Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંબેડકર હોસ્ટેલમાં ભોજનમાંથી ઈયળો-ધનેડા નીકળતાં હોબાળો:15 કલાકથી 300 વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર, NSUIની રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી

    15 hours ago

    રાજકોટના કાલાવડ રોડ પર આવેલી અને સમાજ કલ્યાણ વિભાગ હેઠળ સંચાલિત ડોક્ટર બાબાસાહેબ આંબેડકર કુમાર છાત્રાલય (એમજી હોસ્ટેલ) ખાતે વિદ્યાર્થીઓનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. છાત્રાલયમાં પીરસવામાં આવતા ભોજનની અત્યંત નબળી ગુણવત્તા અને તેમાં વારંવાર જીવાતો નીકળવાની ગંભીર બેદરકારી સામે વિદ્યાર્થીઓ સતત બીજા દિવસે પણ ભૂખ હડતાળ પર બેસી ગયા છે. છાત્રોએ ‘ન્યાય આપો, ન્યાય આપો’ના નારા લગાવી સમગ્ર હોસ્ટેલ કેમ્પસ ગુંજવી મૂક્યું હતું. વિદ્યાર્થીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ સત્વરે નહીં સંતોષાય તો આગામી દિવસોમાં સમગ્ર શહેરમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. કેન્ટીનના ભોજનમાંથી અઠવાડિયામાં બે વાર જીવડાં નીકળ્યાં પ્રાપ્ત વિગત અનુસાર, આ છાત્રાલયમાં 300 જેટલા વિદ્યાર્થીઓ રહીને વિવિધ ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે. અહીં કેન્ટીનનું સંચાલન આશાપુરા કેટરર્સને સોંપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે છેલ્લા 10 થી 15 દિવસથી જમવામાં અત્યંત હલકી ગુણવત્તાવાળો ખોરાક આપવામાં આવી રહ્યો છે. ગત સપ્તાહે પણ ભોજનમાંથી જીવાત નીકળતાં મનપાની ફૂડ શાખા દ્વારા સેમ્પલિંગ અને તપાસ હાથ ધરવામાં આવી હતી, છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી. માત્ર એક અઠવાડિયામાં જ બે વખત ભોજનમાંથી ઈયળો, ધનેડા અને અન્ય જીવડાં નીકળ્યાં હોવાનો વિદ્યાર્થીઓએ પુરાવા સાથે આરોપ મૂક્યો છે. ગઈકાલે સાંજે ફરી ભોજનમાંથી જીવાત નીકળતાં વિદ્યાર્થીઓની ધીરજ ખૂટી હતી અને તેમણે તાત્કાલિક ભોજનનો બહિષ્કાર કરી અચોક્કસ મુદતની ભૂખ હડતાળ શરૂ કરી દીધી હતી. હાલ આ વિદ્યાર્થીઓ 15 કલાક કરતાં પણ વધુ સમયથી માત્ર પાણીના સહારે લડત ચલાવી રહ્યા છે. કલેક્ટરને રજૂઆત બાદ પણ નક્કર નિર્ણય ન લેવાયો છાત્રાલયના વિદ્યાર્થી કરણ વાઘેલાએ પોતાની વ્યથા ઠાલવતાં જણાવ્યું હતું કે, છેલ્લા 10-15 દિવસથી જમવામાં ઈયળો અને જીવડાં નીકળવાની બાબત સામાન્ય બની ગઈ છે. આ અઠવાડિયામાં બીજી વખત આવો ગંભીર બનાવ બનતાં અમારે નાછૂટકે ભૂખ હડતાળનું શસ્ત્ર ઉગામવું પડ્યું છે. ગઈકાલ રાતના 7 વાગ્યાથી તમામ વિદ્યાર્થીઓ અન્નનો ત્યાગ કરીને બેઠા છે, પરંતુ કોઈ પણ જવાબદાર અધિકારી કે તંત્ર તરફથી અમારી સ્થિતિ જાણવાની તસ્દી લેવામાં આવી નથી. વિદ્યાર્થીઓએ કલેક્ટરને સીધો ફોન કરીને રજૂઆત કર્યા બાદ અધિકારીઓ માત્ર મુલાકાત લઈને રવાના થઈ ગયા હતા, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પગલાં ભરાયાં નથી. જ્યાં સુધી આશાપુરા કેટરર્સનો કોન્ટ્રાક્ટ કાયમી ધોરણે રદ કરવામાં ન આવે અને સ્વચ્છ ભોજનની લેખિત બાંહેધરી ન મળે ત્યાં સુધી આંદોલન યથાવત્ રહેશે. ભ્રષ્ટાચારી અધિકારીઓ અને કેટરર્સ સામે પગલાં નહીં ભરાય તો ગુજરાતવ્યાપી વિરોધની ચીમકી આંદોલનને સમર્થન આપવા ઘટનાસ્થળે પહોંચેલા NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ તંત્ર અને રાજ્ય સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ છાત્રાલયમાં 300 જેટલા અનુસૂચિત જાતિ (SC) સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સરકાર વિદ્યાર્થીઓના ભોજન પેટે કેટરર્સને લાખો રૂપિયાનું ચૂકવણું કરે છે, છતાં ભ્રષ્ટાચારી માનસિકતા અને સ્થાનિક અધિકારીઓની મિલીભગતને કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરીને જીવાતવાળો ખોરાક પીરસવામાં આવી રહ્યો છે. વારંવાર લેખિત રજૂઆતો કરવા છતાં રેક્ટર કે ઉચ્ચ અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. 15 કલાકથી ભૂખ્યા પેટે બેઠેલા વિદ્યાર્થીઓની વહારે આવવા કોઈ તૈયાર નથી. જો સરકાર તાત્કાલિક અસરથી આ કેટરર્સનું લાયસન્સ રદ કરી કાળી યાદીમાં નહીં મૂકે અને જવાબદાર રેક્ટર સામે કડક કાર્યવાહી નહીં કરે, તો NSUI વિદ્યાર્થીઓના હિતમાં રસ્તા પર ઉતરીને સમગ્ર રાજ્યભરમાં ચક્કાજામ અને ઉગ્ર આંદોલન કરશે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં ગણેશ વિસર્જન પર કડક સુરક્ષા વ્યવસ્થા:6 સ્થળે 120થી વધુ જવાનો તૈનાત, પાણીમાં ઉતરવા પર પ્રતિબંધ, ક્રેઈનથી જ મૂર્તિઓ પધરાવાશે
    Next Article
    1500 કિ.મી., 7 રાજ્યો અને ₹1 કરોડનો ગાંજો:ઓડિશાથી ટ્રકમાં સ્ટીલ પાઇપની આડમાં સૌરાષ્ટ્રમાં ડ્રગ્સ ઘુસાડવાનું મોટું ષડયંત્ર રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment