Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એગ્રો ઇન્ડસ્ટ્રીઝે સરકારને 15.37 કરોડનું ડિવિડન્ડ આપ્યું:1156 એગ્રી બિઝનેસ સેન્ટર્સ મારફતે ખેડૂતો સુધી એગ્રો ઇનપુટ, GI ટેગથી બનાના ફાઇબર સુધી નવા પ્રોજેક્ટ

    1 day ago

    સાહસ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડે રાજ્ય સરકારને બે વર્ષના ડિવિડન્ડ પેટે કુલ ₹15.37 કરોડનો ચેક અર્પણ કર્યો છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને 2023-24ના ₹11.14 કરોડ અને 2024-25ના ₹4.23 કરોડ, એમ કુલ ₹15.37 કરોડના ડિવિડન્ડના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારા અને કૃષિ ખેડૂત કલ્યાણ વિભાગના અગ્રસચિવ આર.સી. મીણાએ મુખ્યમંત્રીને આ ચેક અર્પણ કર્યા હતા. 1156 એગ્રી બિઝનેસ સેન્ટર્સ મારફતે ખેડૂતો સુધી એગ્રો ઇનપુટ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન રાજ્યમાં આશરે 1156 એગ્રી બિઝનેસ સેન્ટર્સના માધ્યમથી ખેડૂતોને ફર્ટિલાઇઝર, નોન-ફર્ટિલાઇઝર અને વિવિધ એગ્રો ઇનપુટ્સનું વેચાણ કરે છે. ખેડૂતોને ગુણવત્તાયુક્ત કૃષિ સામગ્રી સરળતાથી મળી રહે તે માટે નિગમ દ્વારા રાજ્યભરમાં આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. 1969થી કૃષિ ક્ષેત્રના વિકાસમાં કાર્યરત ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનની સ્થાપના 1969માં ઉચ્ચ ગુણવત્તાવાળા ખાતરના સીધા વિતરણ, કૃષિ મશીનરી અને ટૂલ્સનું ઉત્પાદન-વહેંચાણ, એગ્રો પ્રોડક્ટ્સના પ્રોસેસિંગ ઉદ્યોગોની સ્થાપના તેમજ કૃષિ ક્ષેત્ર માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાના ઉદ્દેશ સાથે કરવામાં આવી હતી. બાવળાથી મહુવા સુધી કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિગમ દ્વારા બાવળા, અમદાવાદ એરપોર્ટ, ઝઘડિયા, નરોડા અને મહુવા સહિતના સ્થળોએ વિવિધ કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ સ્થાપવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદના ત્રાગડ ખાતે એગ્રી બિઝનેસ એન્ડ ઇનોવેશન હબના નિર્માણની કામગીરી પણ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. GI ટેગથી બનાના ફાઇબર સુધી નવા પ્રોજેક્ટ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ભવિષ્યલક્ષી અનેક પ્રોજેક્ટ્સ પર પણ કામગીરી ચાલી રહી છે. GI ટેગ, મિલેટ વેલ્યુ એડિશન યુનિટ, બનાના ફાઇબર એક્સટ્રેક્શન અને પાવડર પ્રોસેસિંગ યુનિટની સ્થાપના માટે ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ પ્રોજેક્ટ્સથી કૃષિ પેદાશોમાં મૂલ્યવર્ધન તથા ખેડૂતો માટે નવી તકો ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ડિવિડન્ડ ચેક અર્પણ પ્રસંગે મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર અને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના એમ.ડી. વિજય ખરાડી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પોક્સો કોર્ટનું આકરું વલણ:દહેગામમાં 13 વર્ષની કિશોરીના અપહરણ-દુષ્કર્મ કેસમાં આર્યન રબારીને 20 વર્ષની સખત કેદ, 30 હજારનો દંડ
    Next Article
    લગ્નની લાલચ આપી પરિણિત યુવકે મહિલા પર દુષ્કર્મ આચર્યું:વડોદરામાં 10 વર્ષ પહેલાં એકબીજાના સંપર્કમાં આવ્યા હતા, આરોપીની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment