Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્વચ્છ સર્વેક્ષણ 2025-26માં ભાવનગરનો ડંકો:દેશમાં 4થો અને રાજ્યમાં 3જો ક્રમ હાંસલ કરી રચ્યો નવો ઇતિહાસ

    7 hours ago

    સ્વચ્છતાના ક્ષેત્રમાં ભાવનગર શહેરે સમગ્ર દેશમાં ડંકો વગાડ્યો છે ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા 'સ્વચ્છ સર્વેક્ષણ 2025-26'ના પરિણામોમાં ભાવનગર મહાનગરપાલિકાએ ઐતિહાસિક છલાંગ લગાવીને પોતાની કેટેગરીમાં દેશભરમાં 4થો અને ગુજરાત રાજ્યમાં 3જો ક્રમ હાંસલ કર્યો છે 97 ટકા જેટલા જંગી ગુણાંક સાથે ભાવનગરે ગત વર્ષના તમામ રેકોર્ડ તોડીને નવો ઇતિહાસ રચ્યો છે. ભારત સરકાર દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત "સ્વચ્છ સર્વેક્ષણ 2025-26" ના પરિણામો તાજેતરમાં નવી દિલ્હી ખાતે ભારતના રાષ્ટ્રપતિના વરદ હસ્તે જાહેર કરવામાં આવ્યા છે, આ સર્વેક્ષણમાં ભાવનગર મહાનગરપાલિકાએ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરતા 3 થી 10 લાખની વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમાં સમગ્ર દેશમાં 4થો નેશનલ રેન્ક મેળવ્યો છે. ગત વર્ષે ભાવનગર 14મા ક્રમે હતું, આમ 10 ક્રમના જંગી સુધારા સાથે અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન નોંધાવ્યું છે. ભાવનગરે ગત વર્ષના 53મા ક્રમથી સીધી છલાંગ લગાવીને 16મો નેશનલ રેન્ક પ્રાપ્ત કર્યો છે, જે 37 ક્રમનો મોટો સુધારો દર્શાવે છે. આ ઉપરાંત, ગુજરાત રાજ્યમાં પણ ગત વર્ષના ચોથા ક્રમથી આગળ વધીને ભાવનગર 3જા ક્રમે પહોંચ્યું છે. ગુણાંકની દ્રષ્ટિએ જોઈએ તો,મહાનગરપાલિકાએ કુલ 10,500 માંથી 9700.27 માર્કસ એટલે મેં 97 ટકા મેળવ્યા છે, જે ગત વર્ષના 83.32 ટકા કરતા આશરે 14 ટકા વધુ છે. સ્વચ્છતાના માપદંડોમાં શ્રેષ્ઠતા જાળવી રાખતા ભાવનગરે આ વર્ષે પણ 'ગાર્બેજ ફ્રી સિટી' અંતર્ગત 3-સ્ટાર રેટિંગ અને ODF સર્ટિફિકેશનમાં સર્વોચ્ચ ગણાતું ‘વોટર પ્લસ’ સર્ટિફિકેટ જાળવી રાખ્યું છે. વહીવટી તંત્રની મહેનત અને શહેરીજનોના સહકારથી ભાવનગર સ્વચ્છતા ક્ષેત્રે દેશભરમાં અગ્રેસર બન્યું છે.
    Click here to Read More
    Previous Article
    બાળકોએ ફટાકડાને બદલે હવનથી દિવાળી ઉજવી:જામનગરમાં ઉપાસના પ્રતિષ્ઠાને પર્યાવરણ અને સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવી
    Next Article
    રાજપીપળામાં બિરસા મુંડાની 151મી જન્મજયંતિએ સંમેલન યોજાયું:જળ, જમીન અને જંગલ બચાવવાના તેમના વિચારો જનજન સુધી પહોંચાડશે સરકાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment