Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચનો સપાટો:મેંદરડાના લીલવા ગામેથી 2 દેશી તમંચા અને 3 જીવતા કાર્ટિજ સાથે 29 વર્ષીય શખ્સ ઝડપાયો, મધ્યપ્રદેશ કનેક્શન ખુલ્યું

    1 day ago

    જૂનાગઢ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મેંદરડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર હથિયારો અને કાર્ટિજ સાથે એક 29 વર્ષીય શખ્સને ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. પેન્ટના બંને ખિસ્સામાંથી દેશી હાથ બનાવટના તમંચા મળી આવ્યા પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ મેંદરડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે જૂનાગઢના ખ્વાજાનગરમાં રહેતો અમન મહમદભાઈ સાંધ ગામેતી નામનો શખ્સ ગેરકાયદેસર હથિયાર સાથે મેંદરડા તાલુકાના લીલવા ગામમાં ગોરીપીરની દરગાહ સામેના પાર્કિંગમાં બેઠો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને તપાસ કરતાં આરોપીના પેન્ટના બંને ખિસ્સામાંથી દેશી હાથ બનાવટના 2 તમંચા (કટ્ટા) અને 3 જીવતા કાર્ટિજ મળી આવ્યા હતા. માથાકૂટ ચાલતી હોવાથી દોઢ વર્ષ પહેલા મધ્યપ્રદેશથી હથિયાર લાવ્યો હતો પોલીસની પ્રાથમિક પૂછપરછમાં 29 વર્ષીય આરોપી અમન મહમદભાઈ સાંધએ કબૂલાત કરી હતી કે તેને જૂનાગઢના અન્ય એક શખ્સ સાથે માથાકૂટ ચાલતી હોવાથી આ હથિયાર આશરે દોઢ વર્ષ પહેલા મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના મેહગાંવ ખાતે રહેતા જયપ્રકાશ ઉર્ફે ગુડુભાઈ ભદોરીયા પાસેથી લાવ્યો હતો. MPનો સપ્લાયર વોન્ટેડ જાહેર આ કાર્યવાહી દરમિયાન પોલીસે આરોપી પાસેથી ₹20,000ની કિંમતના 2 દેશી હાથ બનાવટના કટ્ટા, ₹300ની કિંમતના 3 કાર્ટિજ અને ₹10,000ની કિંમતનો એક મોબાઈલ ફોન મળી કુલ ₹30,300નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે મેંદરડા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ અને જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપી જયપ્રકાશ ઉર્ફે ગુડુભાઈ ભદોરીયાને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    શામળાજીમાં બિરસા મુંડાની 151મી જન્મજયંતિ ઉજવાઈ:સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલમાં મંત્રી પી.સી. બરંડા હાજર રહ્યા; મેઘરજના જસવંતપુરામાં 77.11 કરોડની શાળાનું ખાતમુહૂર્ત
    Next Article
    Sonakshi Sinha's Morphed Photos Allegedly Shared Online, Accused Released After Court Calls Arrest Illegal

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment