Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં 15,000 ભક્તોનો સુંદરકાંડ મહાપાઠ:ભાટ ગામના રાધે ફાર્મમાં ધવલકુમારની નિશ્રામાં ગૌપૂજન અને મહાપ્રસાદ સાથે ભક્તિમય મહોત્સવ

    4 days ago

    અમદાવાદના ભાટ ગામમાં હનુમાન જયંતીના પવિત્ર પર્વ નિમિત્તે આધ્યાત્મિકતાનો અદભૂત સંગમ જોવા મળ્યો હતો. માનસ સત્સંગ ટ્રસ્ટ દ્વારા આયોજિત ભવ્ય "સંગીતમય સુંદરકાંડ મહાપાઠ"માં હજારોની સંખ્યામાં ઉમટેલા ભક્તોએ રામભક્ત હનુમાનજીની ભક્તિમાં લીન થઈ એક અવિસ્મરણીય સાંજ વિતાવી હતી. ધવલકુમારના કંઠે ગુંજ્યો સુંદરકાંડનો નાદ શહેરના રાધે ફાર્મ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પ્રસિદ્ધ રામ કથાવાચક અને સુંદરકાંડ સાધક ધવલકુમારના મુખારવિંદથી સુંદરકાંડનું પઠન કરવામાં આવ્યું હતું. સંગીતમય સૂરો સાથે જ્યારે સુંદરકાંડના પાઠ શરૂ થયા ત્યારે સમગ્ર વાતાવરણ ભક્તિના રંગે રંગાઈ ગયું હતું. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે માત્ર અમદાવાદ કે ગાંધીનગર જ નહીં, પરંતુ સમગ્ર રાજ્ય અને દેશભરમાંથી અંદાજે 15,000થી વધુ ભક્તો ઉમટી પડ્યા હતા. "જય શ્રી રામ" અને "જય હનુમાન"ના ગગનભેદી નાદથી આખું પરિસર ગુંજી ઉઠ્યું હતું. ગૌપૂજન અને સકારાત્મક ઊર્જાનો સંદેશ કાર્યક્રમની શરૂઆત ખૂબ જ શાસ્ત્રોક્ત રીતે કરવામાં આવી હતી. સૌથી પહેલા ગૌમાતાની પૂજા કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો. આ અવસરે ધવલકુમારે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, આજના આધુનિક અને દોડધામભર્યા યુગમાં સુંદરકાંડનો પાઠ માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ તે માનસિક શાંતિ અને સકારાત્મક ઊર્જા મેળવવાનું એક સશક્ત માધ્યમ છે. તેમણે દરેક હિન્દુ પરિવારને વિનંતી કરી હતી કે તેઓ પોતાના સંતાનો સાથે ધર્મ અને શાસ્ત્રો વિશે નિયમિત ચર્ચા કરે અને તેનું અધ્યયન કરે. નિઃશુલ્ક પ્રવેશ અને મહાપ્રસાદનું આયોજન માનસ સત્સંગ ટ્રસ્ટના આયોજકોએ જણાવ્યું હતું કે, વધુમાં વધુ લોકો આ ધાર્મિક મહોત્સવનો લાભ લઈ શકે તે માટે પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવ્યો હતો. વ્યવસ્થાપકો દ્વારા ભક્તોની સગવડનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું હતું. કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ તમામ 15,000 ભક્તો માટે મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આ ભવ્ય આયોજને ભક્તોમાં એક નવી ચેતના અને આસ્થાનો સંચાર કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    બનાસકાંઠા ખાણ-ખનિજ વિભાગે 201 કરોડની આવક મેળવી:ગુજરાતમાં પ્રથમ ક્રમાંક સાથે નવો વિક્રમ સ્થાપ્યો
    Next Article
    ફૂડ એન્ડ ડ્રગ વિભાગના જોઈન્ટ ડાયરેક્ટરને ચાલુ ફરજે આવ્યો હાર્ટએટેક:હિતેશ રાવતની તબિયત લથડતા સિવિલમાં ખસેડાયા હતા, સારવાર દરમિયાન મોત નીપજ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment