Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી:આદિવાસી સમાજની વીરતા, સંસ્કૃતિ અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન દર્શાવતા કાર્યક્રમો યોજાશે

    1 day ago

    ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે સમગ્ર દેશ સહિત ગુજરાતમાં 12થી 18 નવેમ્બર દરમિયાન 'જનજાતીય ગૌરવ સપ્તાહ'ની ઉજવણી કરવામાં આવશે. આ સપ્તાહ દરમિયાન આદિવાસી સમાજની વીરતા, સંસ્કૃતિ,પરંપરા અને સ્વતંત્રતા સંગ્રામમાં તેમના યોગદાનને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમો યોજાશે. આ અંગે ભરૂચ જળ સંપતિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદ સંબોધી કાર્યક્રમોની માહિતી આપી હતી. મંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર અને સંગઠનના સંયુક્ત ઉપક્રમે સાત દિવસ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીનો મુખ્ય હેતુ ભગવાન બિરસા મુંડા સહિતના આદિવાસી મહાનાયકોના દેશની આઝાદીની લડત, સામાજિક પરિવર્તન અને કુરિવાજો સામેના સંઘર્ષમાં આપેલા યોગદાનને નવી પેઢી સુધી પહોંચાડવાનો છે. આ અભિયાન અંતર્ગત આદિવાસી વિસ્તારોના કેટલાક માર્ગોનું નામકરણ ભગવાન બિરસા મુંડાના નામ સાથે જોડવાની પણ યોજના છે. દેશનાં અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં સૌથી વધુ જંગલ જમીનના હકપત્રો આપવામાં આવ્યા છે. આ પ્રક્રિયા સતત ચાલુ રહેશે અને નિયમોનુસાર પાત્રતા ધરાવતા બાકી રહેલા આદિવાસી ખેડૂતોને પણ આગામી સમયમાં હકપત્રો આપવામાં આવશે. આ ઉપરાંત આદિવાસી વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ અને વિકાસનાં કામોને વેગ આપવા તેમજ આદિવાસી પરિવારોના જીવનધોરણમાં સુધારો લાવવા માટે વિવિધ વિકાસલક્ષી યોજનાઓને પણ આ અભિયાનમાં આવરી લેવામાં આવી છે. અંતમાં જિલ્લાના નાગરિકોને જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણીમાં સહભાગી બનવા અપીલ કરાઈ હતી. આ પત્રકાર પરિષદમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પરેશ લાડ,ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા, રિતેશ વસાવા,ડી.કે.સ્વામી,પૂર્વ પ્રમુખ મારુતિસિહ અટોદરિયા, મહામંત્રી પરેશ પટેલ, નરેન્દ્રસિંહ પરમાર, ઝઘડિયાના દિનેશ વસાવા સહિતના મહાનુભાવોના અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ માટેના દ્વાર ખુલ્યા:કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ફોરેન ઇમિગ્રેશન માટે મંજૂરી આપી, ભારતના રાજપત્રમાં નોટિફિકેશન જાહેર
    Next Article
    મોરબીના ઘુટુ ગામે બાવળના જંગલમાં ભીષણ આગ લાગી:મોટેશ્વર વિસ્તાર પાછળ આગ લાગતા મોરબી ફાયર ટીમ દોડી ગઈ; મોટી નુકસાની કે જાનહાનિ ટળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment