Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    1500 કિ.મી., 7 રાજ્યો અને ₹1 કરોડનો ગાંજો:ઓડિશાથી ટ્રકમાં સ્ટીલ પાઇપની આડમાં સૌરાષ્ટ્રમાં ડ્રગ્સ ઘુસાડવાનું મોટું ષડયંત્ર રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યું

    9 hours ago

    રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગાંજાનો મોટો જથ્થો સપ્લાય થાય તે પૂર્વે ગત 18 ઓગસ્ટના રોજ રાજકોટ શહેર SOG પોલીસે અમદાવાદ હાઇવે પરથી એક કરોડથી વધુ કિંમતના 204 કિલો ગાંજાના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. આ હાઇપ્રોફાઇલ કેસમાં મુખ્ય સપ્લાયર સહિતના આરોપીઓની શોધખોળ ચાલી રહી હતી તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુખ્ય સૂત્રધારને ઓડિશાના ગાઢ જંગલ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. આ સાથે જ રાજકોટમાં ગાંજો રિસીવ કરનાર તેના સગા ભાઈની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ લીગલ ટ્રાન્સપોર્ટના ટ્રકમાં સ્ટીલના પાઇપની આડમાં આ નશીલો પદાર્થ ઘુસાડતા હતા અને અગાઉ પણ બે વખત આવી ખેપ મારી ચૂક્યા છે. હાલ પોલીસે બંને આરોપીઓના રિમાન્ડ મેળવી સૌરાષ્ટ્રના અન્ય પેડલરો સુધી તપાસનો દોર લંબાવ્યો છે. બામણબોર ચેકપોસ્ટ પરથી 99 પાર્સલમાં 204 કિલો ગાંજો પકડાયો હતો રાજકોટ એસીપી ક્રાઇમ ભરત બસિયાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેર SOG પીઆઈ એન.બી.ચૌધરીની ટીમે મળેલી બાતમીના આધારે બામણબોર ચેકપોસ્ટ નજીક વોચ ગોઠવી હતી. ગત 18 ઓગસ્ટના રોજ શંકાસ્પદ ટ્રકને અટકાવી તલાશી લેતાં મહમદ ઉર્ફે કાળો સરવદી તથા અરબાઝ સલીમભાઇ સંધી રંગેહાથ પકડાયા હતા. ટ્રકમાં ભરેલા સ્ટીલના પાઇપ પાછળ છુપાવેલા અલગ-અલગ કલરના 99 પાર્સલ ખોલતાં અંદરથી ₹1.04 કરોડની કિંમતનો 204 કિલોથી વધુ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેના આધારે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી. મુખ્ય સૂત્રધાર ઓડિશાના જંગલમાંથી ઝડપાયો પોલીસની પ્રાથમિક પૂછપરછમાં નાસતા ફરતા મુખ્ય સપ્લાયર તરીકે અમિત ઉર્ફે અમીન ઉર્ફે ગુરખો કાતીયારનું નામ ખુલ્યું હતું. બાતમીના આધારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઓડિશાના જંગલ વિસ્તારમાં દરોડો પાડી અમિતને દબોચી લીધો હતો. તેની આકરી પૂછપરછમાં સામે આવ્યું કે રાજકોટ ખાતે તેનો સગો ભાઈ સિકંદર ઉર્ફે ઇમરાન કાતીયાર આ કન્સાઇનમેન્ટ રિસીવ કરતો હતો અને અમિતની સૂચના મુજબ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં સ્થાનિક પેડલરો સુધી માલ પહોંચાડતો હતો. પોલીસે સિકંદરની પણ તાત્કાલિક ધરપકડ કરી બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ઓડિશાના મુનીગુડામાં ભાડે મકાન રાખી 15-20 દિવસ રોકાતો પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે રીઢા ગુનેગાર અમિત સામે અગાઉ પણ 7 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. તે હોટલોમાં રોકાવાને બદલે ઓડિશાના મુનીગુડામાં ભાડે મકાન રાખીને રહેતો હતો. રાજકોટથી ઓડિશા જઈ તે 15 થી 20 દિવસ રોકાણ કરતો અને ઓળખ છતી ન થાય તે માટે રહેણાંક સ્થળથી 70 કિમી દૂર આવેલા અંતરિયાળ ગામોમાંથી ગાંજો ખરીદતો હતો. ત્યારબાદ લીગલ ટ્રાન્સપોર્ટની બિલ્ટી ધરાવતા ટ્રકો શોધી તેમાં સ્ટીલના પાઇપ જેવા સામાનની આડમાં ગાંજાના પાર્સલ પેક કરાવી રાજકોટ રવાના કરતો હતો. ડ્રાઇવર-ક્લીનરને ટ્રીપના ₹30-30 હજાર ચૂકવાતા પોલીસ પકડ અને બાતમીદારોથી બચવા આરોપી દર વખતે નવા ડ્રાઇવર અને ક્લીનરની પસંદગી કરતો હતો. 1500 કિલોમીટર લાંબી આ જોખમી ટ્રીપ માટે ડ્રાઇવર અને ક્લીનર બંનેને ₹30-30 હજાર રોકડા ચૂકવવામાં આવતા હતા. ટ્રક રાજકોટ પહોંચ્યા બાદ માલ મોરબી રોડ પર આવેલા અમિતના અડ્ડા પર ખાલી કરવામાં આવતો હતો અને ત્યાંથી નાના પેડલરો મારફતે સમગ્ર સૌરાષ્ટ્રના બજારોમાં સપ્લાય કરવામાં આવતો હતો. 19 દિવસ સુધી 1500 કિમીનું ગુપ્ત ટ્રેકિંગ રાજકોટ SOG ને અગાઉથી જ માહિતી મળી હતી કે પેડલર અમિત ઓડિશાના જંગલોમાંથી મોટો જથ્થો લાવવાની ફિરાકમાં છે. જેથી પોલીસ ટીમ છેલ્લા 19 દિવસથી સતત વોચમાં હતી અને 1500 કિલોમીટર સુધી આ કન્સાઇનમેન્ટને સતત ટ્રેસ કરી રહી હતી. અમિત ગત 29 જુલાઈએ ઓડિશા પહોંચ્યો હતો અને બાલનગીરના જંગલોમાંથી માલ ખરીદી પાર્સલ ટ્રકમાં લોડ કરાવ્યા હતા. 7 રાજ્યો વટાવી રાજકોટ પ્રવેશેલી ટ્રક સીમાડે જ ઝડપાઈ ગઈ ઓડિશાના બાલનગીરથી નીકળેલી આ ટ્રક રાયપુર, ભીલાઈ, નાગપુર, અમરાવતી, અકોલા, જલગાંવ, ધુળે અને સુરત જેવા શહેરો પસાર કરીને ગુજરાતમાં પ્રવેશી હતી. જોકે, ટ્રક રાજકોટ શહેર પોલીસની સરહદમાં પ્રવેશે તે પહેલાં જ ફિલ્મી ઢબે કોર્ડન કરી તેને ઝડપી લેવામાં આવી હતી. સમયસરના આ ઓપરેશનથી સૌરાષ્ટ્રમાં ઉતરનારો મોટો નશીલો જથ્થો અટકાવાયો છે અને રિમાન્ડ દરમિયાન સિન્ડિકેટના અન્ય સૂત્રધારોના નામો બહાર આવવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    આંબેડકર હોસ્ટેલમાં ભોજનમાંથી ઈયળો-ધનેડા નીકળતાં હોબાળો:15 કલાકથી 300 વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર, NSUIની રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી
    Next Article
    વઢવાણમાં નિઃશુલ્ક મેમોગ્રાફી અને પેપ સ્મીયર કેમ્પ:બે દિવસીય કેન્સર નિદાન કેમ્પમાં 182 બહેનોએ લાભ લીધો; મહિલાઓના સ્વાસ્થ્ય માટે રોટરી ક્લબની સરાહનીય કામગીરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment