Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોક્સો કોર્ટનું આકરું વલણ:દહેગામમાં 13 વર્ષની કિશોરીના અપહરણ-દુષ્કર્મ કેસમાં આર્યન રબારીને 20 વર્ષની સખત કેદ, 30 હજારનો દંડ

    1 day ago

    દહેગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 13 વર્ષની કિશોરીનું અપહરણ કરી શારીરિક શોષણ આચરવાના ગુનામાં ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી અલ્પેશ ઉર્ફે આર્યન લીલાભાઈ રબારીને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા અને કુલ રૂ. 30 હજારનો દંડનો હુકમ કર્યો છે. જાગરણના બહાને ફોસલાવીને સગીરાનું અપહરણ કર્યું 26 જૂન 2021ની રાત્રે અમદાવાદના નિકોલ ગામ સ્થિત મહાદેવ વાસમાં રહેતા આરોપી અલ્પેશ ઉર્ફે આર્યન લીલાભાઇ રબારીએ કૃષ્ણનગર કાઠી ગામમાંથી જાગરણ કરવાના ઈરાદે ફોસલાવીને સગીરાનું અપહરણ કર્યું હતુ. ગાડીમાં બેસાડી જુદી-જુદી જગ્યાએ લઈ ગયો બાદમાં સગીરાને ગોંધી રાખવાના ઈરાદે અન્ય આરોપી ઘનશ્યામસિંહ સાથે ગાડીમાં બેસાડી જુદી-જુદી જગ્યાએ લઈ ગયો હતો. ત્યારબાદ આરોપીઓએ અંદરોઅંદર મદદગારી કરી બાળકી પર અવારનવાર શારીરિક શોષણ આચરી ગંભીર ગુનો કર્યો હતો. આ મામલે ભોગ બનનાર કિશોરીના પિતા દ્વારા દહેગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવ્યા બાદ પોલીસે તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરી હતી. બનાવ સમયે ભોગ બનનાર માત્ર 13 વર્ષની બાળકી હતી આ કેસમાં 30 જૂન 2023એ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઈ હતી. આ કેસ ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલતા સરકાર તરફથી એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર સુનિલ એસ. પંડ્યા હાજર રહ્યા હતા. તેમણે અદાલતમાં દલીલ કરી હતી કે બનાવ સમયે ભોગ બનનાર માત્ર 13 વર્ષની નાની વયની બાળકી હતી. આરોપીએ બાળકીને ફોસલાવીને લલચાવી ભગાડી જઈ તેની સાથે બળજબરીથી વારંવાર અમાનવીય કૃત્ય કર્યું છે. આ પ્રકારના ગુનાઓ સમાજના સ્વાસ્થ્ય માટે અત્યંત ઘાતક આ પ્રકારના ગુનાઓ સમાજના સ્વાસ્થ્ય માટે અત્યંત ઘાતક છે અને સમાજમાં દિવસેને દિવસે વધી રહેલી આવી ગુનાખોરી સામે કડક સંદેશો આપવો અનિવાર્ય છે.અદાલતે સરકારી વકીલની દલીલને ગ્રાહ્ય રાખી આરોપી અલ્પેશ ઉર્ફે આર્યન લીલાભાઈ રબારી (દેસાઈ)ને પોક્સો એક્ટ હેઠળ 20 વર્ષની સખત કેદ અને 30 હજારનો દંડ ભોગવવા હુકમ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    Suvendu Adhikari: 'एक भवानीपुर का मैं भाई हूं MLA कैसा होता है आप देखेंगे! Breaking
    Next Article
    એગ્રો ઇન્ડસ્ટ્રીઝે સરકારને 15.37 કરોડનું ડિવિડન્ડ આપ્યું:1156 એગ્રી બિઝનેસ સેન્ટર્સ મારફતે ખેડૂતો સુધી એગ્રો ઇનપુટ, GI ટેગથી બનાના ફાઇબર સુધી નવા પ્રોજેક્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment