Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠા ખાણ-ખનિજ વિભાગે 201 કરોડની આવક મેળવી:ગુજરાતમાં પ્રથમ ક્રમાંક સાથે નવો વિક્રમ સ્થાપ્યો

    4 days ago

    બનાસકાંઠા જિલ્લાના ખાણ અને ખનિજ વિભાગે વર્ષ 2025-26 દરમિયાન મહેસૂલી આવક અને બિનઅધિકૃત ખનન સામેની કાર્યવાહીમાં રાજ્યભરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને નવો વિક્રમ સ્થાપ્યો છે. વિભાગે સરકાર દ્વારા નિર્ધારિત ₹164 કરોડના સુધારેલા લક્ષ્યાંક સામે ₹201 કરોડથી વધુની આવક મેળવી છે. આમ, લક્ષ્યાંક સામે 122% જેટલી નોંધપાત્ર કામગીરી કરીને સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. 164 કરોડના લક્ષ્યાંક સામે 201 કરોડથી વધુની આવક નોંધનીય છે કે, ગત વર્ષે પ્રથમવાર ₹100 કરોડનો આંકડો પાર કર્યા બાદ, આ વર્ષે ₹200 કરોડથી વધુની આવક કરીને વિભાગે પોતાના જ જૂના રેકોર્ડ તોડીને નવી ઊંચાઈ સર કરી છે. આ સિદ્ધિ પાછળ સુવ્યવસ્થિત આયોજન જવાબદાર છે. શરૂઆતમાં ₹132 કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો, જે જાન્યુઆરી 2026માં જ પૂર્ણ કરી લેવાયો હતો. ત્યારબાદ, જિલ્લા કલેક્ટર મિહીર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ નવો લક્ષ્યાંક ₹164 કરોડ નક્કી કરવામાં આવ્યો હતો. જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી ગુરપ્રીત સિંહ સારસ્વાની પ્રસંશનીય કામગીરી મહેસૂલી વસૂલાતની સાથે-સાથે બિનઅધિકૃત ખનન, વહન અને સંગ્રહના કેસોમાં પણ વિભાગે કડક હાથે કામગીરી હાથ ધરી છે. આ ઝુંબેશ અંતર્ગત ₹22.5 કરોડની દંડકીય વસૂલાત કરવામાં આવી છે, જે રાજ્યમાં સૌથી વધુ છે. આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી ગુરપ્રીત સિંહ સારસ્વાનું ઓગસ્ટ માસમાં કલેક્ટર દ્વારા વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું. સઘન ચેકિંગ અને પારદર્શક વહીવટના પરિણામે વિક્રમજનક આવક ભૂસ્તરશાસ્ત્રી અને તેમની ટીમ દ્વારા સઘન ચેકિંગ અને પારદર્શક વહીવટના પરિણામે ₹201 કરોડ જેવી વિક્રમજનક આવક ઊભી કરવામાં સફળતા મળી છે. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં ખનિજ ચોરી કરતા તત્વોમાં કડક સંદેશ પહોંચાડવાનો અને કાયદેસર વ્યવસાય કરતા લોકોમાં હકારાત્મક વાતાવરણ ઊભું કરવાનો છે. આગામી સમયમાં પણ બિનઅધિકૃત ખનન રોકવા માટેની આ ઝુંબેશ વધુ વેગવંતી બનાવવાની નેમ વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Editor's View: પેટ્રોલ-ડીઝલ ને ગેસ માટે ફરી લાઇનો લાગી શકે:બીજો રૂટ પણ બંધ કરી દેવાની ઇરાનની ધમકી, 20 મિનિટમાં ટ્રમ્પે 18 ફાંકા માર્યા, હોર્મુઝ ખોલાવવા 35 દેશ મેદાને
    Next Article
    અમદાવાદમાં 15,000 ભક્તોનો સુંદરકાંડ મહાપાઠ:ભાટ ગામના રાધે ફાર્મમાં ધવલકુમારની નિશ્રામાં ગૌપૂજન અને મહાપ્રસાદ સાથે ભક્તિમય મહોત્સવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment