Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શામળાજીમાં બિરસા મુંડાની 151મી જન્મજયંતિ ઉજવાઈ:સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલમાં મંત્રી પી.સી. બરંડા હાજર રહ્યા; મેઘરજના જસવંતપુરામાં 77.11 કરોડની શાળાનું ખાતમુહૂર્ત

    1 day ago

    અરવલ્લી જિલ્લાકક્ષાએ ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ 15 નવેમ્બરે શામળાજીના ખેરાંચા ખાતે આવેલી સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલમાં ઉજવાઈ. કાર્યક્રમ રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી પી.સી. બરંડાના અધ્યક્ષસ્થાને યોજાયો. જનજાતિ ગૌરવ દિવસના કાર્યક્રમમાં આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને વારસાને યાદ કરાયા. મંત્રી બરંડાએ ભગવાન બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપી. બિરસા મુંડા અને આદિવાસી દેવી-દેવતાઓની પૂજા પણ કરવામાં આવી. કાર્યક્રમમાં બિરસા મુંડાના જીવનસંઘર્ષ અને બલિદાનને યાદ કરાયા. શિક્ષણમાં સફળતા મેળવનારા વિદ્યાર્થીઓ અને રમતગમતમાં સિદ્ધિ મેળવનારા ખેલાડીઓનું સન્માન કરાયું. આ પ્રસંગે મેઘરજ તાલુકાના જસવંતપુરામાં 20 એકર વિસ્તારમાં બનનારી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલનું ખાતમુહૂર્ત કરાયું. આ શાળા 77.11 કરોડ રૂપિયાના ખર્ચે બનશે. કાર્યક્રમમાં સાંસદ શોભના બારૈયા, જિલ્લા ભાજપ પ્રમુખ, જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, પ્રાયોજના અધિકારી તેમજ જિલ્લા અને તાલુકાના પદાધિકારીઓ અને નાગરિકો હાજર રહ્યા.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં વીજ થાંભલો કાર પર પડ્યો:બુદ્ધદેવ માર્કેટ પાસે કારને નુકસાન, વીજ પુરવઠો ખોરવાયો
    Next Article
    જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચનો સપાટો:મેંદરડાના લીલવા ગામેથી 2 દેશી તમંચા અને 3 જીવતા કાર્ટિજ સાથે 29 વર્ષીય શખ્સ ઝડપાયો, મધ્યપ્રદેશ કનેક્શન ખુલ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment