Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મગફળી જાડીમાં પ્રતિ મણ ઊંચો ભાવ રૂ.1575 રહ્યો:મગફળી જાડીની 12,300 કિલો અને જીરૂની 3,000 કિલોની આવક નોંધાઈ

    3 days ago

    પોરબંદરની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સંચાલિત માલદેવજી ઓડેદરા માર્કેટીંગ યાર્ડ ખાતે શુક્રવારે વિવિધ કૃષિ જણસીઓની વિપુલ આવક સાથે હરાજીના દૈનિક ભાવો જાહેર કરવામાં આવ્યા છે. માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળી જાડી તેમજ જીરૂની મબલખ આવક વચ્ચે ધાણા અને કાળતલ સહિતની મહત્વની ઉપજોમાં સારો એવો તેજીનો માહોલ જોવા મળ્યો હતો. ​યાર્ડના સત્તાવાર અહેવાલ મુજબ, નવી મગફળી જાડીની સૌથી વધુ 12300 કિલોની જંગી આવક નોંધાઈ હતી, જેના પ્રતિ 20 કિલોના રૂ.1205 થી 1575 સુધી રહ્યા હતા. જીરૂમાં પણ 3000 કિલોની ભારે આવક સામે 20 કિલોના રૂ.4775 થી 5250 ભાવ નોંધાયા હતા. ધાણામાં 200 કિલોની આવક સામે રૂ.2800 થી 3100 સુધી પહોંચ્યો હતો, જ્યારે કાળતલની 1300 કિલોની આવક સામે રૂ.3130 થી 3105 સુધી બોલાયા હતા. આ સિવાય અડદની 1300 કિલો આવક સામે રૂ.1730 થી 1961 રહ્યો હતો. યાર્ડમાં તલની 2100 કિલો આવક સામે રૂ.2960 થી 3167 નોંધાયો હતો. જ્યારે ઘઉં ટુકડા 800 કિલો આવક સામે રૂ.573 તેમજ બાજરો 200 કિલો આવક સામે રૂ.410 રહ્યો હતો. અન્ય જણસીઓમાં મગ 50 કિલો આવક સામે રૂ.1760, કાબુલી ચણા 50 કિલો સામે રૂ.1190 અને સીંગ ફાડા 50 કિલો સામે રૂ.1500ના ભાવે સ્થિર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    કાર્યવાહી:પત્નીને ત્રાસ આપી 7 વર્ષથી આફ્રિકા નાસી ગયેલો પતિ મુંબઈ એરપોર્ટ પરથી ઝડપાયો
    Next Article
    યુવાનોને સોશિયલ મીડિયા છોડી ગામની દશા-દિશા બદલવા આગળ આવવા આહ્વાન:સરપંચ કાર્યશીલ નહીં હોય તો વિકાસ માત્ર 5-7 જણાનો જ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment