Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના ઘુટુ ગામે બાવળના જંગલમાં ભીષણ આગ લાગી:મોટેશ્વર વિસ્તાર પાછળ આગ લાગતા મોરબી ફાયર ટીમ દોડી ગઈ; મોટી નુકસાની કે જાનહાનિ ટળી

    21 hours ago

    મોરબી નજીક આવેલા ઘુટુ ગામના મોટેશ્વર વિસ્તારમાં રહેણાક વિસ્તારની પાછળના ભાગમાં આવેલા બાવળના જંગલમાં સાંજે 6:00 થી 6:15 વાગ્યાના અરસામાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. જોતજોતામાં આ આગ જંગલના મોટા વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. બનાવની જાણ તાત્કાલિક મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવતાં ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પાણીનો સતત મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જંગલ વિસ્તાર હોવાથી મોટી નુકસાની ટળી, કારણ અકબંધ સ્થાનિક રહેવાસીઓ પાસેથી મળતી માહિતી મુજબ આગ રહેણાક વિસ્તારથી પાછળ આવેલા જંગલ વિસ્તારમાં લાગી હોવાથી કોઈ મોટી નુકસાની કે જાનહાનિ થવા પામી નથી, જેના કારણે તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે આ આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. ઉલ્લેખનીય છે કે દિવાળીની રાતે પણ મોરબી શહેર અને આસપાસના વિસ્તારોમાં ફટાકડા ફોડવાના કારણે આશરે 35 જેટલી જગ્યાએ આગ લાગવાની ઘટનાઓ નોંધાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી:આદિવાસી સમાજની વીરતા, સંસ્કૃતિ અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન દર્શાવતા કાર્યક્રમો યોજાશે
    Next Article
    Kaali Kheti Trailer: Jackie Shroff And Sharad Kelkar Headline A Chilling Rural Horror Tale

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment