Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘાટલોડિયાના ડોકટર પાસેથી બ્રોકરે 1.20 લાખ પડાવ્યા:અમેરિકાની પાર્ટીને ઘર લેવાનું જણાવી દલાલી અને પોલિસીના નામે રૂપિયા પડાવ્યા

    6 days ago

    અમદાવાદના ઘાટલોડિયાના ડોકટર સાથે ગઠિયા બ્રોકરે અમેરિકાની પાર્ટીના નામે રૂ. 1.20 લાખની ઠગાઈ આચરી છે. જેમાં ડોકટરે ઘર વેચવા જાહેરાત આપતા ગઠિયાએ કોલ કરીને અમેરિકાની પાર્ટીને મકાન પસંદ છે કહીને પોતાની પોલીસી અને દલાલી પેટે રૂપિયા પડાવ્યા હતા. આ અંગે ડોકટરે બ્રોકર સામે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મિલકતનો સોદો કરવા રૂ.30 હજાર એડવાન્સ લીધા ઘાટલોડિયામાં રહેતા નરેન્દ્રકુમાર પટેલ નવરંગપુરા ખાતે આયુર્વેદિક ક્લિનિક ચલાવે છે. ગત ઓગસ્ટ 2024માં તેને પોતાનું ઘાટલોડિયાવાળું મકાન વેચવા અખબારમાં જાહેરાત આપી હતી. તે જોઈને સોલામાં રહેતા ધવલ પટેલે કોલ કર્યો હતો પોતે બ્રોકર હોવાનું જણાવ્યું હતું. ધવલે તેની પોલિસી છે કે કોઈ પણ મિલકતનો સોદો કરવા રૂ.30 હજાર એડવાન્સ લે છે અને વેચાણ ન થાય તો રૂપિયા પરત આપશે જણાવીને ડોક્ટરને વિશ્વાસમાં લીધા હતા. જેથી ડોકટરે રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. દલાલીના રૂ. 90 હજાર માંગતા ડોકટરે આપ્યા બાદમાં ધવલે કહ્યું કે અમેરિકાની પાર્ટીને તમારા મકાન પસંદ આવતા મને બાના પેટે રૂ. 43 હજારનો ચેક આપ્યો છે જે હું તમારા ખાતામાં ડિપોઝીટ કરાવું છું કહીને સ્લીપનો ફોટો પણ વોટ્સએપ કર્યો હતો. ત્યારબાદમ ગઠિયા ધવલે દલાલીના રૂ. 90 હજાર માંગતા ડોકટરે આપ્યા હતા. બાદમાં ચેક કરતા રૂ.43 હજાર જમા થયા ન હતા. કંટાળીને ડોકટરે ધવલ સામે ફરિયાદ નોધાવી જેથી બેંકમાં તપાસ કરતા જે દિવસે ચેક જમા કર્યો તે જ દિવસે ધવલ પરત લઈ ગયો હતો. જેથી ધવલને ફોન કરતા પરિસ્થિતિ સારી નથી થોડા થોડા કરીને રૂપિયા પરત આપી દઈશ તેમ જણાવ્યું હતું. પરંતુ હજુ સુધી આપ્યા ન હતા અને બહાના બતાવતો હતો. કંટાળીને ડોકટરે ધવલ સામે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોધાવી છે.
    Click here to Read More
    Previous Article
    વઢવાણમાંથી 1.54 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:LCBએ 557 બોટલ પકડી પાડી, એક આરોપી ફરાર
    Next Article
    આંદોલનકારીઓની તબિયત લથડી, બ્લડ પ્રેશર વધ્યું:ડૉક્ટરે દવા અને ભોજન લેવાની સલાહ આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment