Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજપીપળામાં બિરસા મુંડાની 151મી જન્મજયંતિએ સંમેલન યોજાયું:જળ, જમીન અને જંગલ બચાવવાના તેમના વિચારો જનજન સુધી પહોંચાડશે સરકાર

    7 hours ago

    રાજપીપળાના આંબેડકર હોલમાં બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે ‘પ્રબુદ્ધ નાગરિક સંમેલન’ યોજાયું. જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી રમણ સોલંકી અને રાજ્યકક્ષાના જળસંપત્તિ તથા પાણી પુરવઠા મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ હાજર રહ્યા હતા. ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને નાંદોદનાં ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ સહિતના મહાનુભાવો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. રમણ સોલંકીએ કહ્યું કે રાજ્ય સરકાર બિરસા મુંડાના વિચારો, સમાજ માટેના યોગદાન અને આદર્શોને યાદ કરીને રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજી રહી છે. જળ, જમીન અને જંગલના સંરક્ષણ માટે જીવન સમર્પિત કરનાર બિરસા મુંડાના જીવન અને સંઘર્ષને યાદ કરીને તેમના વિચારો જનજન સુધી પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે વિકાસની સાથે વિરાસત અને સંસ્કૃતિને પણ યાદ રાખવી જોઈએ. જનજાતીય સમાજના સર્વાંગી વિકાસ માટે સરકાર વિવિધ યોજનાઓ અમલમાં મૂકી રહી છે. નાગરિકોએ સરકારની વિકાસયાત્રામાં જોડાઈને સાથે આગળ વધવું જોઈએ. સોલંકીએ કહ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે નર્મદા જિલ્લાને વિશ્વના નકશા પર આગવી ઓળખ મળી છે. આ સમગ્ર જિલ્લા માટે ગૌરવની વાત છે. મનસુખ વસાવાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ સાથે જનકલ્યાણની યોજનાઓ અમલમાં મૂકાઈ રહી છે. દેશના વિકાસની સાથે નાગરિકોમાં રાષ્ટ્રીય ભાવના અને દેશપ્રેમ જગાડવા વિવિધ કાર્યક્રમો યોજાય છે. વસાવાએ દેશના ઘડવૈયાઓ અને મહાનુભાવોના જીવનમાંથી પ્રેરણા લઈને તેમના આદર્શો જીવનમાં ઉતારવા સૌને અપીલ કરી હતી. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભીમસિંહ તડવી, રાજપીપળા નગરપાલિકાનાં પ્રમુખ શિવાનાબેન મહેતા, તાલુકા પંચાયતના પ્રમુખો અને પ્રાયોજના વહીવટદાર અમોલ આવટે હાજર રહ્યા હતા. ધારીખેડા સુગર ફેક્ટરી તથા દૂધધારા ડેરી, ભરૂચના ચેરમેન ઘનશ્યામ પટેલ, બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટી, રાજપીપળાના કુલપતિ ડૉ. મધુકર પાડવી અને બિરસા મુંડા ગવર્નિંગ બોડીના સભ્ય ડૉ. જયંતી ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરો, આગેવાનો, જિલ્લા વિકાસ અધિકારી આર.વી. વાળા અને નાંદોદના પ્રાંત અધિકારી પરસનજીત કૌર સહિત મોટી સંખ્યામાં નાગરિકો કાર્યક્રમમાં જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    સ્વચ્છ સર્વેક્ષણ 2025-26માં ભાવનગરનો ડંકો:દેશમાં 4થો અને રાજ્યમાં 3જો ક્રમ હાંસલ કરી રચ્યો નવો ઇતિહાસ
    Next Article
    જામનગરમાં જલારામ જયંતિએ સમૂહ ભોજન યોજાયું:રઘુવંશી સમાજના કાર્યક્રમમાં સાંસદ પરિમલ નથવાણી, કલેક્ટર આર.એમ. તન્ના અને જીતુ લાલ હાજર રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment