Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં જલારામ જયંતિએ સમૂહ ભોજન યોજાયું:રઘુવંશી સમાજના કાર્યક્રમમાં સાંસદ પરિમલ નથવાણી, કલેક્ટર આર.એમ. તન્ના અને જીતુ લાલ હાજર રહ્યા

    7 hours ago

    જામનગરમાં જલારામ જયંતિ નિમિત્તે રઘુવંશી લોહાણા સમાજનું સમૂહ ભોજન યોજાયું. કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી, દેવભૂમિ દ્વારકાના કલેક્ટર આર.એમ. તન્ના અને લોહાણા સમાજના જીતુભાઈ લાલ સહિતના આગેવાનો હાજર રહ્યા. વિક્રમ સંવત 2083ના કારતક સુદ સાતમના દિવસે સંત જલારામબાપાની 227મી જન્મજયંતિ ઉજવાઈ. જલારામ જયંતિ મહોત્સવ સમિતિએ સમસ્ત લોહાણા સમાજના 28મા સમૂહ ભોજનનું આયોજન કર્યું હતું. જલારામનગર, પ્રણામી સંપ્રદાય મેદાન, હિરજી મિસ્ત્રી રોડ અને નવાનગર બેન્ક સામે કાર્યક્રમો યોજાયા. સવારે જલારામબાપાની આરતી કરવામાં આવી. ગૌશાળામાં ગાયોને ઘાસ અને લાડુ અપાયા. સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિનું ભોજન યોજાયું અને જલારામ રથ દ્વારા પ્રસાદ વહેંચાયો. થેલેસેમિયા તપાસ કેમ્પ પણ યોજાયો. લોહાણા સમાજના પ્રમુખ જીતુ લાલે જણાવ્યું કે જામનગરમાં 1999થી જલારામ જયંતિની ઉજવણી થાય છે. તે વર્ષે જલારામબાપાની 200મી જન્મજયંતિ હતી. આ વર્ષે 227મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે. તેમણે કહ્યું કે સમૂહ ભોજનમાં રઘુવંશી લોહાણા સમાજના અંદાજે 20થી 25 હજાર લોકો જોડાયા. સાંજે હાપા જલારામ મંદિરે 10થી 15 હજાર ભક્તો અને સાધના કોલોની મંદિર ખાતે 8થી 10 હજાર ભક્તો પ્રસાદ લેશે. જીતુ લાલે જણાવ્યું કે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી પરિવાર સાથે ઉજવણીમાં જોડાયા હતા. તેઓ દર વર્ષે કાર્યક્રમમાં હાજર રહે છે.
    Click here to Read More
    Previous Article
    રાજપીપળામાં બિરસા મુંડાની 151મી જન્મજયંતિએ સંમેલન યોજાયું:જળ, જમીન અને જંગલ બચાવવાના તેમના વિચારો જનજન સુધી પહોંચાડશે સરકાર
    Next Article
    Gujarat Breaking News | 9 વાગ્યા સુધીના તમામ મહત્વના સમાચાર |Top News Of The Day | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment