Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ માટેના દ્વાર ખુલ્યા:કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ફોરેન ઇમિગ્રેશન માટે મંજૂરી આપી, ભારતના રાજપત્રમાં નોટિફિકેશન જાહેર

    22 hours ago

    રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર માટે હવાઈ પરિવહન ક્ષેત્રે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલય દ્વારા રાજકોટના હિરાસર એરપોર્ટને ઇમિગ્રેશન એરપોર્ટની કેટેગરી-1ની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે એટલે કે ફોરેન ઇમિગ્રેશન માટે મંજૂરી આપવામાં આવી છે. આ સાથે ગુજરાતના વડોદરા એરપોર્ટનો પણ આ યાદીમાં સમાવેશ કરાયો છે. આ અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 9 નવેમ્બર, 2026ના રોજ ભારતના રાજપત્ર (ગેઝેટ ઓફ ઇન્ડિયા)માં સત્તાવાર અધિસૂચના પ્રસિદ્ધ કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ભારત સરકારના ગૃહ મંત્રાલય દ્વારા ઇમિગ્રેશન અને વિદેશી નાગરિકો વિષયક અધિનિયમ, 2025ની કલમ-4ની પેટાકલમ (1) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને અગાઉ જાહેર કરવામાં આવેલી એરપોર્ટની યાદીમાં સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારા અંતર્ગત કેટેગરી-1ના એરપોર્ટની યાદીમાં ક્રમ નંબર 40 પર રાજકોટ હિરાસર (ગુજરાત) અને ક્રમ નંબર 41 પર વડોદરા (ગુજરાત)નો સમાવેશ કરવામાં આવ્યો છે. 9 નવેમ્બરના રોજ જાહેર થયું સત્તાવાર નોટિફિકેશન કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા નવી દિલ્હીમાં 9 નવેમ્બર, 2026ના રોજ આ અધિસૂચના જાહેર કરવામાં આવી હતી. નોટિફિકેશન પર ગૃહ મંત્રાલયના અધિક અગ્રસચિવ નિતેશ કુમાર વ્યાસની સહી સાથે તેને સત્તાવાર માન્યતા આપવામાં આવી છે. અગાઉ 1 સપ્ટેમ્બર, 2025ના રોજ જાહેર કરાયેલી મૂળ અધિસૂચનામાં સમયાંતરે સુધારા કરવામાં આવ્યા હતા. હવે આ નવા સુધારા દ્વારા ગુજરાતના બે એરપોર્ટનો કેટેગરી-1ની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર માટે મહત્વપૂર્ણ વિકાસની તક રાજકોટ હિરાસર એરપોર્ટને આ યાદીમાં સ્થાન મળવું એ રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રના હવાઈ પરિવહન ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ વિકાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. રાજકોટ સૌરાષ્ટ્રનું મુખ્ય વેપારી, ઔદ્યોગિક અને શૈક્ષણિક કેન્દ્ર હોવાથી અહીંથી દેશ-વિદેશમાં અવરજવર કરતા મુસાફરોની સંખ્યા અને જરૂરિયાતો પણ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને ઉદ્યોગકારો, વેપારીઓ, પ્રવાસીઓ અને વિદેશ સાથે વ્યવસાયિક સંબંધ ધરાવતા લોકો માટે ભવિષ્યમાં હવાઈ સેવાઓના વિસ્તરણની નવી સંભાવનાઓ ઊભી થઈ શકે છે. હિરાસર એરપોર્ટને કેટેગરી-1ની યાદીમાં સામેલ કરવાના નિર્ણયથી ભવિષ્યમાં ઇમિગ્રેશન સંબંધિત સુવિધાઓ અને આંતરરાષ્ટ્રીય હવાઈ જોડાણના વિકાસ માટે માર્ગ મોકળો થવાની અપેક્ષા છે. જોકે, આ અધિસૂચના દ્વારા એરપોર્ટનો યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થવાની તારીખ કે સીધી ફ્લાઇટ સેવા શરૂ થવાની જાહેરાત કરવામાં આવી નથી. રાજકોટના હિરાસર અને વડોદરા એરપોર્ટનો સમાવેશ ગુજરાત માટે મહત્વપૂર્ણ છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી રાજ્યના હવાઈ પરિવહન ક્ષેત્રે વિકાસની નવી શક્યતાઓ ઊભી થવાની સાથે રાજકોટને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સારી હવાઈ કનેક્ટિવિટી મળે તેવી અપેક્ષાઓને પણ વેગ મળ્યો છે.
    Click here to Read More
    Previous Article
    Sagbara forest land cultivation issue | સાગબારા જંગલ જમીન ખેડાણનો મુદ્દો | AP Center | Gujarat
    Next Article
    બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી:આદિવાસી સમાજની વીરતા, સંસ્કૃતિ અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન દર્શાવતા કાર્યક્રમો યોજાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment