Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણમાંથી 1.54 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:LCBએ 557 બોટલ પકડી પાડી, એક આરોપી ફરાર

    6 days ago

    સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ વઢવાણ ખારવા રોડ પર સરકારી અનાજના ગોડાઉન પાછળ મોરયાના માર્ગેથી ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 557 નંગ દારૂની બોટલો કબ્જે કરી છે, જેની કિંમત રૂ. 1,54,448 આંકવામાં આવી છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) દ્વારા જિલ્લામાં પ્રોહીબિશન અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે નાબૂદ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે, હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ ખેરને મળેલી ચોક્કસ બાતમીના આધારે LCB ટીમે કાર્યવાહી કરી હતી. વઢવાણ ખારવા રોડ પર સરકારી અનાજના ગોડાઉન પાછળ મોરયાના માર્ગે આવેલા એક આરોપીની વાડીમાંથી આ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂની કુલ 557 સીલબંધ બોટલો કબ્જે કરી છે. આ મામલે વઢવાણ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જોકે, આ ગુનામાં સંડોવાયેલો આરોપી વનરાજસિંહ ભુપતભાઈ સોલંકી (રહે. વઢવાણ ખારવાની પોળ, માલધારી ચોક) ફરાર થવામાં સફળ રહ્યો હતો. આ કામગીરીમાં LCB PI બી.એચ. શીંગરખીયા, PSI આર.જે. ગોહિલ, પેરોલ ફર્લો સ્કોડના PSI એન.એ. રાયમા, હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ ખેર, પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ ચૌહાણ, મેહુલભાઈ મકવાણા, ગીરીરાજસિંહ જાડેજા અને વિજયસિંહ રાઓલ સહિતની ટીમે ભાગ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    અરવલ્લીના આકાશ પ્રજાપતિની નેશનલ સોશિયલ આઇકોન એવોર્ડ માટે પસંદગી:યુથ સોશિયલગ્રામ ફાઉન્ડેશન દ્વારા ટોચના 15 વિજેતાઓમાં સમાવેશ
    Next Article
    ઘાટલોડિયાના ડોકટર પાસેથી બ્રોકરે 1.20 લાખ પડાવ્યા:અમેરિકાની પાર્ટીને ઘર લેવાનું જણાવી દલાલી અને પોલિસીના નામે રૂપિયા પડાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment