાં પંચાયત, પાલિકાઓમાં આજથી ઉમેદવારીપત્રક ભરવાનું શરૂ

    16 hours ago

    નવસારી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સોમવારે જાહેરનામું બહાર પાડવાની સાથે ઉમેદવારીપત્રકો ભરવાની શરૂઆત થશે. પત્રકો 11 એપ્રિલ સુધી ઉમેદવારો ભરી શકશે. 1 એપ્રિલના રોજ રાજ્ય ચૂંટણી આયોગે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરી હતી.આ ચૂંટણીઓમાં નવસારી જિલ્લાની નવસારી જિલ્લા પંચાયત, 6 તાલુકા પંચાયતો, નવસારી મહાપાલિકા અને ગણદેવી પાલિકાનો સમાવેશ થાય છે. આ જાહેરાતમાં ચૂંટણી અંગેનો કાર્યક્રમ પણ જાહેર કર્યો હતો.જે અંતર્ગત 6 એપ્રિલને સોમવારે ચૂંટણીનું જાહેરનામું વિધિવત બહાર પાડવાની સાથે ઉમેદવારીપત્રક ભરવાની શરૂઆત પણ થશે. કાર્યક્રમ મુજબ 11 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે. 13 મીએ ભરાયેલ ફોર્મની ચકાસણી થશે. 15મી એપ્રિલના રોજ ફોર્મ ખેંચી લેવાનો છેલ્લો દિવસ છે.ફોર્મનો પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 26 મી એપ્રિલના રોજ ચૂંટણી માટે મતદાન થશે અને મતની ગણતરી 28 એપ્રિલના રોજ થશે. ઉમેદવાર શોધવા પક્ષોમાં ચાલતી પ્રક્રિયા ચૂંટણી જાહેર થઈ ત્યારથી રાજકીય પક્ષોમાં સ્થાનિક લેવલે ગતિવિધિ તેજ થઈ છે. ખાસ કરીને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઉમેદવારી કરાવવા સેન્સ લેવા, ઉમેદવાર ખોજવા વિગેરે ઝડપી બની છે. ભાજપ, કોંગ્રેસ, આપમાં ચાલી રહેલ આ પ્રક્રિયાને આગામી ત્રણેક દિવસમાં આખરી ઓપ અપાઈ જવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    મંડે મેગા સ્ટોરી:19 કિમીમાં પાંચેય CCTV બંધ,પોલીસને 11 હિટ એન્ડ રનના આરોપી જાણવાનાં હવાતિયાં
    Next Article
    ભરૂચ પાલિકાની બેદરકારી:ભરૂચ પાલિકાનું રૂા.159 કરોડનું બિલ બાકી, વાર્ષિક‎1,100નો વેરો ભરવા છતાં દરેકના માથે 7000નું દેવું‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment